રાબડાળ ગામે ટ્રક ચાલકની ગફલતના કારણે ટેન્કર અને બસનાે અકસ્માત
દાહોદ તા.26 ઓગષ્ટ 2019 સાેમવાર
દાહોદ તાલુકાના રાબડાળ ગામે હાઈવે રોડ પર એક આઈસર ટ્રકના ચાલકે અચાનક ટ્રકને ઉભી કરી દેતાં પાછળ આવતી લક્ઝરી બસના પાછળ એક ટેન્કરના ચાલકે લક્ઝરી બસને ટક્કર મારતા આ ત્રિપલ માર્ગ અકસ્માતમાં ટેન્કરના ક્લિનરના મોત નીપજ્યું હતું.
દાહોદ તાલુકાના રાબડાળ ગામે અમદાવાદ - ઈન્દૌર હાઈવેના વળાંક હાઈવે રસ્તા પર તા.૨૫મીના રોજ એક આઈસર ટ્રકના ચાલકે અચાનક ટ્રકને સાઈડમાં ઉભી કરી દેતાં તેના કારણે તેની પાછળ ચાલતી એક લક્ઝરી બસના ચાલકે પણ બ્રેક મારતા લક્ઝરી બસની પાછળ ચાલતા એક ટેન્કરના ચાલકે ટેન્કરે લક્ઝરી બસને ટક્કર મારતા ટેન્કરનો ક્લીનર સંદિપભાઈ ગુલસીંગભાઈ વસુનીયા (રહે.રાણાપુર, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) શરીરે ગંભીર ઈજા થતાં તેની ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ.
આ સંબંધે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં રાણાપુર ગામે રહેતા ટેન્કર ચાલક માજુભાઈ અમનસીંગભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.