Get The App

યે ક્યા હો રહા હૈ, જેનિફર લોપેઝ? .

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
યે ક્યા હો રહા હૈ, જેનિફર લોપેઝ?                                    . 1 - image

જેનિફર લોપેઝ  યા તો જે-લો ક્યારેય સ્પોટલાઈટથી દૂર જઈ શકતી નથી, પણ તાજેતરમાં પોલેન્ડના વોરસો શહેરમાં તેની કોન્સર્ટમાં થઈ ગયેલા વોર્ડરોબ માલફંક્શને ચર્ચા જગાવી છે. હજારો ચાહકોની સામે તે સ્ટેજ પર આવી, એક ડાન્સરે તેનું બિકિની ટોપ સરખું કર્યું, પણ થોડી જ પળોમાં તેનું સ્કર્ટ નાટયાત્મક રીતે નીકળી ગયું. જે-લો ભીડની સામે માત્ર ગોલ્ડન હોટ પેન્ટમાં રહી ગઈ. દર્શકોએ  ચિચિયારીઓ પાડી. જેનિફર હસી પડી, ને મીડિયાને જલસો પડી ગયો. જેનિફરે જોકે આખી વાતને રમૂજ કરીને સંભાળી લીધી. એક ઘટના જે અત્યંત ક્ષોભજનક બની શકી હોત, તે રમતિયાળ બની ગઈ. 

જોકે તરત આક્ષેપો પણ થવા લાગ્યા: આ તો પબ્લિસિટી સ્ટન્ટ છે. જેનિફર સ્ટેજ પર આવી ત્યારે પેલી સાથી ડાન્સરે તેના ટોપ સાથે અડપલું શા માટે કર્યું હતું? જેનિફર વાસ્તવમાં વોર્ડરોબ માલફંક્શનનો સ્ટન્ટ કરીને મીડિયાનું ધ્યાન તેના અંગત જીવન પરથી હટાવવા માગતી હતી! 

એક્ટર બેન એફલેક સાથે લોપેઝના હાઈ પ્રોફાઈલ રોમાન્સે ત્યારે ચાહકોને ઉત્સુક કર્યા હતા. કપલે ૨૦૨૧માં તેમનો સંબંધ ફરી સજીવન કર્યો અને ૨૦૨૨માં લગ્ન કર્યાં. પણ આ પરીકથાનો ત્યારે અંત આવ્યો જ્યારે લોપેઝે ૨૦૨૪માં છૂટાછેડા માટે અરજી કરી અને આખરે ૨૦૨૫માં તેઓ છૂટા પડી ગયાં. ત્યારથી લોપેઝની એની લવલાઇફ માટે ખૂબ ટીકા થઈ રહી છે. 

લોપેઝ લાંબા સમયથી એક સેક્સ સિમ્બોલ પણ રહી છે. આ વોર્ડરોબ માલફંક્શનને કારણે આખી દુનિયાએ એ પણ જોઈ લીધું કે ૧૭ વરસનાં જોડિયાં સંતાનોની મા એવી જેનિફરે મસ્ત એબ્સ બનાવ્યાં છે.  

સ્માર્ટ!