Get The App

'શોલે'નાં 50 વરસ દરમિયાન ફિલ્મના ક્યા કલાકારોએ વિદાય લીધી?

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
'શોલે'નાં 50 વરસ દરમિયાન ફિલ્મના ક્યા કલાકારોએ વિદાય લીધી? 1 - image

ફિલ્મ શોલેના હાલ ૫૦ વરસની ઊજવણી થઇ રહી છે. તેવામાં તેમાં કામ કરનારા ૧૨ કલાકારોનાં નિધન થઇ ચુક્યા છે, જેમણે ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધર્મેન્દ્ર અને અમઝદ ખાનથી લઇને રામગઢને રોશન કરનારા સિતારાઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. 

ધર્મેન્દ્ર

ફિલ્મમાં જય-વીરૂની જોડીમાંનો વીરુનો રોલ નિભાવનાર ધર્મેન્દ્રનું હાલમાં જ ૨૪ નવેમ્બરના રોજ ૮૯ વરસની વયે નિધન થયું હતુ. ફિલ્મમાંના તેના યાદગાર ડાયલોગ, બસંતી ઇન કુત્તોં કે સામને મત નાચના આજે પણ સૌથી મશહૂર વનૃલાઇનર્સમાંનો એક છે. 

અમજદ ખાન

ફિલ્મના મુખ્ય વિલન ગબ્બર સિંહના રોલમાં અમઝદ ખાને લોકપ્રિયતા મેળવી હતી જે બોલિવુડના ઇતિહાસમાં બેમિસાલ રહેશે. આ અભિનેતાનું ૧૯૯૨માં નિધન થઇ ગયું હતું. કિતને આદમી થે ? તેનું આ વન-લાઇનર આજે પણ લોકો યાદ કરે છે.

સંજીવ કુમાર

ઠાકુર બલદેવસિંહની ભૂમિકાનો રોલ સંજીવ કુમારે કર્યો હતો. જેનું ૪૭ વરસની વયે ૧૯૮૫માં નિધન થઇ ગયું હતું. 

અસરાની

ફિલ્મ શોલેમાં જેલરની ભૂમિકામા અસરાની એ કોમેડીનો તડકો  લગાડયો હતો. જેનું અવસાન ૨૦ ઓકટોબર, ૨૦૨૬ના રોજ થયું હતું. 

ઇફ્તિખાર

ઇફ્તિયારને ૭૦-૮૦ના દાયકાના પોલીસ અધિકારીના રોલ માટે ઓળખવામાં ાવતો હતો. તેણે ફિલ્મ શોલેમાં રાધાના પિતા ઇન્સપેકટર નર્મલાજીની ભૂમિકા ભજવી હતી. જેનું નિધન ૧૯૯૫માં થયું હતું. 

સત્યેન કપ્પૂ

સત્યેન કપ્પૂએ ફિલ્મ શોલેમાં ઠાકુરના સેવર રામલાલની ભૂમિકા ભજવી હતી. જેનું નિધન ૨૦૦૭માં થયું હતું. 

મેક મોહન

મેક મોહને ફિલ્મમાં ગબ્બરસિંહની ગેન્ગનો પ્રમાણિક વ્યક્તિ હતો. જેણે સાંભાની ભૂમિકા ભજવી હતી તેને આજે પણ લોકો યાદ કરે છે. ગબ્બર સિંહનો યાદગાર ડાયલોગ અરે ઓ સાંમ્બા અમારે પર સરકારને કિતના ઇનામ રખા હૈ ? આજે પણ લોકોને યાદ છે. જેનું નિધન ૨૦૧૦માં  થયું હતુ.ં

એ. કે. હંગલ

ફિલ્મમાં ઇમામ સાહબનો પ્રજ્ઞાાચક્ષુનો રોલ તો. જેના પુત્રના મૃત્યુ સમયના કલ્પાંતને યાદ કરતાં લોકોની આંખમા ંઆજે પણ અશ્રુ આવી જાય છે. તેનું નિધન ૨૦૧૨માં થયું હતું. 

જગદીપ

શોલેમાં રામગઢના શેરહુલ વાલે, બાતુની ઘુમક્કડ સૂરમા ભોપાલીની ભૂમિકા ભજવી હતી. જેનું નિધન ૨૦૨૦માં થયું હતું. 

લીલા મિશ્રા

શોેલેની મૌસીના રોલને જીવંત કરી ગઇ અને તેનું અવસાન ૧૯૮૮માં થયું હતું. 

વિજુ ખોટે

વિજુ ખોટે એ ફિલ્મમાં કાલિયા નામનો રોલ કર્યો હતો.જેનું નિધન ૨૦૧૯માં થયું હતું. જેનો યાદગાર ડાયલોગ સરદાર મૈંને આપકા નમક ખાયા હૈ યાદગાર બની ગયો છે.

કેષ્ટો મુખર્જી

ફિલ્મમા કેષ્ટ્રો મુખર્જીનો હરિરામ નાઇકનો રોલ હતો. જે જેલના નાઇ તપીરે કામકરતો હતો.  જેનું કોમિંક ટાઇમિંગ અને સંવાદો લોકપ્રિય થયા હતા. જેમનું નિધન ૧૯૮૨મા થયું હતું.