- 'જબ મૈં મુંબઈ મેં હોતા હૂંં, તો સબ સે જ્યાદા આગ્રા કી લેંગ્વેજ મિસ કરતા હૂં... ઔર જબ આગ્રા જાતા હૂં તો ટુરિસ્ટ કી ફીલિંગ કે સાથ જાતા હૂં. મૈં દોનોં શહરોં કે બીચ ખીંચા હુઆ હૂં...'
ઘણીવાર પાત્ર કલાકારો પર ગજબની મોેહિની પાથરી દે છે અને કલાકાર તેમાં જ તન્મય થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં કલાકારે ભૂમિકામાંથી બહાર નીકળવામાં ઘણી માનસિક તકલીફ સહેલી પડે છે. 'લાપતા લેડિઝ'ના સ્પર્શ શ્રીવાસ્તવની વાત કરીએ તો તેણે પણ કંઈક અંશે આવું જ અનુભવ્યું છે, એમ કહી શકાય. સ્પર્શ શ્રીવાસ્તવે સૌ પહેલીવાર 'લાપતા લેડિઝ' ની પટકથા વાંચી ત્યારે તેણે એકલા દીપકનું કેરેક્ટર જોયું જ નહોતું, જે તેની પત્નીને ટ્રેનમાં ગુમાવે છે. તેણે આખી ફિલ્મને એની સમગ્રતામાં જોઈ.
'દીપક કા જો કેરેક્ટર હૈ વો શુદ્ર મેં અપની લાઈફ કો ચલતા હૈ. આ પછી એ તેની પત્નીને ગુમાવે છે. એ આખી ફિલ્મમાં તે તેની પત્નીને જ શોધ્યા કરે છે. તે જ એક આખું પાત્ર છે,' આમ કહી તે ઉમેરે છે, 'બીજું કશું હતું જ નહીં, વધુ પતા નહીં ક્યો મુઝે કભી લગા હી નહીં કે યે કેવલ લેડિઝ કી ફિલ્મ હૈ. મુઝે હમેશાં લગા યે ઉતની હી મેરી ભી ફિલ્મ હૈ.'
સ્પર્શ શ્રીવાસ્તવને આગ્રા અને દિલ્હીમાં વીતાવેલા દિવસો ખૂબ યાદ આવે છે. બોલિવુડમાં પગપેસારો કરવા ઉપરાંત અહીં એ ઘણા વિષયો પર વાતો કરે છે...
અપને કેરેક્ટર કે સાથ ટાઈમ બિતાઓ ઉતના અચ્છા
સ્પર્શ કહે છે, 'મારી પ્રામાણિકતા દીપકાના પાત્રની આંખોમાં ઝળગકે છે. જિતના જ્યાદા આપ અપને કેરેક્ટર કે સાથ ટાઈમ બિતાને લગતે હૈ, વો આપ કે એક્ટિંગ મેં લે કે જરા ભી કરપ્ટ નહીં હૈ. મુઝે હમેશાં લગતા હૈ કિ યે ઉનકી હી નહીં મેરી ભી ફિલ્મ હૈ જિતની મેકર્સ કી.'
ફિલ્મ બની ગઈ પછી આમિર ખાનના ઘરે થયેલી મિટિંગ થઈ હતી તેને સ્પર્શ યાદ કરે છે. 'આમિર સરને બોલા, તું તારા પાત્રને કાગળમાંથી બહાર લાવ્યો છે.'
ફિલ્મ સર્જકો કલાકારને શોધે છે, નામને નહીં
ફિલ્મ ઉદ્યોગના લોકોના વર્તન અંગે સ્પર્શ વાતો કરે ત્યારે લાગે કે એણે ખાસ્સો અનુભવ મેળવી લીધો છે. 'લોકો કહે છે કે ઉદ્યોગમાં કોઈ સંતુલન નથી અને જુદા જુદા લોકો સાથે જુદું જુદું વર્તન કરવામાં આવે છે, પરંતુ આજ બહુત બદલ ગયા હૈ. ફિલ્મ સર્જકો કલાકારો ભણી નિહાળી રહ્યાં છે, નહીં કે નામો ભણી! કિરણ રાવ, સૌમેન્દ્ર પાધી, અને સોનમ નાયર દિગ્દર્શકો તો તેઓ સ્પોટ-બોય સાથે પણ એટલી જ ઉષ્માથીવર્તે છે એ મેં જોયું છે. કોઈ વ્યક્તિ ફક્ત એક કલાક માટે શૂટિંગ કરવા આવે છે ત્યારે પણ તેમનો વર્તાવ ઉષ્માસભર હોય છે. અબ જબ આગ્રા જાતા હું તો ટુરિસ્ટ કી ફિલિંગ કે સાથ જાતા હું. કામ કરવાનો આનંદ હજુ પણ મારી યાદોને રંગસભર બનાવે છે - પછી ભલે તે બાળપણમાં ૧૭ કલાકના રિહર્સલ કર્યાં હોય, કે પછી સમય ડાન્સ ક્લાસ માટે આગ્રા અને દિલ્હી વચ્ચે ફરવાનો હોય!
આઠ કે નવ વર્ષની વયે તે શામક દાવરના ડાન્સ ક્લાસ માટે દિલ્હી જતો અને હવે પણ એ પોતાની જાતને શહેરો વચ્ચે ફસાયેલો નિહાળે છે. 'જબ મૈં મુંબઈ મેં હોતા હું, તો સબ સે જ્યાદા આગ્રા કી લેંગ્વેજ મિસ કરતાં હું. ઔર જબ આગ્રા જાતા હું તો ટુરિસ્ટ કી ફિલિંગ કે સાથ જાતા હું,' સ્પર્શ કહે છે.
હું ખરેખર સારો ડાન્સર છું
સ્પર્શ કહે છે, 'સંવાદ કરતા જેને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, એ તો મૌન છે. મને એવી પરિસ્થિતિ ગમે છે જ્યાં મારે વધુ કહેવાની જરૂર નથી. હું મારા શરીર, આંખો, હલનચલન દ્વારા લાગણી વ્યક્ત કરી શકું છું, કારણ કે તે સરળ હોઈ શકે છે. હું ખરેખર સારો ડાન્સર છું.'
સ્પર્શ હસતા હસતા કબૂલે છે, 'એક સારા ડાન્સર બનવા માટે તમારે ઘણું બધું વ્યક્ત કરવું પડે છે. ૧૧ વર્ષની ઉંમરે મેં 'ચક ધૂમ ધૂમ' નામના એક રિયાલિટી શોમાં વિજય મેળવ્યો હતો અને તે પણ રોજના કલાકો સુધી રિહર્સલ કર્યાં પછી!'
'દુપહિયાં' વેબ શોમાં સ્પર્શે ઘાઘરા-ચોલીમાં ડાન્સ કર્યો હતો. 'ગણેશ આચાર્યે તેની કોરિયોગ્રાફી કરી હતી. સબ કો ઘાઘરા-ચોલી પહેલાને કે પરફોર્મ કરવાયા. પહેલા અમને લાગ્યું હતું કે બેકગ્રાઉન્ડ ડાન્સર્સ છોકરીઓ હશે, પરંતુ તેમનો વિચાર હતો કે બેકગ્રાઉન્ડ ડાન્સર્સને પણ પુરુષ તરીકે જ રાખવા. વેબ-શોમાં આવું ગીત હોવું ખરેખર અસામાન્ય છે...'


