Get The App

વિક્રમ કોચર : મેં રંગભૂમિને કોરાણે મૂકી દીધી છે

Updated: Apr 3rd, 2025

GS TEAM

Google News
Google News
વિક્રમ કોચર : મેં રંગભૂમિને કોરાણે મૂકી દીધી છે 1 - image


'જ્યાં સુધી તમે પ્રખ્યાત ન બનો ત્યાં સુધી  લોકો તમને રસપૂર્વક ન  નિહાળે... અને જાણીતા બનવા અવિરત કામ કરવું પડે.'

'સેક્રેડ ગેમ્સ' નો 'માથુ', 'રક્તાંચલ'નો  શંકી પાંડે', 'ડંકી'નો 'બગ્ગૂ' એેટલે  વિક્રમ કોચર.  આ કલાકારે પોતાના પ્રત્યેક  પાત્રમાં જાન રેડી દીધો  છે.  થિયેટરથી  કારકિર્દીનો  આરંભ કરનાર વિક્રમ કળા-મનોરંજનના એક  પછી એક  માધ્યમોમાં  પગ પસારતો  ગયો.  થિયેટર પછી ટીવી,  ફિલ્મો અને વેબ સીરિઝો  સુધીના માધ્યમો સર કરનાર આ અભિનેતા  કહે છે કે  ખરેખર  તો  હું  મારું  પોતાનું  થિયેટર  ગુ્રપ  બનાવવા માગતો હતો.  મને સારી રીતે જાણ હતી   કે  થિયેટર સૌથી  ઓછું વળતર આપતું માધ્યમ  છે.  આવી સ્થિતિમાં  પૈસા કમાવવાના ઉદ્દેશ્યથી જ  ફિલ્મો  તરફ વળ્યો.  જો કે હાલના તબક્કે પોતાનું  થિયેટર  જૂધ  બનાવવાનું શમણું   કોરાણે  મૂકી દીધું છે.  આ કાર્ય  માટે મોટી જગ્યા  જોઈએ  અને મુંબઈમાં  જગ્યા  મેલવવી  ખાંડાની ધાર પર ચાલવા કરતાં   પણ વધુ  મુશ્કેલ  છે.

જો કે વિક્રમે  થિયેટરના  આરંભ  દિગ્દર્શનથી   કર્યો  હતો.  અભિનેતા  કહે છે કે  મને નિર્દેશનમાં  વધુ રસ હતો.   મને એમ પણ  લાગતું હતું કે હું જેટલો સારો  દિગ્દર્શક  બની શકું  તેમ છું એટલો સારો અભિનેતા  નહીં.   પરંતુ નેશનલ  સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના  બીજા વર્ષ  દરમિયાન  મને અભિનયનો   કોર્સ  કરવાનું સૂઝ્યું.  તેમાં  સ્કિલ્સ પણ વધુ  શીખવવામાં આવે છે.  હું મારી અભિનય  ક્ષમતાને  અજવાળે  એવી વ્યક્તિ પાસેથી  તાલીમ લેવા માગતો હતો. તે વખતે  મને એમ પણ લાગ્યું  હુતં કે અભિનય જ  એનએસડીનાં શ્રેષ્ઠ  કોર્સ  છે.  આ કોર્સ શરૂ કર્યો ત્યારે પ્રારંભિક  તબક્કે થોડો તાણમાં  રહેતો. મને એમ લાગતું    કે શ્રેષ્ઠ  અભિનય  કરતાં મને ઘણો સમય  લાગી જશ. મેં   ત્યાર પછી  જ હું સફળતાને વરીશ.  મને તેને માટે  પુષ્કળ ધીરજ રાખવી પડશે.

વિક્રમને એ વાતની  ખુશી  છે કે  લોકડાઉન પછી લોકો તેને ઓળખવા લાગ્યા   હતા.  પરંતુ 'ડંકી' એ  તેને ઓળખ આપવાનું   કામ કર્યું.  આનું  કારણ આપતાં વિક્રમ  કહે છે કે  આ ફિલ્મ  કમર્શિયલ   હોવાથી લોકોએ તેને ઝટ  ઓળખ્યો.  અભિનેતા  એમ પણ માને  છે કે   જો તમે સતત કામ કર્યાં  કરો તો લોકોની નજરે ચોક્કસપણે  ચડો.  હું લાગલગાટ  કામ કરવા જિદ્દે  ચડ્યો.  અને લોકો  મને પિછાણવા  લાગ્યાં.

વિક્રમે  વિવિધ  માધ્યમોમાં  કામ કર્યું  હોવાથી  સ્વાનુભવે  કહે છે  કે અભિનયને  ધાર આપવા  ફિલ્મો  ઉત્તમ માધ્યમ  ગણાય.  આનું  કારણ  આપતાં તે કહે છે કે   ટીવી પર દરરોજ  કામ કરવાનું હોવાથી   તમને તમારા કિરદારની  તૈયારી  માટે સમય ન મળે.  અહી તમે લાંબા કલાકો સુધી કામ કરતાં અને ઝપાટાભેર  પોતાના દ્રશ્યો  આપતાં  શીખી  શકો. પરંતુ  ફિલ્મોમાં  ઓછામાં ઓછા  બે મહિના  પહેલા  તમારા હાથમાં  પટકથા  આવી ગઈ  હોય એટલે  તમારા  પાત્રની તૈયારી  માટે તમને  પૂરતો  સમય  મળી રહે. 

ફિલ્મો  વિશેના  પોતાને  નિરિક્ષણને  રજૂ  કરતાં વિક્રમ  કહે  છે કે હવે સિનેમા  સર્જકો સેકન્ડ  સ્ક્રીનને  ધ્યાનમાં રાખીને  મૂવીઝ બનાવે છે.  દર્શકોની  પહેલી સ્ક્રીન  તેમનું મોબાઈલ છે. ત્યારબાદ  સિનેમાગૃહ કે ટીવી આવે છે. અને આમ થવું  સ્વાભાવિક  પણ છે.  આટલી મબલખ  વસતિ  ધરાવતા  આપણા દેશમાં  લોકોને રોજીરોટી   કમાવવા  પાછળ પુષ્કળ સમય આપવો પડે  છે. 

દર્શકો  પોતાના માનીતા ચહેરાને  વારંવાર  જોવા ઈચ્છે છે.  આ કારણે જ  વિક્રમ  કહે છે કે  કોઈપણ  કલાકાર માટે  ખ્યાતનામ  બનવું અત્યાવશ્યક  છે.  જ્યાં સુધી તમે પ્રખ્યાત ન બનો ત્યાં સુધી  લોકો તમને રસપૂર્વક ન  નિહાળે.  અને જાણીતા  બનવા   અવિરત  કામ  કરવું પડે.


Tags :