Get The App

આમિરની પુત્રી ઈરા ખાને પોતાની મેન્ટલ થેરાપી વિશે શું કહ્યું?

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
આમિરની પુત્રી ઈરા ખાને પોતાની મેન્ટલ થેરાપી વિશે શું કહ્યું? 1 - image

- 'મારા ચિકિત્સકને વિશ્વાસ છે કે મેં ઘણું બધુ શીખી લીધું છે. હું મારી જાતની જવાબદારીપૂર્વક  સંભાળ રાખી શકીશ. 

હું ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી રહી છું.' 

મિર ખાનની પુત્રી ઈરા ખાન જે લાંબા સમયથી મનોવૈજ્ઞાાનિક સમસ્યાનો સામનો કરી રહી હતી અને એ માટેની થેરાપિ ચાલતી હતી, તેમાંથી તે મુક્ત થઈ છે. ઈરા ખાને એક પોસ્ટ શેર કરી તેના ચાહકોને જણાવ્યું છે કે 'હું થેરાપિમાંથી મુક્ત થઈ છું. હું છેલ્લા આઠ વર્ષથી થેરાપિમાં વ્યસ્ત હતી.'

આમીર ખાનની દીકરી ઈરા ખાન માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલ્લેઆમ બોલવામાં ક્યારેય સંકોચ કરતી નથી. તેણે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને સમર્થન માટે સમર્પિત એક સંસ્થા પણ સ્થાપી છે. ઈરા ખાને તેની નવી પોસ્ટમાં અપડેટ શેર કર્યું છે, જેમાં ખુલાસો કર્યો છે કે તે હવે ઉપચાર હેઠળ નથી. તેની થેરાપિ પણ પૂરી થઈ ગઈ છે. આ સાથે જ તેણે ખુલાસો કર્યો છે કે આઠ વર્ષના મનોવિશ્લેષણમાં મારે અઠવાડિયામાં ત્રણ દિવસ થેરાપિ લેવી પડતી, પણ હવે હું તેમાંથી મુક્ત થઈ ગઈ છું. જો કે મારી દવા તો હજુ ચાલુ જ છે. ઈરાએ સમજાવ્યું કે મારા ચિકિત્સકને લાગ્યું કે હું પોતાની જાતે વ્યવસ્થા કરવા માટે તૈયાર છું. તેણીએ ઉમેર્યું કે હું ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી રહી છું અને ભવિષ્યમાં ડિપ્રેશનના એપિસોડનું સંચાલન કરવા સક્ષમ હોવું જરૂરી છે. જો કે જો જરૂર પડે તો તે મદદ માગવા માટે તૈયાર છે.

સોમવારે ઇરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તાજેતરની સહેલગાહની કેટલીક સુંદર અને આનંદિત તસવીર શેર કરી. તેની કેપ્શનમાં તેણે શેર કર્યું ૧૩ ઓક્ટોબરે મારો છેલ્લું થેરાપિ સેશન હતું. અઠવાડિયામાં ત્રણ વખત-આઠ વર્ષ સુધી મેં મનોવિશ્લેષણ કરાવ્યું. હવે થેરાપિમાં ન રહેવાનો અર્થ છે કે મને અને મારા ચિકિત્સકને વિશ્વાસ હતો કે મેં ઘણું બધુ શીખી લીધું છે. હું મારી જાતની જવાબદારીપૂર્વક  સંભાળ રાખી શકીશ. હું મારા ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવી 

રહી છું. 

ઘણા લોકોએ ઈરા ખાનની પ્રશંસા પણ કરી અને તેની હિંમતને દાદ આપી છે. જો કે કેટલાંક ઓનલાઈન યુઝર્સે તેને ઘણી ખરાબ રીતે ટ્રોલ કરી છે. જેમાં કેટલીક કોમેન્ટ તો એવી પણ છે, અબે યે તેરી ેહંસ જૈસી ટાંગે કો સંભાલ... તારા પગ ઘણાં જ ખરાબ છે. આવી તો ઘણી-ઘણી કમેન્ટ ઈરાની પોસ્ટ નીચે લખાઈ છે. 

આવી નકારાત્મક ટિપ્પણી છતાં ઈરા ખાનને તેમના ફેન્સ દ્વારા જબરદસ્ત સપોર્ટ મળ્યો છે. તેણે મેન્ટલ હેલ્થ માટે જે કંઈ કહ્યું છે, તેની પ્રશંસા કરી આવકાર પણ આપ્યો છે. એક યુઝર્સે લખ્યું ઃ ડિપ્રેશન માટે જાહેરમાં બોલવું એ તો એક શક્તિ છે, એક તાકાત છે. તમે આ શેર કરીને એકલતા અનુભવતા લોકોની મદદ કરી છે. અન્ય એક યુઝરે જણાવ્યું, તમારી થેરાપિ પૂરી થઈ એ માટે તો ગર્વ લેવા જેવી વાત છે અને આ સાથે જ એ પણ જણાઈ આવ્યું કે હિલિંગ ઈઝ પોસિબલ.

ટૂંકમાં, આમિર ખાનની સુપુત્રી હવે લીલા લહેર કરે છે...