ગાલર સ્વિફ્ટે તાજેતરની એનએફએલ સીઝન દરમ્યાન લોકોની નજરથી અંતર જાળવ્યું છે. એક સમયે સ્ટારનો ટ્રેવિસ કેલ્સ સાથેનો સંબંધ હેડલાઈન તેમજ સ્ટેડિયમના કેમેરા બંને પર સમાન રીતે હાવી રહ્યો હતો, પણ આ સીઝનમાં આ અબજપતિ આઈકને અત્યંત સંયમિત અભિગમ અપનાવ્યો છે.
સ્વિફ્ટની અવારનવાર હાજરી દરમ્યાન અનેકવાર બ્લેક લાઈવલી, રિયાન રેનોલ્ડ્સ અને સેલેના ગોમેઝ જેવાં તેના ખાસ મિત્રો સાથે હોવાથી એનએફએલ મેચો પોપ કલ્ચર કાર્યક્રમો બની ગઈ હતી. એક તરફ ચાહકોને સંગીત અને સ્પોર્ટ્સનું આ મિશ્રણ પસંદ આવ્યું, પણ આલોચકો ખાસ ઉત્સાહિત નહોતા. અનેક એનએફેલ કોમેન્ટેટરોએ તો એવું કહ્યું કે સ્વિફ્ટની હાજરીથી ખેલાડીઓની એકાગ્રતામાં ખલેલ પડે છે અને તેમનું ધ્યાન રમતમાંથી હટીને સેલિબ્રિટી કવરેજ તરફ ખેંચાતું રહે છે. આ આલોચના વધુ ઉગ્ર ત્યારે બની જ્યારે ફેબુ્રઆરી ૨૦૨૫માં ગત સીઝનની સુપર બાઉલ દરમ્યાન ફિલાડેલ્ફિયા ઈગલ્સ સામે ચીફ્સની ભારે હાર થતા દર્શકોના એક વિભાગમાંથી કેલ્સનો હુરિયો બોલાવવામાં આવ્યો.
એટલું તો સ્પષ્ટ છે કે સ્વિફ્ટ અથવા કેલ્સ બંનેમાંથી કોઈને અંગત પ્રસિદ્ધિની ઈચ્છા નથી. પરિસ્થિતિ વધુ વિકટ ત્યારે બની જ્યારે સ્વિફ્ટની સુરક્ષા સાથે ચેડા થયાની અફવાઓ ફેલાઈ. દરમ્યાન ટ્રેવિસ કેલ્સ હાલ વ્યાવસાયિક મૂંઝવણમાં મુકાયો છે. કેલ્સે સ્પષ્ટતા કરી કે તેની પ્રાથમિકતા કાયમ તેની ટીમ રહી છે. હું હવે મીડિયા પર નહિ પણ ટીમ પર ધ્યાન આપવા માગુ છું.


