ઝાલોદના ગરાડુ ગામે ટ્રકની અડફેટે બાઈક ચાલકનું મોત
ફરાર ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તલાશ હાથ ધરાઈ
દાહોદ,તા.૦૬,ઓક્ટોબર,2018,શનિવાર
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે ટ્રક અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.
એક ટ્રક ચાલક પરમ દિવસે સાંજના છ વાગ્યાના સુમારે તેના કબજાની ટ્રક પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લઇજઇ ગરાડું ગામે તળાવ ફળીયામાં આગળ જઇ રહેલ મોટર સાયકલને પાછળથી જાશભેર ટક્કર મારી પોતાના કબજાની ટ્રક લઇ નાસીજતાં મોટર સાયકલ પરથી ફંગાળાઇને રોડ પર પટકાયેલા ગામડી ગામના ગુંગાતળાઇ ફળીયાના રસુભાઇ લાલુભાઇ ગરાસીયાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ૧૦૮ દ્વારા ઝાલોદ સરકારી દવાખાને લઇજવામાં આવ્યો હતો ત્યાં ઇજાની ગંભીરતાને ધ્યાનેલઇ પ્રાથમીક સારવાર બાદ દાહોદ ખાતે લઇજવાનું જણાવતાં ગંભીર ઇજાગ્રસ્ત રસુભાઇ ગરાસીયાને દાહોદ ખાતેની સૈફીહોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તબીબે તપાસીને બીજે લઇ જવાનું જણાવતા રસુભાઇ ગરાસીયાને દાહોદ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાહતાં જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે શાંતીલાલ લાલુભાઇ ગરાસીયાએ ઝાલોદ પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરીછે