Get The App

બહોત અચ્છે, સૈયામી ખેર!

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
બહોત અચ્છે, સૈયામી ખેર! 1 - image

- 'આ રેસનો દરેક તબક્કો મને યાદ દેવડાવતો હતો કે માનવીનો દેહ અને એનું મગજ કેટલું શક્તિશાળી છે.  એમાં કેટલું સામર્થ્ય છે.'

- સૈયામી ખેરે એક વરસના ગાળામાં બે વખત ૭૦.૩ માઇલની અતિ કપરી ટ્રાયથેલોન રેસ  પૂરી કરીને રેકોર્ડ બનાવ્યો 

સૈ યામી ખેરને તમે ભારતની મિલેનીયમ વુમન કહી શકો. એક સર્વાંગી વ્યક્તિત્વ ધરાવતી પ્રગતિવાદી ભારતીય નારી. ૩૩ વરસની એક્ટર અને એથ્લીક સૌયામી એક પછી એક શિખર સર કરી રહી છે. 'ઘુમર' ફિલ્મમાં ખેરએ એક હાથ વિનમાની મહીલા ક્રિકેટરને પડદા પર જીવી બતાવી પોતાને એક ડિપેન્ડેબલ એક્ટરની કેટેગરીમાં મૂકી દીધી છે. આ ઉપરાંત  એથ્લીટ તરીકે હમણાં એણે એખ વરસથી પણ ઓછા ગાળામાં બે વાર આર્યન મેન ૭૦.૩ ટ્રાયથેલોન સફળતાપૂર્વક પુરી કરીને પોતાના ધૈર્ય, સાહસ અને ફિટનેસનો પરચો બતાવ્યો. એને પગલે સૈયામીને આર્યનમેન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાઇ છે. કોઇ પણ  એથ્લીક માટે આ વિશિષ્ટ અને મોટું બહુમાન ગણાય કારણ કે આર્યનમેન   ટ્રાયથેલોન દુનિયાની સૌથી મુશ્કેલ અને આકરી રેસ છે. આ ટ્રાયથે લોન વરસમાં બે વાર પુરી કરનાર સૌયામી એખ માત્ર ભારતીય એક્ટર છે.

હિન્દી સિનેમાની વિતેલા જમાનાની ટોપની એક્ટ્રેસ ઉષા કિરણની પૌત્રી સૈયામીને મલ્ટીપલ ટેલેન્ટ વારસામાં મળી છે. એના પિતા અદ્વૈત ખેર પોતાના સમયના જાણીતા મોડલ હતા જ્યારે એની માતા ઉત્તરા મ્હાત્રે ખૈર ફેમિના મિસ ઇન્ડિયા વિનર રહી ચુકી છે, જ્યારે એની ફઇ અને શબાના આઝમીની ભાભી તન્વી આઝમી એક વર્સેટીઇલ એક્ટ્રેસ છે.

નાસિકમાં જન્મેલી મિસ ખેરે સપ્ટેમ્બર, ૨૦૨૪મા પહેલી આર્યનમેન ટ્રાયથોલેન પુરી કરી. ગણતરીના મહીનાઓમાં જુલાઇ, ૨૦૨૫માં બીજી આર્યનમેન ટ્રાયથેલોન પુરી કરી એણે પોતાની શિસ્ત, ધૈર્ય અને ફિટનેસ માટેના પેશનના દર્શન કરાવ્યા. આમાં  સ્પર્ધકે પહેલું ૧.૯ કિમીનું અંતર સ્વિમીંગ કરીને, બીજુ ૯૦ કિ.મી.નું ડિસ્ટન્સ સાઇક્લિંગ કરીને અને છેલ્લા ૨૧.૧ કિમી. દોડીને કાપવાના હોય છે. આ બધું અંતર એક પછી એક કાપવું પડે છે, એના પરથી સાહસ કેટલું કપરું છે એનો અંદાજ લગાવી શકાય છે.

ખેરના સાહસ, સાતત્ય અનુે એની લગનીથી ઘણાંને ટ્રાયથેલોનમાં ભાગ લેવાની પ્રેરણા મળશે. એની સિદ્ધિની કદરરૂપે આર્યનમેન ઇન્ટરનેશનલ કમિટીએ એને આર્યનમેન ઇન્ડિયા એડિશનના ફેસ (બ્રાન્ડ એમ્બેસેડર) તરીકે પસંદ કરી છે. 

વિરલ બહુમાન બદલ  પોતાની કૃતજ્ઞાતા અને ભાવાવેશ વ્યક્ત કરતા સૈયામી ખેર કહે છે, 'આર્યનમેન ઇન્ડિયાનો ફેસ બનીને હું ગૌરવ અનુભવું છું અને ખૂબ ઉત્સાહમાં છું. આર્યન મેન ઇન્ડિયા ટ્રાયથેલોન ઇન્ડિયા ગોવામાં ૯મી નવેમ્બરે યોજાવાની છે, જેમાં દેશના વધુને વધુ સાહસિકો જોડાશે એવી મને આશા અને શ્રદ્ધા છે. મારી પોતાની સાહસ યાત્રા મારું પેશન, સાહસ અને કદી હાર ન માનવાના મારા અભિગમનું પ્રતીક છે. વરસથી ઓછા ગાળામાં બે વાર આર્યનમેન રેસ પૂરી કરીને મેં માત્ર રેકોર્ડસ નથી નોંધાવ્યા, પણ પોતાની મર્યાદાઓને ચેલેન્જ કરી છે. આ રેસનો દરેક તબક્કો મને યાદ દેવડાવતા હતા કે માનવીનો દેહ અને એનું મગજ કેટલું શક્તિશાળી છે. એમાં કેટલું સામર્થ્ય છે.  આશા છે કે મારું સાહસ વધુને વધુ દેશવાસીઓને અને ખાસ કરીને મહિલાઓને આ ધૈર્યની પરીક્ષા લેતી રેસમાં જોડાવા પ્રેરાશે.

શાબાશ, સૈયામી