Get The App

2026ના નવા વર્ષ માટે લીધેલા પેલા શુભ સંકલ્પોનું પછી શું થયું?

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
2026ના નવા વર્ષ માટે લીધેલા પેલા શુભ સંકલ્પોનું પછી શું થયું? 1 - image

- 2026નો આ બીજો મહિનો ચાલી રહ્યો છે. શું થયું નવા વર્ષના સંકલ્પોનું? ગૌરવ ખન્ના,  પ્રિયંકા ચહર ચૌધરી, સના મકબૂલ,અશ્નૂર કૌર, પાર્થ સમથાન હજુય પોઝિટિવિટીથી ભરપૂર છે...  

૨૦૨૬ ના નૂતન વર્ષના આગમન સાથે ઘણી વ્યક્તિઓ અમુક ખાસ સંકલ્પ લે છે. ઘણી વ્યક્તિઓ  પોતાના જીવનમાં નવી શરૂઆત, નવી દિશા, નવો વિચાર, નવ સર્જન વિશે સંકલ્પ લેતી હોય છે. 

 નવા વર્ષના આરંભ સાથે  આવા જ સંક્લ્પ હિન્દી ફિલ્મ જગતનાં અને ટેલિવિઝન સિરિયલોનાં   કલાકારોપણ લેતાં  હોય છે. ૨૦૨૬નો બીજો મહિનો ચાલી રહ્યો છે ત્યારે આવો,  પ્રિયંકા ચહર ચૌધરી, સના મકબૂલ, પાર્થ સમથાન, ગૌરવ ખન્ના, અશ્નુર  કૌર વગેરે કલાકારોએ પણ પોતાના જીવનમાં નવા  અને હકારાત્મક  પરિવર્તન માટે કેવા કેવા સંકલ્પો લીધા હતા તે યાદ કરીએ અને તેનું પછી શું થયું તે જોઈએ... 

*  પ્રિયંકા ચહર ચૌધરી 

ટીવીની દુનિયાની નાગીન બહુ ચર્ચામાં છે. એટલે કે ઉડારિયાં, ગઠબંધન,યહ હૈ ચાહતેં  વગેરે    ટીવી સિરિયલોમાં વિવિધ પાત્રો ભજવનારી  પ્રિયંકા ચહર ચૌધરી ખુશી વ્યક્ત કરતાં કહે છે, હા, મેં ૨૦૨૬ના નવા વર્ષના શુભારંગ સાથે મારી કારકિર્દીમાં  નવા પડકારનો સામનો મજબૂત મનોબળ  અને હકારાત્મક અભિગમથી કરવાનો સંકલ્પ લીધો છે. વળી, હું મારી અભિનય પ્રતિભા વધુ ઉજળી બને  તે દિશામાં પ્રયાસ કરીશ. સાથોસાથ મારી જિંદગીનો પણ વિકાસ કરીશ. 

મને   ૨૦૨૫ ના વર્ષમાં ઘણું ઘણું જાણવા -સમજવા મળ્યું છે. મને ગયા વર્ષમાં અમુક એવા અનુભવ પણ થયા છે જેમાં મારા મજબૂત આત્મવિશ્વાસથી સફળ રહી.

 * સના મકબુલ 

ઇસ પ્યાર કો ક્યા નામ દું અને વિષ ટીવી સિરિયલોની અભિનેત્રી,  ફિયર ફેક્ટર ઃ ખતરોં કે ખિલાડી અને બીગ બોસ જેવા ટીવી કાર્યક્રમોમાં પણ  હિસ્સો લેનારી સના મકબૂલ ભારે ઉત્સાહ સાથે કહે છે, મેં ૨૦૨૬ના નૂતન વર્ષમાં મારા આરોગ્યની જાળવણી અને સંતોષજનક કામ કરવાનો સંકલ્પ લીધો છે. હું સ્પષ્ટપણે માનું છું કે આપણાં તન-મન લીલાંછમ હશે તો જીવન અને કારકિર્દી પણ હરિયાળાં રહેશે.  હા,  હું આ નવા વર્ષે વધુ સારી અને પ્રભાવશાળી ભૂમિકાઓ માટે પણ તૈયાર રહીશ.  મને ૨૦૨૫ના વર્ષમાં  એવો સરસ અનુભવ થયો છે કે  અંગત જીવનમાં કે કારકિર્દીમાં ભલે પડકારો આવે પણ એક કે બીજી રીતે સહાયતા અને સફળતા જરૂર મળે છે.

 * ગૌરવ ખન્ના 

 બીગ બોસ (૧૯)નો વિજેતા,  યહ પ્યાર ના હોગા કમ અને અનુપમા ટીવી સિરિયલમાં મજેદાર  ભૂમિકા ભજવનારો ગૌરવ ખન્ના ભારોભાર ઉત્સાહ -ઉમંગ સાથે કહે છે, હું ૨૦૨૬ના નવા વર્ષે પણ નવી ઉર્જા અને હકારાત્મક અભિગમ સાથે કામ કરીશ. સતત  નવી નવી વાતો અને અભિનયના પાઠ શીખીશ. સાથોસાથ મારાં ચાહકો સાથે પણ સંપર્કમાં રહીશ કારણે કે મારાં ચાહકો જ મારો ઉત્સાહ વધારે છે. 

 * પાર્થ સમથાન 

 ગુમરાહ, કૈસી યહ યારિયાં, કસૌટી ઝિંદગી કી વગેરે ટીવી સિરિયલોમાં વિવિધ પાત્રો ભજવનારો પાર્થ સમથાન કહે  છે,  મને  સીઆઇડી સિરિયલમાં તક મળી  એટલે મારી અભિનય કારકિર્દીમાં નવો વળાંક આવ્યો છે. હું  હવે ૨૦૨૬ના નવા વર્ષે આ જ દિશામાં વધુ આગળ વધીશ. હું નવી તક માટે પણ ભારોભાર આશાવાદી  છું.  ૨૦૨૫નું વર્ષ મારા માટે બહુ જ પડકારરૂપ રહ્યું હતું.આમ છતાં આ જ પડકારોેમાંથી ઘણું શીખવા -સમજવા પણ મળ્યું છે. 

 * અશ્નુર કૌર 

 સાથ નિમાના સાથિયા, ના બોલે તુમ, ના મૈંને કુછ કહા, યહ રિશ્તા ક્યા કહલાતા હૈ, સુમન ઇન્દોરી વગેરે ટીવી સિરિયલોમાં મજેદાર પાત્રો ભજવનારી અને બીગ બોસ(૧૯)માં પણ હિસ્સોે લેનારી અશ્નુર કૌર કહે છે,  હું ૨૦૨૬ના નૂતન વર્ષમાં મારી જાતને શિસ્તબદ્ધ, સમજદાર, શાંત  બનાવવા ખરા અર્થમાં મહેનત કરીશ. અભિનયના નવા પાઠ શીખીશ. સાથોસાથ નવી નવી વાતો જાણવા-સમજવા પણ ઇચ્છું છું. 

હા,  મને ૨૦૨૫ના વર્ષમાં બરાબર સમજાયું કે એક અભિનેત્રી તરીકે મારા અભિનયમાં સાતત્ય હોવું બહુ જ જરૂરી છે.