For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અરવિંદ પંડયા ગુજરાતી સિનેમાના અશોકકુમાર શા માટે કહેવાયા?

Updated: Mar 30th, 2023

અરવિંદ પંડયા ગુજરાતી સિનેમાના અશોકકુમાર શા માટે કહેવાયા?

- રંગીન ફિલ્મોની જે ભૂમિકાઓ ઉપેન્દ્ર ત્રિવેદીએ ભજવી હતી, તે જ પાત્રો જૂની બ્લેક એન્ડ વ્હાઈટ ગુજરાતી ફિલ્મોમાં ભજવીને અરવિંદ પંડયા તાળીઓ  મેળવી ચુક્યા હતા.

૨૦ ૨૩માં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ને ૯૧ વર્ષ પુરા થાય અને ૯૨મુ ંબેસે. આ બાણું વર્ષમાં આ ઉદ્યોગ પાસે અનેક અચરજ પમાડતા ઘટનાક્રમ છે, જેમકે 'જોગીદાસ ખુમાણ'નામની ફિલ્મ ત્રણ વખત બની અને ત્રણેય વખત તેના દિગ્દર્શક એક જ હતા  - મનહર રસ કપૂર  વળી, એક અભિનેતા પણ ત્રણેય વખત ફિલ્મોમાં હાજર હતા, જુદા જુદા પાત્રમાં. એમનુંનામ છે -  અરવિંદ પંડયા !

હા, આજે ગુજરાતી ફિલ્મોની અવનવી ઘટનાઓની વાત નથી કરવી પણ, પણ વાત કરવી છે વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવનાર આ કલાકાર વિષે. આ બહુમુખી પ્રતિભાના જન્મને ૨૧માર્ચ ૨૦૨૩ના રોજ સો વર્ષ  પુરા થયાં. એમની તસવીરો જોઈને એમના વિધ વિધ સ્ક્રીન અવતાર યાદ આવ્યાને?  

અરવિંદ પંડયાનો જન્મ ૨૧માર્ચ ૧૯૨૩ના રોજ ભાદરણ મુકામે થયો અને ખંભાતમાં બાળપણ વિતાવી તેઓ વડોદરામાં ઉછર્યા, કારણ કે તેમના  પિતાજી ગણપતરાવ વડોદરામાં બંેંક ઓફ બરોડાનીમાંડવી શાખામાં એક્ઝિક્યુટિવ મેનેજર હતા. તેમનામાતાનુંનામ  આનંદીબહેન. વડોદરામાં યુવાન અરવિંદ પંડયા ભારતની આઝાદીની ચળવળમાં આગળ પડતો ભાગ લેતા. તેઓ ભારતીય જનતા પાર્ટી નું મૂળ જેમાં છે તે જનસંઘમાં જોડાયા અને ૧૯૪૨ના આંદોલનોમાં ભાગ લીધો. ૨૦ વર્ષની વયે  તેમને મુબઈમોકલી દેવામાં આવ્યા. અહીં એમણે કોલેજનો અભ્યાસ શરુ કર્યો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સંસ્કૃત સાથે બી.એ. થયા.  

અરવિંદ પંડયા ની અભિનેતા તરીકેની કારકિર્દી આકર્ષક વળાંકો ધરાવે છે. તેમણે પોતાનીમાં પ્રથમ જ ફિલ્મ 'સંત સુરદાસ' (૧૯૪૭) માં મુખ્ય ભૂમિકા નિભાવી,  એટલું જ નહીં, ગીતો પણ ગાયાં. તેઓ સારા ગાયક અને સંગીતના જ્ઞાાતા હતા.માટે જ જૂની ગુજરાતી ફિલ્મના ગીત રસિયાઓ આજે પણ અરવિંદ પંડયાને ગાયક તરીકે પણ યાદ કરે છે.  

શરૂઆતમાં જ નાયકની  ભૂમિકા ભજવનારા અરવિંદ પંડયાએ ૧૯૬૦ પછી ઘણી ફિલ્મોમાં નેગેટીવ શેડવાળાં પાત્રો ભજવ્યાં. ૧૯૭૧  પછીના ગાળામાં તેમણે ઉત્તમ ચરિત્ર અભિનેતા તરીકે રૂપેરી પડદો શોભાવ્યો. 

અરવિંદ પંડયા આમતો ગાયત્રીના પરમ ઉપાસક,માતાજીના અનુાન કરે પણ 'વીર એભલવાળો', 'સતી જસમા ઓડણ', 'રાણકદેવી', 'મા ભદ્રકાળી' જેવી ફિલ્મોમાં  સતીના ગુસ્સા અને નફરતનો ભોગ બનતા રાજવીના પાત્ર તેમને બખુબી નિભાવ્યાં. તેમણે  'ભક્ત સુરદાસ' ઉપરાંત 'ભક્ત નરસૈયો', 'દીવા દાંડી', 'જીવનો જુગારી', 'વેલીને આવ્યાં ફૂલ', 'કસુંબીનો રંગ', 'પારકી થાપણ', 'મોટા ઘરની વહુ' જેવી ૭૦ વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. 'તાનારીરી' ફિલ્મમાં સંગીત સમ્રાટ તાનસેન બન્યા. 

