દાહોદ, તા. 01 મે 2020 શુક્રવાર
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડતી ઘટના પ્રકાશમાં આવી છે. જેલમાં તાળાં તોડીને 13 કેદીઓ ફરાર થઈ જતા તંત્ર દોડતું થયું છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની સબ જેલમાંથી એક સાથે 13 કેદીઓ ફરાર થતા લોક ડાઉનના કડક અમલ દાવા પોકળ સાબિત થયા છે કારણકે કિલ્લેબંધી ગણાતી જેલમાંથી લોખંડી સુરક્ષા વચ્ચે કેદીઓ ભાગી જતા પોલીસ માટે લાંછનરૂપ ઘટના સાબિત થઇ રહી છે.
સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાં નાકાબંધી કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાત કોરોનાની મહામારીમાં દાહોદની સબજેલમાંથી કેદીઓ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.


