વરુણ બડોલા : ટીવી પર પાછા ફરતાં મને પાંચ વર્ષ લાગ્યાં!
અભિનેતા વરુણ બડોલાએ અર્થપૂર્ણ ભૂમિકા માટે સતત સંઘર્ષ કર્યો છે. અને એ માટે તેણે મોટા માધ્યમની પણ પરવા નતી કરી. 'મેરી ડેડી કી દુલ્હન' (એમડીકેડી) કર્યા પછી વરુણ બડોલાએ આ વાતનો ખાસ વિચાર કર્યો નહોતો. 'ઈત્તી સી ખુશી' સાથે લગભગ પાંચ વર્ષ પછી એ ટીવી પર ફરી પાછો આવે છે. આ અભિનેતા તેણે લાંબા સેવેલા મૌન બાદ હવે મોં ખોલે છે.
આ સંદર્ભે જ વરુણ કહે છે, 'મેં ખરેખર વિચાર્યુ ંહતું કે જો 'મેરે ડેડી કી દુલ્હન' પછી હું ઓફરોથી છલકાઈ ન જાઉં તો મને ઓછામાં ઓછું કંઈક અર્થપૂર્ણ ભૂમિકા તો મલશે, પરંતુ એવું કશું બન્યું નહીં. આ પછી મને ટીવી પર પાછા ફરતાં પાંચ વર્ષ લાગ્યાં.'
સામાન્ય રીતે લોકો ટેલિવિઝન પર મીઠું અને મરી ભભરાવેલા ટીવી શોઝ ટાળે છે. વરુણ બડોલાનો 'ઈત્તી સી ખુશી' લેવાના નિર્ણય પાછળનો મુખ્ય મુદ્દો પણ આ જ હતો. આ સંદર્ભે જ વરુણ કહે છે, 'એક અભિનેતાની દ્રષ્ટિએ સૌથી મોટો ફાયદો તો પાત્રમાં આવતી મુશ્કેલીનું સ્તર છે. તે જરાય સીધું કે સરળ નથી. હું હંમેશાં એ જ શોધું છું.
શું વય, અનુભવ કે પસંદગીમાં વધારો ભૂમિકા મેળવવાનું મુશ્કેલ બનાવે છે? આ પ્રશ્નના ઉત્તરમાં વરુણ કહે છે, 'આ એક સંયોજન છે 'એમડીકેડી' તો એક જોખમ છે. સામાન્ય રીતે લોકો તો ટેલવિઝન પર મીઠું ને મરી ભભરાવેલા શોઝ જોવાનું પસંદ કરતાં નથી. આ ઉપરાંત તેમણે મને શક્ય એટલું ખરાબ દેખાવાનું કહ્યું. મેં કહ્યું, 'ચોક્કસ. હું આ રીતે જ કરવા માગું છં. અને તે મારા સૌથી પ્રિય પાત્રોમાંનું એક બન્યું. આ નવા પાત્ર માટે પણ તેના પર ખોટી ચીજો ભભરાવાની કે નિષ્કલંક દેખાવાની જરૂર છે. હું સ્ટરિયોટાઈપ થઈ રહ્યો છું એવું નથી ભલે ને હું ઘણીવાર વાસ્તવિક અને સ્થિર ભૂમિકામાં જોવા મળું છું, પણ મને કોઈ બંધન નથી લાગતું. કે હું સ્ટિરિયોટાઈપ થઈ રહ્યો છું. પાત્રો એકબીજાથી અલગ છે. જે તેમને બાંધે છે.
એ જ તો પ્રામાણિકતા છે. વાસ્તવિક બનવાતી મારા પાત્રોને હમેશાં પ્રેક્ષકો સાથે જોડવામાં મદદ મળી છે. કારણ કે આ શો એવી વાર્તાથી નથી બન્યો.'
જ્યાં કૌટુંબિક વ્યવસાય રૃા. ૫૦૦ કરોડનો હોય અને દરેક જણ ઘરમાં જ બેઠા હોય! એવું પણ નથી કે મને આવા શોઝ તરફ વિરોધ છે. તેમાંથી કેટલાંક કામ કરે છે. અને શું ચળકાટ, ભવ્ય શોમાંથી એકનો ભાગ બનવામાં સહેલાઈ રહેશે- સરળતા રહેશે?
આ પ્રશ્નના જવાબ સમાપન કરે છે, ' કોઈએ મને ક્યારેય તેના વિશે પૂછયું નથી. ચાલો આપણે તેને તેના પર છોડી દઈએ. હું તે અંગે હા કહીશ કે ના તે એક અલગ વાત છે, પરંતુ કોઈએ પૂછ્યું નથી.'