Get The App

ઝરીનને સલમાનના શોમાં હિંસક બની જવાનો ડર

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
ઝરીનને સલમાનના શોમાં હિંસક બની જવાનો ડર 1 - image

સલમાન  ખાનને કોઈ  સાથે વાંકુ પડે તો એ સહેલાઈથી  સંબંધિત વ્યક્તિને માફ કરતો નથી.  આ વાતની  સાક્ષી  પુરે એવા ઘણાં પ્રસંગો  છે. ઐશ્વર્યા  રાયે ગળાડૂબ અફેયર બાદ સલમાન સાથે  છેડો  ફાડી નાખી એને મોટો આંચકો આપ્યો હતો.   એનું  વેર  વાળવા ખાન ઐશ્વર્યા જેવી જ બ્યુટી ક્વિન ઝરીન ખાનના મેન્ટર બની એને બોલીવૂડમાં  વાજતેગાજતે લઈ આવ્યો. ઝરીને  સલમાન સામે જ 'વીર' નામની  ફિલ્મમાં  ડેબ્યુ કર્યું.  

કમનસીબે  ફિલ્મ સદંતર  ફ્લોપ  ગઈ અને ઝરીનને   પ્રથમ ગ્રાસે  મક્ષિકા જેવો અનુભવ થયો. ત્યારબાદ એક્ટ્રેસે હાઉસફૂલ-૨ , 'હેટ સ્ટોરી-૩', અક્સર-૧૯૨૧  અને 'હમ ભી એકેલે  તુમ ભી અકેલે ' જેવી  ફિલ્મો  કરી. એમાંથી  એક પણ  ફિલ્મમાં  ઝરીન ખાન  કોઈ ચમકારો બતાવી ન શકી અને  ઈન્ડસ્ટ્રીની  ગ્લેમર  ડોલ બનીને રહી ગઈ.

આ તો બધી  જૂની વાતો છે પણ તાજા સમાચાર  એ છે કે  ઝરીન ખાને ઓગસ્ટના પહેલા સપ્તાહથી  ઓટીટી પર  પ્રસારિત થનારા શો 'બિગ બોસ'માં જોડોવાનો ઈન્કાર  કરી દીધો છે. આ ન્યુસ ઈન્ટરેસ્ટિંગ એટલા માટે બને છે કે ઝરીનનો મેન્ટર સલમાન બિગ બોસની નવી સીઝનનો  પણ હોસ્ટ  છે. એ વરસોથી  શોનું  હોસ્ટિંગ  કરતો  આવ્યો  છે.  એ જોતા ઝરીને શોની  ઓફર  રિજેક્ટ કરી શા માટે  ખાનને નારાજ કર્યો હશે એ મુદ્દો  વિચાર માગી લે છે.

આ ટાઢા  પહોરના ગપગોળા  નથી, હકીકત  છે.  ઝરીન ખાને  ખુદ હમણાં  આપેલા એક ઈન્ટરવ્યુમાં પુષ્ટિ  કરી  છે કે મને આ રિયાલિટી  શો ઓફર થયો હતો પણ મેં બહુ બધા કારણોસર  એ ઓફર સ્વીકારી નથી. પોતાના આ નિર્ણયના કેવા પ્રત્યાઘાત પડશે એ જાણતી એક્ટ્રેસે  સલમાનને સારું લગાડવાના દેખાતા  આશયથી  વધુમાં કહે છે, 'એમ તો મને એ શો હુ ગમે છે. આ લવ ધેટ શો. શો હું નિયમિત  જોતી આવી છું પણ  વચ્ચે એની ર-૩  સિઝન મિસ થઈ ગઈ હતી.

ઔપચારિક મસ્કાબાજી કરી લીધા બાદ  મિસ ખાન  ઈન્ટરવ્યુમાં બિગ બોસ  રિજેક્ટ કરવાના વિગતવાર કારણો ગણાવે  છે.  'સૌથી પહેલી વાત તો એ કે મારા પર ઘરની ઘણી બધી જવાબદારીઓ  છે. એટલે  હું ઘર છોડીને ક્યાંય બીજે  ૩ મહિના લગી રહેવાનો વિચાર પણ ન કરી શકું.   મારા  ઘરમાં મારા વિના બધુ બરાબર ચાલે એવુ ંમને નથી લાગતું.  અહીં માત્ર હું પૈસાની વાત નથી કરી રહી.  મારે એકીસાથે ૧૦ હજાર વસ્તુઓનું  ધ્યાન રાખવું પડે છે. હું એક દિવસ પણ પ્રવાસમાં  હોઉ તો મમ્મી ૫ થી ૭  વાર ફોન કરીને એની તબિયત  અને બીજી બધી બાબતો વિશે  પૂછ્યા કરું   તો, આ પહેલી વાત થઈ.  સેકન્ડલી, હું ઘણા બધા અજાણ્યા  લોકો સાથે એક હાઉસમાં  રહી શકું એવું  મને નથી લાગતું. મને મિત્રો બનાવતા બહુ વાર નથી  લાગતી પરંતુ અજાણ્યા  વચ્ચે હું કેટલી કમ્ફર્ટેબલ રહી શકું  કોણ જાણે?  અને સૌથી મોટું અને  મહત્ત્વનુંકારણ એ છે કે  ઉલટી બાત  મુઝસે  બર્દાશ્ત  નહીં હોતી.  (હું ખોટી  વાત સહન નથી કરી શકતી.)  હું  મિસ  બિહેવિયર  ચલાવી ન લઉં.  એવું કઓઈ કરે  તો મેરા ાહથ ઉઠ  જાયેગા. 

ફિર  મુઝે  બહાર હીં ફેંક દેંગે.  એટલે હું શોમાં  ન જઉં એ જ સારું  છે. મૈં  હન્ડ્રેડ પર્સન્ટ જાનતી  હું મેરા હાત ઉઠ જાયેગા' સમાપનમાં ઝરીન છેલ્લું  વાક્ય ભારપૂર્વક  રિપીટ કરવાનું નથી ભૂલતી.