Get The App

વેલેન્ટાઈન ડે સ્પેશિયલઃ કલાકારોના જીવનમાં પ્રેમની પરિભાષા

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
વેલેન્ટાઈન ડે સ્પેશિયલઃ કલાકારોના જીવનમાં પ્રેમની પરિભાષા 1 - image

- વેલેન્ટાઈન  ડેની  મોસમ જ્યારે પૂરેપૂરી ખીલી  છે ત્યારે બોલિવુડના કલાકારો  પ્રેમ શબ્દની પોતપોતાની વ્યાખ્યા  આપે છે. તેમના માટે  પ્રેમ એટલે શું? સ્વાભાવિક રીતે જ તમામ કલાકારોએ સ્વીકાર્યું  કે એમના જીવનમાં  પ્રેમની લાગણીનું  અનેરું મહત્ત્વ છે. પ્રેમ વગર તો જીવન સૂનું થઈ જાય...  

શાહરૂખ ખાન   

 મને  ખુશી  છે કે જીવનમાં ગૌરી જેવી પ્રેમાળ પત્ની  મળી છે. ગૌરીની  પ્રમાણિકતા અને મારી લોકપ્રિયતાનો એને જ ગર્વ છે. એ બાબત મારા હૃદયને  સ્પર્શી  જાય છે. શાહરૂખે કહ્યું કે  ગૌરી મારી લોકપ્રિયતા  સમૃધ્ધિ કે 'અચિવમેન્ટ' ને કારણે  પ્રેમ નથી કરતી, પરંતુ હું એને ખુશ રાખવાનો   પૂરો  પ્રયત્ન કરું છું. એ એને ગમે  છે.  ગમે એટલી વ્યસ્તતા વચ્ચે હું  અચૂક એને હસાવતો રહું છું.  આ જ વાત એને મારી ઘણી નજીક લઈ આવે છે. તે હમેશાં મારા  જીવનના સકારાત્મક બદલાવનું  કારણ રહી છે. એકબીજાની નાની નાની વાતોનું  ધ્યાન રાખવું, મદદ કરવી, ટેકો આપવો, વિશ્વાસ રાખવો ઈત્યાદિ બાબતો અમારી પ્રેમાળ દુનિયાને  ઔર  ખૂબસુરત બનાવે  છે.

કરીના કપૂર  

 કરીનાનું કહેવું છે કે એને  હમેશાં પ્રેમાળભર્યું  જીવન પસાર કરવાની  જ ઈચ્છા રહી છે જૈ સૈફ બખૂબી નિભાવે  છે.  સૈફ એક ખુશમિજાજ પ્રેમી ઉપરાંત જવાબદાર અને સમજદાર પતિ પણ  છે. કરીનાએ   કહ્યું કે  ફિલ્મી કારકિર્દી હોય કે ઘરની જવાબદારી  સૈફ એને હમેશાં સપોેર્ટ કરે  છે. આ જ કારણોસર બંને વચ્ચે  પ્રેમ પ્રત્યેક દિવસે છે. વધુ ગાઢ થતો  હોય છે.

દીપિકા પદુકોણ 

 દીપિકા પદુકોણે પ્રેમની પરિભાષા વિશે વાત માંડતા કહ્યું કે તે  જૂના સ્કૂલના દિવસોનાં પ્રેમમાં વિશ્વાસ રાખે છે. પહેલો 'ક્રશ' એને  આજે પણ યાદ છે. કહ્યું કે તે  ફિલ્મોમાં  ભલે અલગ અલગ પાત્ર ભજવતી હોય પણ અંગત જીવનમાં તે ઘણી પરંપરાગત છે. આવી જ ભાવના એની પ્રેમ માટે  છે.   એનું  કહેવું  છે કે પ્રેમને કારણે જ આપણે  ઘણું  બધું શીખતા  અને  સમજતા હોઈએ છીએ. જાણે અજાણે  પ્રેમ આપણને  ઘણું બધું શીખવી દે છે એમ  દીપિકાએ  ઉમેર્યું હતું.

આમિર ખાન   

આમિર ખાનના મત મુજબ પ્રેમ  થતાની  સાથે જ વ્યક્તિના જીવનમાં  વસંતનો પગરવ થાય છે. એણે  કહ્યું કે જ્યારે તે ભૂતકાળના  પાના  ઉલટાવીને  જુએ છે ત્યારે તે પ્રેમના  પડાવને  યાદ કરીને  લાગણીશીલ બની જાય  છે. આમિર જ્યારે ૧૨ વર્ષનો હતો ત્યારે  તકે પોતાના કરતા મોટી યુવતીના પ્રેમમાં  પડયો હતો.  જો કે  બાદમા ંરિના એની  પ્રથમ પત્ની એના જીવનમાં  આવી ત્યારે એને પ્રેમની  ખરી પરિભાષા  સમજાઈ.  આમિરે  કહ્યું કે  પ્રેમ કોઈ પણ ઉમરે થઈ શકે છે.  એમાં વયની  કોઈ સીમા  નથી અને પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરવો પણ મુશ્કેલ છે.

