- 'પાછું વળીને જોઉં છું તો લાગે છે કે જે થયું એ સારા માટે થયું. હું આજે એક્ટર બનીને ખુશ છું. મજાની લાઈફ જીવું છું. અને દરેક પળને પુરેપુરી માણું છું. લાઈફ મેં ઈસસે જ્યાદા ઔર ક્યા ચાહિયે?'
નીરજ પાંડેની વેબ સીરિઝ 'સ્પેશ્યલ ઓપ્સ'ની બીજી સિઝનને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ સિરીઝે કે.કે. મેનનને ટોપ ક્લાસ એક્ટરની કેટેગરીમાં મૂકી દીધો છે. શોએ એક બીજા એક્ટરને પણ સારી એવી નામના અપાવી છે. રૉ એજન્ટ ફારુક અલીના રોલમાં કરન ટાકરે ભારે જમાવટ કરી છે. 'ખાકી: બિહાર ચેપ્ટર' થી જબર્જસ્ત ફોર્મમાં આવી ગયેલા એક્ટરે સ્પેશિયલ ઓપ્સ : સીઝન-૨ની સક્સેસની અમુક પસંદગીના મિડીયા સાથે હમણાં ઉજવણી કરી.
૩૯ વરસનો કરન કહે છે, 'સૌથી પહેલી વાત તો એ કે તમે રૉના એજન્ટ બન્યા બાદ તમારા ફેમિલીથી વિખુટા પડી જાવ છો. તમારી ખરી ઓળખ કોઈ જાણતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે અન્ડરકવર એજન્ટસ માત્ર પોતાનું નામ જ નથી બદલતા, પોતાની આખી હયાતિ ફેરવી નાખે છે. એજન્ટ પોતાની બોલવાની ઢબ અને પોતાના દેખાવ સહિત બધુ જ ચેન્જ કરી નાખે છે. આ બધુ કરવું કંઈ નાની માના ખેલ નથી. ઈટ્સ નોટ એન ઈઝી જોબ. અને
એજન્ટની પર્સનલ લાઈપ કે ફેમિલી જેવું કંઈ રહેતું નથી. એ કેટલું ટફ છે એનીસામાન્ય સિવિલિયન્સ કલ્પના પણ ન કરી શકે. શો માટે ઓડિશન્સના બે રાઉન્ડ થયા બાદ મારું સિલેક્શન થયું હતું.'
અનુમ ખેરની ફિલ્મ 'તન્વી : ધ ગ્રેટ'માં પણ કરનનુું કામ સારું એવું વખણાયું છે. આ પૃચ્છાના ઉત્તરમાં એક્ટર એક પ્રસંગ વાગોળે છે, 'હું એકવાર પ્રવાસમાં હતો ત્યારે અનુપમ સરનો મને કોલ આવ્યો. તેમણે મને કહ્યું કે તમે મુંબઈ પાછા ફર્યા બાદ મને મળજો. એમને મળ્યો અને એમણે મને ફિલ્મની સ્ક્રીપ્ટ સંભળાવી. નરેશન બાદ હું ેસ્ક્રીપ્ટ ઘરે લઈ ગયો અને એ ફરી વાંચ્યા બાદ મેં બે દિવસમાં કહી દીધું કે હું તમારી ફિલ્મ કરીશ. ઓટિઝમ વિશેની એક સુંદર સ્ટોરી છે. મને થયું કે માનસિક વિકાસને રૃંધતી આ જન્મજાત ખોડ વિશે લોકોમાં વધુ જાગૃતિ લાવવી જોઈએ. અને ફિલ્મમાં એક ગંભીર વાત મ્યુઝિકલ રીતે કહેવાઈ હોવાથી એ ફન બની રહે છે. મૈંને અનુપમ સરસે સબસે જ્યાદા શીખા. સૌ જાણે છે કે તેઓ ખુદ એક હરતી-ફરતી ટેક્સ્ટ બુક જેવા છે. એમની પેઢીના એક્ટર્સ કરીશ કે એમની પેઢીના એક્ટર્સ આજના એક્ટર્સ કરતાં ઘણા જુદા હતાં. ફિલ્મ મેકિંગનો સમગ્ર પ્રોસેસને તેઓ સાચા અર્થમાં એન્જોય કરતા. રિયલ લાઈફમાં એમની સાથે સંવાદ કરી તમે વધુ સારી વ્યક્તિ બની શકો. એ જ તમારો સૌથી મોટો શિરપાવ છે.'
બહુ ઓછાને એ વાતની ખબર છે કે ઘણાં વરસો પહેલા પંજાબી પુતર કરને પોતાના ડેડી સાથે એક બિઝનેસ શરૂ કર્યો હતો. મિડીયાએ તે બિઝનેસનું પછી શું થયું તે જાણવાની ઈચ્છા દર્શાવી. કરણે એ વિશે વાત કરી, ' સર, મૈને ૧૭ સાલ પહેલે મેરે ફાધર કે સાથ બિઝનેસ શરૂ કિયા થા. પરંતુ ૨૦૦૮માં આવેલી વિશ્વવ્યાપી મંદીને કારણે અમારો બિઝનેસ ચાલ્યો નહિ. ત્યારે અમે આર્થિક તંગીમાં મુકાયા અને એને લીધે કંઈક જુદુ કરવા પ્રેરાયો. પાછું વળીને જોઉં છું તો લાગે છે કે જે થયું એ સારા માટે થયું. હું આજે એક્ટર બનીને ખુશ છું. મજાની લાઈફ જીવું છું. અને દરેક પળને પુરેપુરી માણું છું. લાઈફ મેં ઈસસે જ્યાદા ઔર ક્યા ચાહિયે?'


