એન્જલિના અને જોની યે રિશ્તા ક્યા કહલાતા હૈ...
હોલિવુડના શ્રેષ્ઠ કલાકારોએ સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર હંમેશા ચૂંબકીય કેમિસ્ટ્રી શેર કરી છે, પણ બહુ ઓછાં યુગલોએ એન્જલિના જોલ અને જોની ડેપ જેવો રસ અને અટકળો જન્માવ્યાં છે. 'ધી ટુરિસ્ટ' (૨૦૧૦)માં સાથે કામ કર્યાને દાયકા કરતા વધુ સમય વીતી ગયા પછી આ બન્ને ગ્લોબલ સ્ટાર આજકાલ એકબીજા સાથે ખાસ્સો એવો સમય ગાળી રહ્યાં છે. જાણભેદુઓ કહે છે કે, એન્જેલિના અને જોની છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન લોસ એન્જલસ અને લંડનમાં નિયમિતપણે મળી રહ્યાં છે.
શરુઆતમાં તો તેમની વચ્ચે માત્ર જૂના કલીગ જેવી દોસ્તી હતી, પણ ધીમે ધીમે એકબીજા પ્રત્યે લાગણી વિકસવા માગી. એનું કારણ પણ છે. બન્ને હાઇ પ્રોફાઇલ જીવન જીવે છે. બેન્નેના બહુ ખરાબ રીતે બ્રેકઅપ થયા છે. એમના લગ્નના ભંગાણની ખબરો મીડિયામાં એટલી હદે ઉછળી છે કે પૂછો વાત. મેઇનસ્ટ્રીમ મીડિયા અને સોશિયલ મીડિયાનું ધ્યાન સતત આ બન્ને પર તકાયેલું હોય છે. આ રીતે બન્ને સમદુખીયાં છે.
એન્જલિના અને જોની વચ્ચેની કેમિસ્ટ્રી આમ તો 'ધ ટુરિસ્ટ'ના સમયથી ચાલી આવી છે. એ સમયે બંને પોતપોતાના પાર્ટનર સાથે જોડાયેલાં હતાં - એન્જનલિના, બ્રેડ પિટ સાથે અને જોની, વાનેસે પેરેડાઇસ સાથે. એન્જલિના કાયમ જોનીના અભિનય અને આકર્ષક વ્યક્તિત્વની પ્રશંસક રહી છે. કહેવાય છે કે એક દિવસોમાં જ બન્ને વચ્ચે નજદિકીયાં ખાસ્સી વધી ગઈ હતી.
ઘણા ચાહકો માને છે કે જોની એની ભૂતપૂર્વ પત્ની અમ્બર પ્રત્યે આકર્ષયો એનું મોટું કારણ જ એન્જલિના હતી. શી રીતે? અમ્બરની પર્સનાલિટી એન્જિલના જોલી જેવી જ છે, અથવા તો હતી. સમજોને કે જોની ડેપને એમ્બરમાં એન્જલિનાની બીજી આવૃત્તિ દેખાતી હતી.
બન્નેના કોમન મિત્રો કહે છે કે ના રે ના, એન્જલિના અને જોની હજુ 'જસ્ટ ગુડ ફ્રેન્ડ્ઝ' જ છે. એમની વચ્ચે હજુ સુધી રોમેન્ટિક સંબંધ પાંગર્યો નથી. કહે છે કે એન્જલિના લાગણીના સ્તરે થોડું અંતર જાળવી રહી છે. જોકે એ જોનીને સાવ દૂર પર કરી દેવા માગતી નથી. એન્જલિના આમેય પોતાની પર્સનલ લાઇફને શક્ય એટલી ગુપ્ત રાખવામાં માને છે. બન્ને વચ્ચે માત્ર મિત્રભાવ જ વિકસતો રહેશે કે બન્ને 'કપલ' પણ બનશે એ તો સમય જ કહેશે!