- લોકો 'ધુરંધર-ટુ'માં વિકી કૌશલના કેમિયો અંગે અટકળો લગાવી રહ્યા છે ત્યાં ખબર પડે છે કે ડિરેક્ટ-રાઇટર આદિત્ય ધરની એક્ટ્રેસ પત્ની યમી ગૌતમ પણ મહત્ત્વનો રોલ કરવાની છે
'ધુરંધર'ની સિકવલ 'ધુરંધર : ધ રિવેન્જ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મસર્જક આદિત્ય ધર તેમના ફેન્સને કંઈક વધુ રોમાંચક અને આક્રમક દાખવે એવી ગણતરી માંડવામાં આવી રહી છે. આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં તેમની પત્ની અભિનેત્રી યમી ગૌતમ-ધર પણ એક મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે ફેન્સ વિકી કૌશલના કેમિયો રોલ અંગે અટકળો લગાવી રહ્યા છે. વિકી કૌશલે તો અગાઉ 'ઊરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક' (૨૦૧૯)માં આદિત્ય ધર સાથે કામ કર્યું જ છે. 'ધુરંધર : ધ રિવેન્જ'માં યમીની ભૂમિકા એક્શનથી ભરપૂર અને વાર્તા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. યમીએ આ ફિલ્મમાં લગભગ પાંચ દિવસનું શુટિંગ કરી લીધું છે. યમીની ભૂમિકા ભલે નાની હોય, પણ તે ઘણી જ મહત્ત્વપૂર્ણ છે, જે દર્શકોને આશ્ચર્યચકિત કરી દેશે, એવું સુમાહિતગાર વર્તુળો જણાવે છે. 'ધુરંધર'ની રિલીઝ પછી યામીએ ખુદ નવી ફિલ્મ અંગે તેની રૂચિ જાહેર કરી હતી. એ કહે છે, 'જ્યારે મેં 'ધુરંધર-ટુ'ની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મેં મારા હસબન્ડને કહ્યું હતું કે ગજબની છે વાર્તા છે આ તો. જો હું દસેક વર્ષ નાની હોત તો કેટલું સારું થાત. હું જરા વધારે જુવાન હોત તો 'ધુરંધર-ટુ'નાં આક્રમક એક્શન સીન્સ હું જાતે ભજવી શકત. જોકે હું મારા અંગત અને વ્યાવસાયિક જીવનને અલગ રાખું છું. મને ફિલ્મમાં લેવી કે ન લેવી તે આદિત્યનો જ નિર્ણય હોય.'


