બહુ ઓછા એક્ટર્સ ફિલ્મ મેકિંગની ટેક્નીકલી બાજુમાં રસ લે છે અને જે રસ લે છે એ વહેલા -મોડા ડિરેક્ટર બની જાય છે. આ વરસે પૃથ્વીરાજની બે ફિલ્મો રિલીઝ થઈ.દ એમાંની પહેલી પેન ઈન્ડિયા મૂવી 'એલર : એમપુરાન' નું એમણે ડિરેક્શન પણ કર્યું. ત્યાર બાદ કાજોલ સાથેની એમની 'સરઝમીન' આવી. પૃથ્વીરાજ માટે ડિરેક્ટર બનવાનો આ પહેલો અવસર હતો. એટલે હમણાં મિડિયાએ એમની ઉલટતપાસ લેતા પૂછ્યું. 'સર, એક ફિલ્મના ડિરેક્ટર બન્યા બાદ બીજી મૂવીના સેટ પર માત્ર એક્ટર બની રહેવાનું તમને કેટલું ડિફિકલ્ટ લાગે છે? એનો એક્ટરે આપેલો જવાબ પત્રકારોને આશ્ચર્યનો આંચકો આપે એવો હતો, 'ઈન માય કેસ, જસ્ટ અપોઝિટ હેઝ હેપન્ડ. મારી બાબતમાં સાવ જુદું જ થયું છે. હમણાં એક દિવસ હું (ડિરેક્ટર) એસ.એસ. રાજામૌલી સાથે એવી વાત કરતો હતો કે કોઈક અજીબ કારણસર હું ડિરેક્ટર બન્યો એ પહેલા ક્યારેક મારી અંદરના ટેક્નીશીયનને ચુપચાપ બેસાડવાનું મુશ્કેલ બની જતું. હું વારંવાર શૂટીંગના લોકેશન્સ પર જઈ યુનિટનો લોકો ત્યાં કેવાપ્રકારના સીન્સ શૂટ્સ કરવા ધારે એ જાણવા પ્રયાસ કરતો. પરંતુ નવાઈની વાત એ છે કે ડિરેક્ટર બન્યા પછી હવે હું ફક્ત એક્ટિંગ કરતો હોઉં ત્યારે મારી ટેક્નીકલ બાજુને સ્વિચ ઓફ્ફ કરવાનું મારા મટે બહુ ઈઝી બની ગયું છે.
૪૨ વરસનો કલાકાર પોતાના અનુભવનો વધુ વિસ્તાર કરતા કહે છે, 'હવે હું મારા ડિરેક્ટર પાસેથી તેઓ મારી પાસે શું કરાવવા માગે છે એટલું જ જાણવાની ઈચ્છા રાખું છું. એમાં મને બહુ મજા પડે છે. મેં સભાનતાપૂર્વક આવું વલણ અપનાવ્યું ચે કૈ કેમ એ હું જાણતો નતી. બસ એટલી ખબર છે કે ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ કર્યા બાદ મારા માટે સૌથી સહેલું કામ લોકેશન પર પહોંચી પોતાની અંદરના ટેક્નીશ્યનને કોરાણે મૂકી ફક્ત એક એક્ટર બની રહેવાનું છે. આય એમ રિયલી એન્જોયિંગ ધેટ.'
સરઝમીનમાં પૃથ્વીરાજ કાજોલ સાથે લીડ રોલમાં હતો. મજાની વાત એ છે કે એણે કાજોલની કઝિન રાની મુખરજી સાથે પોતાની ડેબ્યુ હિન્દી ફિલ્મ 'એય્યા' (૨૦૧૨) કરી હતી. પૃથ્વીરાજ કહે છે, ' બંને ફેન્ટાસ્ટિક એક્ટર્સ છે. એને કારણે એમના કો-સ્ટાર્સનું કામ ઘણું આસાન થઈ જાય છે. પર્ફોર્મન્સ તરીકે બંને અંત:સ્ફુરણાથી કામ લેતી અભિનેત્રીઓ છે.
ડિરેક્ટર એક્શન કહે ત્યારે એમને જે સ્ફુરે એવું તેઓ કરે. એને કારણે એમના દરેક ટેકમાં તમને કંઈક નવું જોવા મળે.


