કાશ્મીરને ફરી પાછી કોની નજર લાગી ગઈ?
પહેલગામ આતંકવાદી હુમલાનો વળતો જવાબ આપવા માટે પર્યાપ્ત પગલાં લેવાની શરૂઆત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જડબાતોડ જવાબ આપવાનું વચન આપ્યું છે અને તેઓ તે અંગે પ્રતિબધ્ધ છે ત્યારે પહેલગામથી ગુલમર્ગ અને સોનમર્ગ સુધીના સુંદર નૈસર્ગિક દ્રશ્યોની સુંદરતાના અદ્ભૂત દ્રશ્યોથી પોતાની ફિલ્મોની નવી તાદગીનો તો અત્યાર સુધી અનેક ફિલ્મસર્જકોએ ઉપયોગ કર્યો છે. 'રોઝા'થી માંડીને 'ગ્રાઉન્ડ ઝીરો' ફિલ્મ સુધી સંકળાયેલા લોકોને મન કાશ્મીર શું છે- તેની નજાકત કેવી છે, તેમના હૃદયમાં કાશ્મીરનું શું મહત્ત્વ છે, તેની જાણકારી આપી છે, એ આજના સંવેદનશીલ સમયમાં લોકો માટે અનેરી તૃપ્તિ સાબિત થશે.
કાશ્મીરમાં શુટિંગ વિશે વાત કરતાં ફિલ્મસર્જક સુધીર મિશ્રા કહે છે, 'અમે તનાવનું મોટાભાગનું શુટિંગ પહેલગામ, શ્રીનગર અને સોનમર્ગમાં કર્યું હતું. અમને તો લાગ્યું લોકો ખરેખર સ્વાગત કરી રહ્યા છે. મને કાશ્મીરીઓ ખૂબ જ ગમે છે. તેઓ ખરેખર દયાળુ લોકો છે. તેઓ ઉષ્માસભર તો છે જ સાથે તેઓ ખૂબ દુ:ખી પણ છે. તેથી તમારે તેમની સાથે એ ચોક્કસ લય સાથે કામ કરવું પડશે. મેં માનવીય પાસાંને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. તનાવ બનાવ્યા પછી હું કાશ્મીરને વધુ સારી રીતે સમજું છું. હું મારા પાત્રો દ્વારા કાશ્મીર સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો છું. જ્યારે હું વેબ સીરિઝ કે ફિલ્મોનું શુટિંગ કરું છું ત્યારે મારે મારા માતા, ભાઈ, પુત્રની પીડા અનુભવવી પડે છે, જેમાં સંઘર્ષના ક્ષેત્રો પણ આવે છે, જે જટિલ હોય છે.'
૧૯૬૪માં બનેલી 'કાશ્મીર કી કલી' અને ૧૯૭૬માં આવેલી 'કભી કભી' ફિલ્મ જેવી પાશ્ચાદ્ભૂ આ ફિલ્મ નહીં ધરાવતી હોય, પણ ૨૦૧૮માં રિલિઝ થયેલી 'લૈલા મજનુ' તેના સમયની નોખી ફિલ્મ બની હતી. શ્રીનગરના એક થિયેટરના સ્ટાફ મેમ્બરે જણાવ્યું, 'ગયા વર્ષે આ ફિલ્મ રિ-રિલિઝ કરવામાં આવી ત્યારે તે મહિનાઓ સુધી હાઉસફુલ રહી હતી. આ ફિલ્મમાં કાશ્મીરની સંસ્કૃતિ અને પરંપરા દાખવવામાં આવી હતી. આ બાબત કાશ્મીરની યુવા પેઢીને ખૂબ જ સ્પર્શી ગઈ અને તેમને લાગ્યું કે આ તો અમારી જ ફિલ્મ છે. અમે 'લૈલા-મજનુ' ફિલ્મનું શુટિંગ નિશાંત બાગ, ઝીરો બ્રિગેડ, નિગિન લેક, ખિલાનમાર્ગ, ઉપરાંત પહેલગામ અને શ્રીનગરમાં કર્યું હતું અને કાશ્મીર ભરના લોકો આ બાબતનો આનંદ મામવા ફિલ્મ જોવા આવતા અને તેમણે થિયેટરને હાઉસફુલ બનાવ્યા હતા,' એમ તેણે વધુમાં ઉમેર્યું હતું.
'ગ્રાઉન્ડ ઝીરો'ના સહનિર્માતા અરહાન બગાતી શેર કરે છે, 'શરૂઆતમાં અમે આ ફિલ્મના શુટિંગ માટે ઘણા સ્થળોની ચર્ચા થઈ હતી, ત્યારે મારી પ્રતિક્રિયા હતી, કાશ્મીર કેમ નહીં? કારણ કે તે કાશ્મીરમાં સેટ થયેલી ફિલ્મ છે. મને લાગ્યું કે ફિલ્મ કરવાનો અધિકૃત માર્ગ કાશ્મીર જ છે અને કાશ્મીરમાં જ ફિલ્મ બનાવી વાસ્તવિક સ્થળો પર જવું છે. અમે તો એ સ્થળો પણ ગયા જ્યાં હાલમાં એન્કાુન્ટર થયું હતું તે અધિકૃતતા સીજીઆઈ સાથે બનાવી શકાતી નથી. 'ગ્રાઉન્ડ ઝીરો'નું ૮૦ ટકા શુટિંગ કાશ્મીરમાં થયું હતું. વહીવટ અત્યંત મદદરૂપ બન્યો હતો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસ પણ અનિવાર્ય હતી. માત્ર અમને વાસ્તવિક એન્કાઉન્ટર ક્યાં થયું એ બતાવવા જ નહીં, પણ સ્થળોની જાણકારી આપવી પણ જરૂરી હતી.
તાજેતરના વર્ષોમાં ગ્રાઉન્ડ ઝીરો, સામ બહાદુર અને લૈલા મજનુ જેવી ફિલ્મોનું પહેલગામમાં શુટિંગ થયું. જમ્મુ-કાશ્મીર ફિલ્મ નીતિ જ ૨૦૨૪માં અસ્તિત્વમાં આવી જેનો ઉદ્દેશ ફિલ્મનિર્માતાને આ પ્રદેશમાં સરળ પ્રવેશ આપવાનો હતો, જેમાં એલઓસીની નિકટ ગુરેજા અને તંગધાર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારો ખોલવામાં આવ્યા. સારી રીતે સમર્પિત - સંવર્ધિત ફિલ્મઉદ્યોગ સંપત્તિ સર્જન રોજગાર સર્જન અને જમ્મુ કાશ્મીરના લોકોની સંસ્કૃતિ અને અભિવ્યક્તિના સંરક્ષણ માટે એક અસરકારક સાધન અને પ્લેટફોર્મ બની શકે છે. 'ફિતુર' ફિલ્મનું શુટિંગ પણ શ્રીનગરમાં કરાયું હતું.