ઉર્વશી ધોળકિયા : હું જ મારી મિત્ર, હું જ મારી દુશ્મન
- 'એકબીજાની સરખામણી કરવાની રમત રમવા જેવી નથી. મેં ક્યારેય સ્પર્ધાની ચિંતા કરી નથી. હું મારી પોતાની શરતો પર જીવી છું. હું મારી જાતને અન્ય કોઈ સાથે સરખામણી કરવામાં સમય બગાડતી નથી'
'કસૌટી જિંદગી કી' સીરિયલની હોનહાર અભિનેત્રીને કોઈ સરળતાથી વિસારી દે એમ નથી. કોમોલિકા તરીકે તેણે ખૂબ ચાહના પ્રાપ્ત કરી રહી છે. ઉર્વશી ધોળકિયા એક પ્રતિભાસંપન્ન અભિનેત્રી તો છે, પણ તેને જે સાચું હોય તેને સત્ય તરીકે રજૂ કરવાની આદત છે. આ તેનો સ્વભાવગત ગુણ પણ છે, જેને લોકો સમજી શકતા નથી અને વિવાદ વધતો રહે છે. હજુ થોડા દિવસ પહેલા જ આ ગુજરાતી અભિનેત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે 'હું જ મારી પોતાની શ્રેષ્ઠ મિત્ર છું અને સાથે જ એટલી દુશ્મન છું.'
ઉર્વશી ધોળકિયાના આ નિવેદનનો તેના ફેન્સ, પ્રશંસકો અને દર્શકો અલગ-અલગ રીતે અર્થ કરી રહ્યા છે. એ સત્ય છે કે ઉર્વશીએ અત્યાર સુધી કર્યું, જે તેને ગમ્યું. હવે બની શકે ઉર્વશી ધોળકિયા તેના આ આઇકોનિક વેમ્પ ટેગમાંથી મુક્ત થવા માગે છે, સ્વતંત્ર થવા ઇચ્છે છે. ઉર્વશી આ વિશ્વને બતાવવા માગે છે કે તે કોમોલિકા કરતાં ઘણી વધારે છે. અનન્ય બુધ્ધિપ્રતિભા અને આકાંક્ષા ધરાવે છે. તેનું જીવન એક માત્ર ભૂમિકાથી જ બંધાઈ જતું નથી. તાજેતરના વર્ષોમાં જ તે જે ભૂમિકા સ્વીકારી રહી છે અને તેને ભજવી પણ રહી છે તેમાં તે પસંદગીયુક્ત રહી છે. જ્યારે યોગ્ય તક મળે છે ત્યારે હું ઉત્તર આપવા તૈયાર રહીશ, એમ ઉર્વશીએ જણાવ્યું હતું.
આ સંદર્ભમાં જ ઉર્વશીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને જેવી ભૂમિકા ભજવવી ગમે છે, એવી ભૂમિકા મળી રહી નથી? ઉર્વશી કહે છે, 'મને જે જોઈએ છે તે એ છે કે લોકો બોક્સની બહાર વિચારવાનું શરૂ કરે. હું 'પુષ્પા ઇમ્પોસિબલ'માં પોઝિટિવ-સકારાત્મક ભૂમિકા નિભાવું છું. કમનસીબે કોઈએ ક્યારેય મારા વિશે નકારાત્મક ભૂમિકા સિવાય અન્ય ભૂમિકામાં વિચાર્યું નથી. (માત્ર જે. ડી. મજેઠિયા અને આતિશ કાપડિયાને બાદ કરતા) બોક્સ ની બહાર જઈ વિચાર્યું અને મને કોઈક અલગ ભૂમિકામાં કાસ્ટ કરી છે. આ સાથે જ મને લાગે છે કે આપણએ બધાએ કસોટી ઉડતા રંગો સાથે પસાર કરીએ છીએ.'
આ સાથે ઉર્વશી એમ પણ જણાવે છે કે મને ખાતરી છે કે લોકો હવે મને અલગ દ્રષ્ટિકોણથી નિહાળશે. જ્યારે યોગ્ય તક આવશે ત્યારે હું જવાબ આપવા તૈયાર રહીશ. ત્યાં સુધી તો હું બેસી નહીં રહું અને ફરિયાદ કરતી રહું. કોમોલિકા એકમાત્ર ભૂમિકા નથી જે મને વ્યાખ્યાયિત કરે
ઉર્વશી વિશેની કોઈ પણ વાતચીત તેના પાત્ર કોમોલિકાના ઉલ્લેખ વિના પૂર્ણ થતી નથી. આથી જ ઘણાં લોકો હજુ પણ તેને તેની સાથે જોડે છે, છતાં તે તેનાથી પરેશાન નથી. 'હું હજુ પણ કોમોલિકાથી નાણાં કમાઈ રહી છું મને કોમોલિકા કહેવામાં કોઈ વાંધો નથી, પરંતુ તે એકમાત્ર પાત્ર નથી જે મને વ્યાખ્યાયિત કરે છે મારી પાસે આપવા માટે ઘણું બધું છે,' એમ ઉર્વશી ધોળકિયાએ જણાવ્યું હતું.
મારી પોતાની શરતો પર જીવી છું ગળાકાપ સ્પર્ધા ધરાવતાં આ ઉદ્યોગમાં ઉર્વશી તેના નિરર્થક વલણથી અલગ પડે છે. 'એકબીજાની સરખામણી કરવાની રમત રમવા જેવી નથી. મેં ક્યારેય સ્પર્ધાની ચિંતા કરી નથી. હું મારી પોતાની શરતો પર જીવી છું. મારા પોતાના નિયમો બનાવ્યા છે અને આગળ વધતી રહી છું. હું મારી પોતાની શ્રેષ્ઠ મિત્ર પણ છું અને દુશ્મન પણ છું. હું મારી જાતને અન્ય કોઈ સાથે સરખામણી કરવામાં સમય બગાડતી નથી. મને તેની જરૂર નથી કારણ કે હું હંમેશા મારી જાત પર જ ધ્યાન કેન્દ્રીત કરું છું,' એમ કોમોલિકા-ઉર્વશી ધોળકિયાએ જણાવ્યું છે.