- આપણી જેમ ફિલ્મસ્ટાર્સ પણ જાણે છે કે પડદા પર જે દેખાય છે એ બધું નકલી હોય છે, એટલે સિનેમાઘરમાં હોરર કે સસ્પેન્સ મૂવીનાં ડરામણાં દ્રશ્યો જોઈને ડરવાની જરુર નથી. આ હકીકત છે પણ છતાંય એક્ટર્સ અમુક સીન કે પાત્ર જોઈને ભયથી ભયથી થથરી જાય એવું બને છે. બોલિવુડના કેટલાક કલાકારોએ હિંમત કરીને પોતાના એ ધુ્રજારીભર્યા અનુભવો શેર કર્યાં છે, જે ખરેખર જાણવા જેવા છે....
મંદિરા બેદી
ભુલભૈલાયા (પાર્ટ-વન)માં વિદ્યા બાલને ભજવેલું મંજુલિકાનું પાત્ર ખરેખર યાદગાર છે. એને એ રોલમાં જોઈને મને આજેય શરીરમાં લખલખુ પસાર થઈ જાય છે. વિદ્યા આપણી એક અતુલનીય એક્ટ્રેસ છે અને એણે મૂવીમાં એ જે સહજતાથી એક સામાન્ય સ્ત્રીમાંથી મંજુલિકા બની જાય છે. આવું બ્રિલિયન્ટ પરર્ફોર્મન્સ તમારી સાથે ફિલ્મ પુરી થયા બાદ લાંબા સમય સુધી રહે છ.
અહાના કુમરા
મને હોરર ફેન્ટસી ફિલ્મ તુમ્બાડ બહુ ગમી. એ ગયા વરસ ફરીથી રિલીઝ થઈ એ મને બહુ ગમ્યું. બિગ સ્ક્રીન પર તુમ્બાડ ફરીતી જોવાનો અનુભવ અદ્ભૂત બની રહ્યો. જેને જોઈને આપણે ખરેખર ડરી જઈએ એવી હોરર ફિલ્મોની હું ફેન છુૂં. તુમ્બાડ દર્શકોને અદ્ભૂત રીતે ડરાવી દે છે.
શાંતનું મહેશ્વરી
મેં હમણાં અજય માધવનની શૈતાના ફિલ્મ જોઈ. એમાં જાદુટોના અને મેલી વિદ્યાથી કોઈના પર વશીકરણ કરવાનું જે રીતે ચિત્રણ કરાયું છે ખરેખર ઈમ્પ્રેસિવ છે અને લીધે હું છેક સુધી સ્ક્રીન પરથી નજર નહોતો હટાવી શક્યો.
અપારશક્તિ ખુરાના
નાનપણમાં હું હોરર- રોમાન્ટિક હિન્દી ફિલ્મ હન્ડ્રેડ ડેય્ઝ જોયા બાદ દિવસો સુધી ડરના માર્યા ઊંચી નહોતો શક્યો. એ જાયા બાદ હું ખરેખર ડરી ગયો હતો. ફિલ્મમાં એક જગમોહન નામનું પાત્ર હતું, જેણે મને ધુ્રજાવી દીદો હતો. ૧૦૦ ડેય્ઝમાં જેકી શ્રોફ, માધુરી દીક્ષિત અન ેજાવેદ જાફરી લીડ રોલમાં હતાં. એ મૂવીની અસર મારા પર દિવસો સુધી રહી હતી.
વરુણ શર્મા
૨૦૦૨માં આવેલી ફિલ્મ પૈકીની એક છે. કોણ જાણે કેમ પણ નાનપણમાં એ ફિલ્મ જોઈને હું બહુ ડરી જતો. બિપાસા બાસુ જે રિતે ઊડે છે એ સિકવન્સ બહુ ડરાવનારી હતી. રાઝ જોયા બાદ હું નિરીક્ષણ કરતો થયો કે લોકોના વાળ ખરેખર ઉડે છે ખરા! એક બાળક તરીકે એ ફિલ્મે મારા પર આટલો બધો પ્રભાવ પાડયો હતો.
અદા શર્મા
મારી પોતાની ફિલ્મ ૧૯૨૦ સાથે મારી કેટલીક ડરામણી યાદો જોડાયેલી છે. અમે ફિલ્મનું શૂટિંગ કરતા હતા ત્યારે મેં બધા સમક્ષ એવો દેખાડો કરે રાખ્યો હતો કે મને ભૂતનો જરાય ડર નથી લાગતો. ફિલ્મમાં એક એવોસીન છે જેમાં મને કોઈ આત્માનો વળગાડ વળગે છે, અને હું ૫૦ ફૂટના થાંભલા પર ચડી જાઉં છું. મને યાદ છે કે એ રાતે મને એવું ભયંકર સપનું આવ્યું કે હું શિંગડાવાળી ગરોળી બની ગઈ છું. ઉંઘમાં એ બહુ એકદમ રિયાલ લાગતું હતું. પછી એ ડરામણું સપનું મને વારંવાર આવવા લાગ્યું જે મારા માટે એક હોરિબલ એક્સપિરીયન્સ બની જતો.


