ફાઇનાન્સ કંપનીના બે બાઇક સવાર કર્મચારી પાસેથી 57 હજાર લૂંટી ૩ બાઇક સવાર ફરાર
-ત્રણ દિવસમાં ત્રણ ફાઇનાન્સ કર્મચારીને નિશાન બનાવતી ટોળકીને ઝડપા પાડવા માંગ ઉઠી
દાહોદ તા.23 ફેબ્રુઆરી 2020 રવીવાર
ઝાલોદ તાલુકાના ગરાડું ગામેથી એક બાઇક પર સવાર બે ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓ કંપનીના રિકવર કરેલા રૃ.૫૭,૭૧૩ રોકડા બેગમાં ભરી પસાર થઈ રહ્યા હતા .તે સમયે એક નંબર વગરની બાઇક પર સવાર થઈ આવેલા ત્રણ અજાણ્યા લુંટારૃઓએ આ ફાઈનાન્સ કંપનીના કર્મીઓની આંખોમાં મરચાની ભુકી નાખી ખભે લટકાવેટ રોકડા રૃપીયા ભરેલી બેગની લૂંટી કરી નાસી ગયા હતા.
હાલ કેટલાક દિવસોથી દાહોદ જિલ્લામાં લૂંટની ઘટનામાં વધારો થયો છે .તેમાં ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને લૂંંટારૃઓ દ્વારા વધુ ટાર્ગેટ બનાવી રહ્યા છે. બે દિવસ અગાઉ દાહોદ તાલુકાના હિમાલા ગામે લૂંટારૃઓએ ફાઈનાન્સ કંપનીના કર્મચારીને નિશાન બનાવી રોકડા રૃપીયા ભરેલી બેગ લૂંટી લીધાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યા વધુ એક બનાવ સામે આવ્યો છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં રહેતા અને મુથુટ માઈક્રોફીન લીમીટેડ ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતાં અશ્વિનકુમાર દિલીપભાઈ બારૈયા અને તેમની સાથેનો બીજા એક સહકર્મી એમ બંન્ને ગત તા.22 મી ફેબ્આરીના રોજ કંપનીના રિકવર કરેલા નાણાં રૂ. 57.,713 રોકડા લઈ બેગમાં ભરી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ગરાડુ ગામેથી કાકરાધરા નવી વસાહતના રસ્તા ખાતેથી એક બાઇક પર બેસી પસાર થઈ રહ્યા હતા .
તે સમયે એક નંબર વગરની બાઇક પર આવેલ ત્રણ અજાણ્યા ચોર લૂંટારૃઓએ આ ફાઈનાન્સ કંપનીના કર્મચારીની બાઇકને ઓવરટેક મારી બંન્ને કર્મચારીઓના આંખોમાં મરચાની ભુકી નાસી રોકડા રૃપીયા ભરેલી બેગની લુંટ કરી લુંટારૃઓ ફરાર થઈ ગયા હતા.
આ સંબંધે લુંટનો ભોગ બનેલ અશ્વિનકુમાર દિલીપભાઈ બારૈયા દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેટલાક દિવસોથી દાહોદ જિલ્લામાં હાઈવે પર એકલ દોકલ વાહન ચાલકો અને તેમાંય ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને નિશાન બનાવી રોકડા રૃપીયાની લુંટ કરી ફરાર થઈ જતી ટોળકી સક્રિય બની છે. આવા સમયે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરી તેમજ આવા તત્વો સામે તપાસનો દૌર આરંભ કરી આવા લૂંટારૃઓને પકડવા માગ કરી છે.