દાહોદમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવના 25 કેસ દર્દી
દાહોદ તા.25 જુલાઇ 2020 શનિવાર
દાહોદમાં આજે વધુ 25 કોરોના દર્દીઓ સામે આવતા દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો દાહોદમાં વધતો જતાં આરોગ્ય તંત્ર માટે આ કોવીડ - 19 ની કામગીરી ચુનૌતિ સમાન બની રહી છે. આજના 25 પાેઝિટિવ કેસો સાથે કુલ આંકડો 394 ને પાર કરી ગયો છે અને એક્ટીવ કેસોમાં 334 કેસો રહેવા પામ્યા છે.
વધતા જતાં કોરોવા વાયરસના પ્રકોપથી દાહોદ શહેર સહિત જિલ્લામાં એક પ્રકારનો સ્તબ્ધતાનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ રોજગાર, ધંધા પણ બંધ રહેવા પામ્યા છે અને જિલ્લામાં જાહેર અવર જવર પર નહીંવત રહેવા પામી છે .આજે એક સાથે 25 પાેઝિટિવ કેસોને ધ્યાને રાખી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ઉપરોક્ત સંપર્કમાં આવેલ વ્યક્તિઓના ટ્રેસીંગ કામગીરી શરૂ કરી દીધી છે.