અક્ષય કુમાર  

 અક્ષય કુમારનું કહેવું છે કે  ખુશ રહેવું, હસતા રહેવું એ જ ખરા અર્થમાં  જીવન  છે.

વિદ્યા બાલન  

વિદ્યા કહે છે કે જ્યારે તમે  કોઈના  પ્રેમમાં  પરિણમી  એમની ખબર બંનેમાંથી કોઈને ન પડી.  એ જોઈને   ઘણી   ખુશી થાય છે કે સિદ્ધાર્થ મારા કરતાં વધારે મારી ખુશીઓની પરવા  કરે છે. સિદ્ધાર્થને  આ બધુ કરતો જોઈ  એને વળી પાછું એનાં  પર મોહી પડવાનું મન થાય છે. 

હૃતિક રોશન  :

હૃતિક રોશન એક જ વ્યક્તિને  પૂરી  જિંદગી પ્રેમ કરવામાં વિશ્વાસ રાખે છે અને સ્વયં  એક રોમાન્ટિક  વ્યક્તિ છે એવું સ્વીકારે  છે. હૃતિકનું   કહેવું  છે કે પ્રેમ  અદ્ભૂત તત્ત્વ છે.  આમ છતાં ઘણીવાર ક્ષુલ્લક બાબતો પ્રેમ અને સંબંધમાં  મોટો અંતરાય ઉભો કરી દે છે. આથી  પ્રેમમાં  બ ંને વચ્ચે  સમજણ હોવી અનિવાર્ય  છે.

સોનમ કપૂર 

સોનમનું  કહેવું  છે કે જરૂરી નથી કે પ્રેમ  એક  જ  વ્યક્તિ સાથે થાય.   ઘણાં  લોકોને ઉંમરના  દરેક પડાવ પર બીજી કોઈ વ્યક્તિ મોહી પડે  છે.  આથી પ્રેમના  કોઈ નક્કર સિધ્ધાંત નથી.

રણબીર કપૂર 

 રણબીર કપૂરના  માનવા  પ્રમાણે  પ્રેમ દરેકના  જીવનનો મહત્ત્વનો  અને ખૂબસુરત હિસ્સો  હોય છે. તેમ જ દરેક વ્યક્તિ માટે પ્રેમની  પરિભાષા જુદી  જુદી  હોય છે જો કે એક વાત ચોક્કસ છે કે પ્રેમ જીવનનો પ્રત્યેક  પાસાને  ખૂબસુરત બનાવે  છે. 

પ્રિયંકા ચોપરા  

પ્રિયંકાને  ખૂબ જ વિશ્વાસ છે. તે કહે  છે કે પ્રેમ નિઃસ્વાર્થ અને  બિન-શરતી  હોય છે અને પ્રેમની બાબતમાં  દિલ જે કહે એ જ કરવું  જોઈએ. અને આમ પણ જ્રે બે વ્યક્તિ એકબીજાની નાની નાની બાબતોનું ધ્યાન રાખે તેઓ બંને મળીને એક સાચો નિર્ણય લઈ શકે  છે. એના મતે પ્રેમ સંપૂર્ણપણે  સામંજસ્ય અને સમજુતીના  પાયા પર ટકેલો  હોય  છે.

શાહિદ કપૂર   

શાહિદ કપૂર કહે છે કે પ્રેમ હૃદયથી થાય છે જ્યારે કોઈ  વ્યક્તિ બીજાના પ્રેમમાં પડે, ત્યારે તો દિવાનગીની  દરેક  હદને પાર કરવાની તમન્ના  ધરાવે  છે. પ્રેમ અને નશો અને બેચેની છે. અને હરહંમેશ એને મળવાની બેચેની અને બેકરારી રહે છે.

રાણી મુખરજી  

 રાણીના  મતે પ્રેમ એક જ ક્ષણમાં  થઈ જનારી ખૂબસુરત  ઘટના છે. અને પ્રેમમાં એટલી બધી તાકાત હોય છે કે તમને એકબીજાનો સાથ  જીવનભર નિભાવવાનો   અહેસાસ થવા માંડે  છે. આ જ પ્રેમની ખાસિયત છે. જો કે પહેલી નજરનો પ્રેમ  ક્યારેક ફક્ત આકર્ષણ માત્ર હોય એ પણ  શક્ય છે.

 એક બીજા સાથે સમય પસાર કર્યા બાદ જ પ્રેમ વધુ ગાઢ બને  છે.

ઈમરાન ખાન  

ઈમરાન કહે  છે કે જીવન જીવવા માટે પ્રેમ જરૂરી છે. તે એની પત્ની સાથે છેલ્લા બાર વર્ષથી સાથે છે અને  બંને વચ્ચે  કહ્યાં વગર જ  ઘણું  બધુ માત્ર ઈશારામાં સમજી જાય છે અને આ જ પ્રેમ  છે એવું એનું માનવુ  છે.