Get The App

તૃપ્તિ ડિમરી સ્મરે છે 'બુલબુલ'ની ખટમધુરી યાદો

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
તૃપ્તિ ડિમરી સ્મરે છે 'બુલબુલ'ની ખટમધુરી યાદો 1 - image

- 'એનિમલ'માં તૃપ્તિ ડિમરીનું  કેરેક્ટર એટલું હિટ થયું હતું કે મુખ્ય હિરોઈન રશ્મિકા મંદાના એક તરફ હડસેલાઈ ગયેલી. તૃપ્તિનો એ જાદુ એના ચાહકો આજે મિસ કરી રહ્યા છે... 

તૃપ્તિ  ડિમરી  એક અચ્છી  અભિનેત્રી  છે અને તેણે એવી ઘણી   ફિલ્મોમાં કામ કર્યું  છે,  જે  કદાચ અન્ય અભિનેત્રીઓ ન કરી શકે.  તેણે 'બુલબુલ' ફિલ્મમાં કરેલું કામ વિવેચકોએ પણ વખાણ્યુંં હતું.   ૨૦૨૦માં  'બુલબુલ' કર્યા પછી તેણે ૨૦૨૨માં  'કિલા'  ફિલ્મ  કરી જેના માટે  તેને ફિલ્મફેર  ઓટીટી  એવોર્ડ પણ  મળ્યો.  તેણે સૌ પહેલી  ફિલ્મ 'લૈલા-મજનુ' કરી હતી, જે ૨૦૧૮માં  આવી હતી.  જોકે આપણે અહીં વાત કરવી છે,  તૃપ્તિ ડીમરીએ  'બુલબુલ'માં મંત્રમુગ્ધ  અભિનય કરી  દર્શકોના મન મોહી લીધા હતાં, તેની. આ એક સુપરનેચરલ ફિલ્મ હતી. 

તૃપ્તિ ડીમરીએ  તેના ટેલિવિઝન સ્ક્રીનનો એક ફોટો  તાજેતરમાં  ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો  હતો. તેમાં 'બુલબુલ'માં તેણે જે  ભૂમિકા  ભજવી તેની વાતો લખી  છે.  તૃપ્તિએ લખ્યું  છે : આ  તે પ્રકારની રાત  છે... હું, બુલબુલ  અને થોડો નોસ્ટાલ્જિયા...' 

આ પછી તેણે ચંદ્રનો  એક ફોટો શેર કર્યો અને લખ્યું : 'બુલબુલ જોવાની  આફ્ટર  ઈફેક્ટ્સ!' 'બુલબુલ'માં અવિનાશ  તિવારી,   પાઓલી ડેમ, રાહુલ  બોઝ અને પરમબ્રાતા ચટ્ટોપાધ્યાય જેવા કલાકારો પણ  છે.  આ ફિલ્મનો સમયગાળો ૧૮૮૦ના  દાયકાના  બંગાળનો છે. આ  ફિલ્મ એક બાળકન્યાની  કથાની  આસપાસ  ફરે છે, જે નાનપણમાં  નિર્દોષ હોય છે અને વયસ્ક થતાં  તે મજબૂત મહિલા  બને છે. વાર્તા આ બાળકન્યાને અનુસરે  છે, જે એક રહસ્યમય સ્ત્રીમાં  પરિણમે  છે. આ સ્ત્રી તેનું ઘર, તેનું દુ:ખ  છુપાવીને  આગળ વધે  છે. આ સ્ત્રીના  ગામમાં  પુરુષોની   અકલ્પનીય હત્યા થતી રહે છે.

તૃપ્તિ ડીમરીની આ ફિલ્મ ઓટીટી પર અવેલેબલ છે અને જો હજુ સુધી ન જોઈ હોય તો જોવા જેવી છે. તૃપ્તિએ પછી તો ઘણી ફિલ્મો કરી.  'એનિમલ'માં એનું કેરેક્ટર એટલું હિટ થયું કે મુખ્ય હિરોઈન રશ્મિકા મંદાના એક તરફ હડસેલાઈ ગઈ. તૃપ્તિને 'રાષ્ટ્રીય ભાભી'નું બિરુદ મળ્યું.તે પછી એ  'બેડ ન્યુઝ', 'ભુલ ભુલૈયા-૩' માં  સહાયક અભિનેત્રી તરીકે દેખાઈ.  ગયા મહિને જ તે નાનકડું ક્યુટ ક્યુટ ગલુડિયું ઘરે લાવી છે. તૃપ્તિએ તેના ફોટા પર ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યાં છે.