Get The App

બોલિવુડની અભિનેત્રીઓ જ્યારે કોલ્ડ બલ્ડેડ કિલરની ભૂમિકા નિભાવે છે...

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
બોલિવુડની અભિનેત્રીઓ જ્યારે કોલ્ડ બલ્ડેડ કિલરની ભૂમિકા નિભાવે છે... 1 - image

- પ્રિયંકા ચોપડા 'સાત ખૂન માફ'માં પ્રેમની તલાશમાં સાત પુરુષો સાથે લગ્ન કરે છે. પરંતુ દરેક વખત પતિઓની કોઈક ને કોઈ ખામી ઘાતક સાબિત થાય છે.

ફિલ્મોમાં મોટા ભાગે  હત્યારાના રોલમાં પુરુષ વિલન જોવા મળતા હોય છે. પરંતુ બોલીવૂડની અમુક  હસીનાએ પોતાની માસુમ મુસ્કાન અને કાતિલ અદાઓથી ખૂની ખેલ પણ ખેલ્યા છે. 

કાજોલ

જ્યારે લેડી કિલરની વાત આવતી હોય ત્યારે પહેલું નામ કાજોલનું આવતું હોય છે. ૧૯૯૭માં આવેલી ફિલ્મ ગુપ્તમાં તેણે માસૂમ ઇશાનું પાત્ર ભજવ્યું હતુ. ફિલ્મમાં કાજોલ ઝનુની પ્રેમિકાના રોલમાં હતી. ફિલ્મનું સૌથી મોટું ટ્વિસ્ટ એ જ હતું કે અંતમાં તેણે જ હત્યા કરી હતી. તે પોતાના પ્રેમને મેળવવા માટે સીરિયલ કિલર બની જતી દર્શાવામાં આવી હતી. તે પોતાના પ્રેમીનો સાવકા પિતાની હત્યાના આરોપથી બચવા માટે ઘણા ખૂન કરતી જોવા મળે છે. ફિલ્મના ક્લાઇમેક્સનો અંત જોઇને દર્શકોના રૃંવાટા ઊભા થઇ ગયા હતા.

કાજોલને ગુપ્તના કિલરના રોલ માટે બેસ્ટ વિલનનો રોલ પણ મળ્યો હતો. આવો એવોર્ડ મેળવનારી તે સમયે તે પ્રથમ અભિનેત્રી બની હતી. 

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિતનું મનમોહક મુસ્કાન અને ખૂબસૂરતીની સાથેસાથે નજાકત અને અદાઓ દર્શકોનુંદિલ જીતી જતી હોય છે. પરંતુ મિસિસ દેશપાંડે નામના શોમાં અભિનેત્રી સીરિયલ કિલર સીમા દેશપાંડેની ભૂમિકા ભજવી હતી. સીમા જેલમાં હોય છ ેત્યારે તેની સ્ટાઇલથી જ હત્યાઓ થઇ રહી હોવાથી પોલીસ તેને જેલમાંથી બહાર કાઢીને આ કેસ ઉકેલવામાં તેની મદદ લે છે. આ એક સાઇકોલોજિકલ થ્રિલર છે. માધુરી આ શોમાં  બિલકુલ નવા જ  રોલ જોવા મળે છે. 

પ્રિયંકા ચોપરા જોનસ

ગ્લોબલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરાએ ૨૦૧૧માં રિલીઝ થયેલી સાત ખૂન માફ માં સુઝેનનો રોલ કર્યો હતો જેણે પોતાના ૭ પતિને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા. સુઝેન પ્રેમની તલાશમાં સાત પુરુષો સાથે લગ્ન કરે છે. પરંતુ દરેક વખત પતિઓની ખામીઓ ઘાતક સાબિત થાય છે. આ ફિલ્મમાં અભિનેત્રીએ અલગ-અલગ વય અને રૂપમાં સાત રોલ ભજવ્યા છે.  

ઉર્મિલા માંતોડકર

ઉર્મિલા માંતોડકરે ૧૯૯૯માં કૌન ફિલ્મમાં કામ કર્યું હતું.આ ફિલ્મમાં તે સાઇકો કિલરની ભૂમિકામાં જોવા મળે છે. એક વરસાદની રાતમાં તેના ઘરે ડોરબેલ વાગે છે અને મનોજ બાજપાયી વરસાદથી બચવા રાતવાસો કરવાની વિનંતી કરે છે. ફિલ્મમાં ફક્ત એક ઘર અને ૩ પાત્રો જ દર્શાવામાં આવ્યા છે. મનોજ બાજપાયી પછી સુષાંત સિંહનું પાત્ર તેના ઘરમાં આવે છે અને  ફિલ્મની વાર્તા વધુ રહસ્યમય થઇ જાય છે. અભિનેત્રી ફિલ્મમાં સાઈકો કિલર બની છે. 

તબુ

૨૦૧૮ની ફિલ્મ અંધાધૂન  એક પ્રજ્ઞાાચક્ષુ પિયાનો વાદક આકાશ ખુરાના એટલે કે આયુષ્માન ખુરાના પર છે. જે વાસ્તવમાં નેત્રહીન હોવાનું નાટક કરતો હોય છે. અને એક અભિનેતાની હત્યાનો સાક્ષી બની જાય છે. તેના જીવનમાં સોફીનું પાત્ર ભજવતી રાધિકા આપ્ટે આવે છે અને તેને પ્રેમ કરી બેસે છે. એટલું જ નહીં તે રહસ્યમયી તબુની જાળમાંપણ ફસાઇ જાય છેે. આકાશ એક અભિનેતા પ્રમોદ સિંહાને ઘરે એક અંગત પાર્ટીમાં પિયાનો વગાડવા જાય છે. જ્યાં પ્રમોદની પત્ની  એટલે કે સિમી જેની ભૂમિકા તબુએ ભજવી છે. પાર્ટીમાં અચાનક પ્રમોદની હત્યા થઇ જાય છે.સિમી પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરે છે. પરંતુ વાર્તામાં પાત્રો વચ્ચે દગો અને સાજિશોનો ખેલ દર્શાવામાં આવ્યો છે.

અનુ અગ્રવાલ

અન અગ્રવાલની ૧૯૯૩ની ફિલ્મ ખલનાયિકામાં એક સીરિયલ કિલરની ભૂમિકા ભજવી છે. તેણે એક એવી મહિલાનો રોલ કર્યો છે જે મોટા-મોટા શમણાં જોતી હોય છે અને તેને પૂરા કરવા માટે પોતાની ખૂબસૂપતી અને માસૂમિયતનો ઉપયોગ કરીને દગો અને હત્યા જેવી હદ પાર કરતી હોય છે.