જૂ ની ફિલ્મો થિયેટરોમાં ફરીથી રિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. એને પગલે રમેશ સિપ્પીની 'શોલે' પણ ૫૦ વરસે રી-રીલિઝ થઈ છે. જ્યારે રી-રીલિઝ થયેલી ઓલ્ડ કલ્ટ અને ક્લાસિક ફિલ્મોમાં 'રંગીલા' પણ કંઈ કમ નથી. રામ ગોપાલ વર્માની આ મૂવી ૩૦ વરસે ફરી સિનેમા ઘરોમાં જોવા મળી. રંગીલામાં બે મોટા સ્ટાર આમિર ખાન અને જેકી શ્રોફ હતા પણ એનો સૌથી વધુ લાભ એની નાયિકા ઊર્મિલા માંતોડકરને થયો. કદાચ એટલે જ એની રી-રિલીઝ ટાકણે એમના પ્રમોશનમાં ઉર્મિલા મોખરી રહી હતી. ખાસ કરીને મિડીયા ઈન્ટરવ્યુમાં વર્સેટાઈલ એક્ટ્રેસ પુરબહારમાં ખીલી.
પોતાની સૌથી સફળ મૂવી સાથે એક્ટરના ઘણા બધા સંસ્મરણો જોડાયેલા હોય એ સ્વાભાવિક છે. એટલે જ માંતોડકર જે રીતે રંગીલાને જુએ છે, મૂલવે છે એ રીતે કદાચ બીજું કોઈ જોઈ ન શકે. 'રંગીલાએ ખરું પૂછો તો મારી દુનિયા બદલી નાખી. હું રાતોરાત સ્ટાર બની ગઈ અને મને પ્રચંડ લોકચાહના મળી. એટલે જ હું માનું છું કે આપણા પરફોર્મિંગ આર્ટ્સમાં જે નવ રસો સામેલ છે એ આ મૂવીમાં પુરેપુરા ઝીલાયા છે. ફિલ્મના પાત્રો મારફત દર્શકોએ લગભગ દરેક પ્રકારની લાગણી અનુભૂતિ એવું કહી શકાય. નોંધવા જેવી મજાની વાત એ છે કે આખી ફિલ્મ સાવ મામૂલી બજેટમાં શૂટ કરાઈ હતી. એમ કોઈ ફોરેન લોકાલ્સ નહતો. આખી મૂવી મૂંબઈમાં અને થોડીક ગોવામાં શૂટ કરાઈ હતી. જીવનમાં જે મૂળભૂત સુંદરતા છે એનો હાર્દ ફિલ્મમાં અદ્ભૂત રીતે દર્શાવાયો છે. રંગીલામાં મિલીનું પાત્ર ભજવવું મારા માટે બહુ આસાન બની રહ્યું. કારણ કે એ મને ઘણું મળતં આવે છે,' એમ ઉર્મિલા કહે છે.
માતોંડકર કેટલીક સરસ ડાન્સર છે એ બધાએ પહેલીવાર રામુજીની ફિલ્મમાં જોયું. એ વિષયમાં વાત કરતા. એક્ટર કહે છે, 'રંગીલા'માં કોરિયોગ્રાફીએ નવી કેડી કંડારી. સદ્ગત સરોજ ખાને ફિલ્મના બે સોંગ્સ 'તન્હા, તન્હા' અને 'હાય રામા' કોરિયોગ્રાફ કર્યા. જ્યારે એ વખતે સાવ નવા સવા અહમદ ખાને પણ બ્રિલિયન્ટ સ્ટેપ્સ આપ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મની ઘણી સીકવન્સીસ વખતે કોઈ કોરિયોગ્રાફર નહોતા રખાયા. દાખલા તરીકે, 'પ્યાર યે જાને કૈસા હોતા હૈ, ગીતમાં મારે વ્હાઈટ સાડીમાં સિકવન્સ શૂટ કરવાની હતી. ત્યારે કોઈ કોરિયોગ્રાફર નહોતા એટલે મને કહેવાયું કે તમને મનમાં જે સૂઝે એવા સ્ટેપ્સ કરો. મેં આવડે એ રીતે મૂવમેન્ટ્સ કરી. બધાને તે ગમી પણ ખરી. એટલે જ સરોજ ખાને મને એકવાર કહ્યું હતું કે તને 'રંગીલા'માં કોરિયોગ્રાફર તરીકે ક્રેડિટ મળવી જોઈતી હતી.
ઉર્મિલા પાસેથી પત્રકારોને ઈન્ટર એક્શનમાં એક એવી વાત જાણવા મળી જેની ઈન્ડસ્ટ્રી બહારના લોકોને ખબર જ નથી. એના પર પ્રકાસ પાડતા આયુષ્યના પાંચમાં દસકમાં પ્રવેશી ચુકેલી એક્ટ્રેસ કહે છે, 'તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ફિલ્મ રિલીઝ થયા બાદ ફક્ત મારી જ નહિ, ઈન્ડસ્ટ્રીની બીજી એક્ટ્રેસોને ચુકવાતી ફી પણ વધી ગઈ હતી. આજે મેલ એક્ટર્સ સાથે પે-પેરિટીની વાત થાય છે પણ ત્યારે આવો કોઈ ઈશ્યુ નહોતો. આમિર ખાનને કેટલી રકમ ચુકવાઈ એની મને ખબર નથી. ે આ ફિલ્મ ફરી ત્યારે આમિર અને જેકી શ્રોફ ઓલરેડી મોટા સ્ટાર્સ હતા. હું પોતે પણ એમની ફેન હત.
'રંગીલા' બાદ મુંબઈની માંતોડકર એક ટેલેન્ટેડ એક્ટર તરીકે સ્થાપિત થઈ જતા એને એક બીજો ફાયદો પણ થયો. એને એવાં પાત્રો ભજવવા મળ્યાં જે સ્ટીરિયોટાઈપ્ડ નહોતાં. એ સંદર્ભ પર આવતા ઉર્મિલા કહે છે, 'આજે મને એ વાતનો બહુ ગર્વ છે કે મેં મારા સ્ટારડમનો બધા પર રૂઆબ ઝાડવા કે ખોટી રીતે મારી પ્રાઈસ વધારી દેવા ઉપયોગ નહોતો કર્યો. મેં એવી ફિલ્મો કરી જે બીજું કોઈ કરવા તૈયાર નહોતું થતું. મેં અલગ અલગ પાત્રો ભજવવા રિસ્ક લીધું અને પિંજર, પ્યાર તૂને ક્યા કિયા અને જુદાઈ જેવી મૂવીઝ કરી. 'રંગીલા'એ મને આ પ્રકારના પ્રોજેક્ટ્સ કરવાની તક આપી.
'રંગીલા' ઉર્મિલાએ પોતે કેટલીક વાર જોઈ છે? એ વિશે ખુલાસો કરતા અભિનેત્રી કહે છે, 'હકીકતમાં મેં રંગીલા લોકો માનતા હશે એટલી બધી વાર નથી જોઈ. તમારી જાણ ખાતર કહી દઉં કે હું આત્મશ્રધ્ધામાં સરી પડનારી વ્યક્તિ નથી. ખરું પૂછો તો મને પોતાની જાતને સ્ક્રીન પર જોવી બહુ પસંદ નથી. મારા માટે એટલું કાફી છે કે 'રંગીલા'નું નામ પડતા જ મારા ચહેરા પર સ્માઈલ આવી જાય છે.


