Get The App

સિદ્ધાર્થ હવે કોની સાથે ઇલુ ઇલુ કરશે?

Updated: Jan 9th, 2025

GS TEAM

Google News
Google News
સિદ્ધાર્થ હવે કોની સાથે ઇલુ ઇલુ કરશે? 1 - image


- શું 'પરમ સુંદરી' મિ. મલ્હોત્રાને રોમેન્ટિક હીરો તરીકે એસ્ટાબ્લિશ કરી શકશે?  

બોલિવુડનો શેરશાહ હવે  એક સુંદરી સાથે ઇલુ ઇલુ કરવાનો છે. આ સુંદરી છે, જાહ્નવી કપૂર. આ પ્રણયફાગ અલબત્ત, સ્ક્રીન પર ખેલાવાનો છે. આ ફિલ્મનું નામ છે, 'પરમ સુંદરી'.  ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલાં સૂત્રોના કહેવા મુજબ 'પરમ સુંદરી' ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના ડિસેમ્બરમાં દિલ્હીમાં શરૂ થઈ ચૂક્યું છે. ત્યારબાદ મુંબઇમાં પણ  ઘણા દિવસ સુધી  શૂટિંગ  થવાનું છે.  ફિલ્મનું દિગ્દર્શન તુષાર જલોટા કરશે. આ તુષાર જલોટા એટલે અભિષેક બચ્ચનવાળી 'દસવી' ફિલ્મથી  કારકિર્દી  શરૂ કરનારો યુવાન દિગ્દર્શક. 

સિદ્ધાર્થ મલ્હોત્રાએ અગાઉ એકાધિક રોમેન્ટિક કોમેડી કરી ચૂક્યો છે. 'હસી તો ફસી'માં પરિણીતી ચોપરા સાથે તો 'બાર બાર દેખો' ફિલ્મમાં કેટરીના કૈફ સાથે રોમાન્સ કર્યો છે. જોકે આ બંને ફિલ્મ થકી સિદ્ધાર્થ રોમેન્ટિક સ્ટાર તરીેકે જમાવટ ન કરી શક્યો.  હવે આ નવી 'પરમસુંદરી' ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને જાહ્નવી કપૂર સાથે પૂરબહારમાં રોમાન્સ કરવાની તક મળી છે.  આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા   દિલ્હીના મોટા બિઝનેસમેન પરમનું પાત્ર ભજવે છે, જ્યારે જાહ્નવી કપૂર કેરળની  કલાકાર સુંદરીની ભૂમિકામાં છે. 'પરમ સુંદરી'માં કૃતિ સેનનનો કેમિયો પણ હશે. 

જો સઘળું ટાઇમટેબલ અનુસાર આગળ વધ્યું તો આવતા મહિનાના અંતમાં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ જ સમજો. 

Tags :