ગુજરાત સરકારે ૧૯૬૦-૬૧થી ગુજરાતી ફિલ્મો ને એવોર્ડ આપવાનું શરુ કર્યું. પ્રથમ વર્ષેજ ફિલ્મ 'કાદુ મકરાણી' માટે અરવિંદ પંડયા ને શ્રે અભિનેતાનો એવોર્ડ મળ્યો. બીજા વર્ષે 'નંદનવન' ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો અને અરવિંદ પંડયાને ફરી શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો.૧૯૬૩-૬૪માં 'જીવનો જુગારી'માં અભિનયમાટે એવોર્ડ મળ્યો . ત્યાર બાદ 'મજીયાર હૈયા' (૧૯૭૦)  અને'તાનારીરી' (૧૯૭૫) માટે  શ્રેષ્ઠ અભિનેતાના પારિતોષિક મેળવ્યા. 

  આપણા આ ગુજરાતી કલાકારે હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું . મીનાકુમારી સાથે 'નવલખા હાર', નિરુપા રોય સાથે 'રાણી રૂપમતી', 'મહાભારત' (પ્રદીપકુમારવાળી), 'તિલોત્તમા', 'ટારઝન ઔર જાદુગર', 'રૂસ્તમે રોમ અંધેરા'અને બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું.  

અરવિંદ પંડયા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના વિકાસમાટે સતત મથામણ કરતા. તેમનું એક સ્વપ્ન હતું કે ફિલ્મ નિર્માણ ગુજરાતમાં થાય અને તે માટે એક સંપન્ન સ્ટુડિયો ગુજરાતમાં સ્થપાય. વડોદરા ખાતે ૧૯૭૫માં કાર્યરત થયેલો લક્ષ્મી સ્ટુડિયો અરવિંદ પંડયાની મહેનતનું પરિણામ હતો. લક્ષ્મી સ્ટુડિયોના નિર્માણ અને વિકાસમાં સહભાગી થવાના કારણે જ તેમણે અનેક હિન્દી ફિલ્મો ઠુકરાવી. 

અરવિંદ પંડયાએ મુબઈમાં રંગભૂમિ પણ શોભાવી હતી. અભિનયનો આ જીવ 'જેસલ તોરલ', 'મળેલા જીવ' જેવાં અનેક નાટકોમાં રંગભૂમિ પર દેખાયો. અગાઉ નોંધ્યું તેમ, તેમણે અનેક ફિલ્મોમાં નાયક, ખલનાયક, ચરિત્ર અભિનેતા તરીકે અભિનય કર્યો અને ગાયક પણ બન્યા. તેથી જ આ બહુઆયામી અભિનેતાને ઘણા ગુજરાતી ફિલ્મોના દાદા મુની એટલે કે અશોકકુમાર કહેતા.

૨૧ તારીખ જન્મ તારીખ અને ૨૨  મૃત્યુ તારીખ! ૨૧માર્ચ ૧૯૨૩ ના રોજ જન્મેલા અરવિંદ પંડયાએ ૨૨ જુલાઈ ૧૯૮૦ના દિવસે દુનિયાના રંગમંચ પરથીમાત્ર ૫૭ વર્ષની વયે વિદાય લઇ લીધી. ૧૯૫૦માં જયાબેન પંડયા સાથે તેમનાં લગ્ન થયાં. તેમને કુલ ચાર સંતાન. દીકરી નીલા પંડયા અને ત્રણ દીકરા - હમીર પંડયા,અત્રી પંડયા, દેવલ પંડયા. હમીર પંડયા અને અત્રી પંડયા હવે હયાત નથી. નીલા પંડયા હાલ અમેરિકા ખાતે મીડિયામાં કામ કરે છે. તેમણે નાટકો અને ગુજરાતી સિરીયલોમાં કામ કર્યું છે ને વર્તમાનપત્રોમાં ફરજ બજાવી છે. દેવલ પંડયાએ પણ ફિલ્મો અનેનાટકોમાં કામ કર્યું, પણ હાલ શારીરિક સ્થિતિ અનુકૂળ ન હોવાને કારણે નિવૃત્ત છે. 

અત્યારે શહેરી કથાનકવાળી ગુજરાતી ફિલ્મોનું ચલણ છે. અરવિંદ પંડયાએ ૮૦ના દાયકામાં આવેલી અર્બન ગુજરાતી ફિલ્મોમાં શહેરી પાત્રો જીવંત કર્યા હતા. આમ તો ૧૯૭૧થી ૧૯૮૧નો ગાળો  ગુજરાતી સિનેમા માટે વ્યાવસાયિક સફળતાનો સુવર્ણયુગ કહેવાય છે, પણ જાણકારો જાણે છે કે ૧૯૭૧થી ૧૯૮૧ દરમિયાન બોક્સ ઓફિસ પર સફળ નીવડેલી લગભગ તમામ ફિલ્મો અગાઉ બ્લેક એન્ડ વ્હાઈટમાં બની જ ચુકી હતી. સુવર્ણ યુગમાં તો માત્ર એમની રંગીન રીમેક થઇ. રંગીન ફિલ્મોમાં જ્યાં ઉપેન્દ્ર ત્રિવેદી હતા ત્યાં બ્લેક એન્ડ વ્હાઈટ ગુજરાતી ફિલ્મોમાં અરવિંદ પંડયા તાળીઓ  મેળવી ચુક્યા હતા. માટે જ 'કાદુ મકરાણી', 'જોગીદાસ ખુમાણ', 'ભક્ત નરસૈયો', 'સંત સુરદાસ', 'મુળુ માણેક', 'રા માંડલિક'  જેવી ફિલ્મોનુ ંનામ બોલાય ત્યારે નવી પેઢીને ભલે અન્યા અભિનેતા યાદ આવે, પણ ૧૯૪૭ થી ૧૯૮૦ દરમિયાન ગુજરાતી ફિલ્મો જોનારા રસિકજનો તો અરવિંદ પંડયાને જ યાદ કરવાના. 

Gujarat