હિમંતનગરથી લીમખેડા આવેલા પરિવારના 4 સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા
-પરિવાર વહીવટી તંત્રની મંજૂરી લઇ આવ્યુ હતુ
લીમખેડા તા.1 મે 2020 શુક્રવાર
લીમખેડામાં હિંમતનગરથી આવેલા લીમખેડાના એક પરિવારને હોમક્વોરેન્ટાઈન કર્યું છે .ગઈકાલે રાત્રે દંપતિ બે બાળકો સાથે હિંમતનગર થી લીમખેડા આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતું.
કોરોના વાયરસથી સંક્રમિત થયેલી વ્યક્તિ અન્ય વ્યક્તિને સંક્રમિત ન કરે તે માટે તકેદારીના ભાગરૃપે બહારથી લીમખેડામાં આવતી વ્યક્તિઓ ઉપર વહીવટીતંત્ર બાજ નજર રાખી રહ્યું છે લીમખડા નગરમાં માર્કેટ વિસ્તારમાં આવેલા રામ દેવજી મંદિરની સામે રહેતું એક પરિવાર ગઈકાલે રાત્રે હિંમતનગર થી લીમખેડામાં આવ્યું હતું .
આ બાબતની જાણ વહીવટી તંત્રને થતાં લીમખેડા આરોગ્ય વિભાગ દ્વારા તેઓના ઘરને હોમ ક્વોરેન્ટાઈન કર્યું છે બે બાળકો સહિત પરિવારના કુલ ચાર સભ્યોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે . આ પરિવાર હિંમતનગર થી વહીવટીતંત્રની મંજૂરી મેળવીને લીમખેડા આવ્યું હતું.