- 'હું ખરેખર જે ઇચ્છું છું તે એ છે કે હું એક સારા કલાકાર તરીકે ઓળખાઉં, કારણ કે આ બાબત જ મને મારા કામમાં પ્રામાણિક રાખે છે.'
ટીવી કલાકાર વરુણ બદોલાએ લાંબી કારકિર્દી પૂરી કરી છે અને હજુય તે એક કલાકાર તરીકે મજબૂત રીતે જામેલો છે. તે અવનવી ભૂમિકાથી દર્શકોનું મનોરંજન કરતો આવ્યો છે. જોકે છેલ્લા પાંચ પછી એ ટીવી પર ફરી આવી રહ્યો છે, એ શોનું નામ છે 'ઈતની સી ખુશી'. આ શોમાં વરુણ છ બાળકોના દારૂડિયા પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે જે વ્યાવસાયે વકીલ છે.
આવું પાત્ર જે ખામીયુક્ત અને અનેકવિધ સ્તર ધરાવે છે, તેનાથી તમારી ઈમેજને હાનિ નથી પહોંચતી? આ પ્રશ્નનો ઉત્તર આપતાં વરુણ કહે છે, 'મેં મારા પહેલા શો 'ખુશી- એક અહેસાસ'માં એક માનસિક રીતે અસંતુલિત વ્યક્તિની ભૂમિકા ભજવી હતી. જો હું એવા પાત્રથી ડરી ગયો હોત તો કદીય અત્યાર સુધી મેં કરી એવી ભૂમિકા ભજવી જ શક્યો ન હોત. બેશક, મને ભય લાગ્યો હતો, પણ તેનાથી વધુ ભયાનક શું હોઈ શકે? અને મને તો હજુ પણ યાદ છે કે મારી પાસે એક વિકલ્પ હતો. હું તે ભૂમિકા માટે ના પાડી શક્યો હોત અને તે કર્યા વિના જતો રહ્યો હોત, પરંતુ હું હવે દોડીશ, તો દુનિયા કદાચ જાણશે કે નહીં, પરંતુ મને હંમેશા ખબર પડશે કે હું દોડયો છું અને મુંબઈ શા માટે આવ્યો હતો? કાં તો હું સેલિબ્રિટી બનવા આવ્યો છું કે અભિનેતા બનવા માટે. મેં કદીય મારી સ્ક્રીન-ઈમેજની ચિંતા કરી નથી. એ બંને વચ્ચે ખૂબ જ પાતળી રેખા છે અને તે ઘણીવાર ખૂબ જ ઝાંખી પડી જાય છે. આપણી બધી મહેનત સેલિબ્રિટી બનવાથી શરૂ થાય છે... અને કોણ તે નથી ઇચ્છતું? જો મને તક મળે તો હું પણ સેલિબ્રિટી બનવાનું પસંદ કરીશ.'
તો શું વરુણ ખુદને ઓલરેડી એક સેલિબ્રિટી માનતા નથી? આ પ્રશ્નના ઉત્તરમાં વરુણ કહે છે, 'મારું કામ અભિનય કરવાનું છે. શું મને એ દ્રષ્ટિએ જોવામાં આવે છે. સેલિબ્રિટી અથવા અભિનેતા તરીકે પર જ આધાર રાખવામાં આવે છે. હું ખરેખર જે ઇચ્છું છું તે એ છે કે હું એક સારા કલાકાર તરીકે ઓળખાઉં, કારણ કે આ બાબત જ મને મારા કામમાં પ્રામાણિક રાખે છે. જો મને મારા સારા કામ માટે ઓળખવામાં ન આવે તો તે એક સમસ્યા છે. સેલિબ્રિટી તરીકેનો ભાગ તો સાવ ક્ષણિક છે. તેથી જ મેં તેને કદી ગંભીરતાથી લીધું નથી. ૨૦ વર્ષ પહેલાં પણ એક તબીબ જે જીવન બચાવે છે તે પણ એક સેલિબ્રિટી છે. જો કે આપણે તેના વિશે વધુ વાત કરતા નથી. તેથી મારા માટે કોઈ કામ કરવું મહત્ત્વનું છે. ખરેખર મહત્ત્વનું તો એ છે કે સમાજમાં તમારું મૂલ્ય છે અને સમાજમાં મારા કરતાં વધુ લાયક લોકો છે, કોઈ પણ માન્યતા વિના શાંતિથી પોતાનું કામ કરે છે.'


