Get The App

વિનય પાઠક ફિલ્મો સાથે રાજકારણ ન કરો, પ્લીઝ !

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
વિનય પાઠક ફિલ્મો સાથે રાજકારણ ન કરો, પ્લીઝ ! 1 - image

ઘણા  ઓછા કલાકારો હોય છે, જેઓ  સામે  ચાલીને ચાલતા રાજકારણ અંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવે  છે અને પોતાની પ્રતિક્રિયા  આપે છે. અભિનેતા  વિનય પાઠક  કંઈક નોખી  માટીના માનવી  છે. તેઓ કહે છે  ફિલ્મોને  ઘેરી લેનારા  રાજકીય વિવાદો  પર પોતાના વિચારો વ્યક્ત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરતા નથી.

વિનય પાઠકની આ વાત ઘણી  સાચી અને સારી છે. પ્રતીક ગાંદી અને પત્રલેખા અભિનીત  પોતાની 'ફૂલે' ફિલ્મનો  ઉલ્લેખ કરતાં  વિનય એવા   લોકોની  ટીકા કરે છે જેઓ ફિલ્મને જોયા વિના જ આક્રોશ ફેલાવે છે.  'મને  ફિલ્મનું  રાજકારણ કરવું ખૂબ જ ખરાબ લાગે છે. જો  તમને તે ગમતું નથી  તો તમે તે ફિલ્મ  જોવા જશો નહીં. પરંતુ  ફિલ્મની  ટીકા કરનારા  મોટાભાગના  લોકોએ  તો જોઈ જ નથી. આ અંગે  તો હું ખાતરી સુદ્ધાં આપી શકું છું.  આ તો તે લોકોની ખરાબ  આદતોમાંની એક છે. આ સાથે જ અભિનેતા ઉમેરે છે, 'સમાજ-સુધારક  જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર  આધારિત બાયોપિકમાં  'ફૂલે'માં પ્રતીક ગાંધી  અને પત્રલેખા  મુખ્ય ભૂમિકામાં હતાં.  સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)  જાતિ સંદર્ભે  પર વાંધો ઉઠાવવામાં આવતાં  ફિલ્મને શરૂઆતમાં વિલંબ થયો હતો,  જેેન કારણે  ફિલ્મની  ૧૧ એપ્રિલથી ૨૫ એપ્રિસ સુધી રિલીઝ લંબાઈ ગઈ હતી.   તાજેતરમાં  જ કમલ હસનની 'ઠગલાઈફ' પણ રાજકીય  ગરમાટો સહન કરવો પડયો છે.

'એક ખૂબ જ નાની ફિલ્મ 'ફૂલે' કોઈ  કારણ વગર ખોટી  રીતે ઉછાળવામાં આવી હતી,  પરંતુ જ્યારે  તે રિલીઝ થઈ  ત્યારે લોકોએતેેન ખૂબ પ્રેમ આપ્યો.  સરસ કન્ટેન્ટ,  સરસ સ્ટોરી ટેલિંગ  અને સરસ સિનેમા   તરીકે તેને વધાવવામાં આવી, એમ તેમણે   જણાવ્યું હતું.

૫૬ વર્ષના વિનય માને  છે કે  તેમણે  ડિજિટલ  વિવાદો અને  ઓનલાઈન  ટ્રોલ્સનો સામનો કરવાનું  શીખી લીધું  છે.  'મને લાગે  છે કે મેં તેને પાર કરી લીધું છે,' એમ  તેઓ વિન્મય રીતે  કહે છે, 'એવું નથી  કે ટ્રોલ્સ નવા રાક્ષસો  છે. હમેશાં  એવા લોકો જ રહ્યાં છે,  જેમને  તમારું કામ ગમશે નહીં. અને તેઓ ખાતરી  કરશે કે તમે તેના વિશે  જ સાંભળો.  પરંતુ હું દરેક  વસ્તુને ચપટી મીઠું સાથે લઉં છું.  તેથી  તેની વિશે કહીશ કે તેના વિશે ભાવનાત્મક  બનવાને બદલે તેના વિશે બુદ્ધિશાળી  બનો, એમ વિનય પાઠકે   ઉમેર્યું.