૧. મનોજ કુમાર :
બોલિવુડના ભારત કુમાર એટલે કે મનોજ કુમારે ૨૦૨૫ની ૪, એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા.
૨. ઝુબીન ગર્ગ :
આસામના આ બેહદ લોકપ્રિય ગાયકે આસામ સહિત બંગાળી અને હિન્દી ફિલ્મોમાં પણ મીઠાં ગીતો ગાયાં છે. ઝુબીન ગર્ગનું અવસાન ૧૯ સપ્ટેમ્બરે સિંગાપોરમાં થયું હતું.
૩. ધર્મેન્દ્ર :
૨૦૨૫ની ૨૪, નવેમ્બરે ધર્મેન્દ્રે તેમના પરિવારને અને લાખો ચાહકોને ગુડબાય કહી દીધું હતું. ધર્મેન્દ્રના નિધન વિશે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આખા હિન્દી ફિલ્મ જગતને હૃદયાંજલિ આપી હતી.
૪.પંકજ ધીર :
પંકજ ધીર એટલે મહાભારત (બી.આર.ચોપરા)નો કર્ણ. પંકજ ધીરનું નિધન ગઇ ૧૫, ઓક્ટોબરે થયું હતું.
૫.શેફાલી જરીવાલા :
ટેલિવિઝન અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન ૨૦૨૫ની ૨૭, જૂને થયું હતું.
૬.મુકુલ દેવ :
મુકુલ દેવે હિન્દી અને પંજાબી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. ૨૦૨૫ની ૨૩, મેના રોજ મુકુલ દેવનું અવસાન થયું હતું.
૭.ગોવર્ધન અસરાની :
ગોવર્ધન અસરાની એટલે અંગ્રેજ કે જમાને કે જેલર. ૨૦૨૫ની ૨૦, આક્ટોબરના રોજ અવસાન થયું.
૮.કામિની કૌશલ:
અભિનેત્રી કામિની કૌશલનું ૧૪ નવેમ્બર, ૨૦૨૫ના રોજ અવસાન થયું. તેમણે દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂર જેવા દિગ્ગજો સાથે કામ કર્યું હતું.
૯.સતીષ શાહ :
પાક્કા ગુજરાતી સતીષ શાહે બોલીવુડમાં અને ટેલિવુડમાં એમ બંનેમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવીને માન -સન્માન મેળવ્યાં. તેમનું ૨૫ આક્ટોબરના રોજ અવસાન થયું.
આ ઉપરાંત * સુલક્ષણા પંડિત નું અવસાન ૨૦૨૫ની ૭, નવેમ્બરે થયું હતું. * પીયૂષ પાંડે : ભારતમાં અખબારોમાં અને ટેલિવિઝન પર રજૂ થતી જાહેરખબરોમાં સર્જનાત્મકતા, નવીનતા, બુદ્ધિગમ્ય અભિગમ, હાસ્યરસ વગેરે પરંપરા શરૂ કરવાનો યશ પીયૂષ પાંડને છે. ૨૦૨૫ની ૨૪, ઓક્ટોબરે એમનું ૭૦ વરસની વયે અવસાન થયું હતું. * વિરેન્દ્ર સિંહ ઘુમન : હિન્દી ફિલ્મોના કલાકાર ઉપરાંત કસરતબાજ પણ હતા. બોડી બિલ્ડિંગ ક્ષેત્રમાં તેમનું માન -સન્માન હતું. ૨૦૨૫ની ૯, ઓક્ટોબરે કાર્ડિયાક એરેસ્ટથી તેમનું અચાનક મૃત્યુ થયું હતું. * રિષભ ટંડન : પ્રતિભાશાળી ગાયક, લેખક, મ્યુઝિક કમ્પોઝર હતા. ગઇ ૨૧, ઓક્ટોબરે ગંભીર હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું.


