ટીકુ તલસાણિયા : ફિટ રહેવું હશે તો લાઇફ સ્ટાઇલ બદલવી પડશે...
- 'મને ભૂતકાળ મમળાવ્યા કરવાનું ગમતું નથી. મેં મારી જીવનશૈલીમાં પરિવર્તન આણ્યું છે. આટલું જ નહીં, હું હવે પ્રયત્નપૂર્વક સ્ટ્રેસ-ફ્રી અને આનંદિત રહેવાની કોશિશ કરું છું...'
એનેકવિધ ફિલ્મો, ટીવી સીરિયલો, ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં દમદાર અભિનય કરનારા કોમેડિયન-કમ-સહકલાકાર ટીકુ તલસાણિયાએ થોડા દિવસ પહેલા જ એટલે કે જાન્યુઆરીમાં તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતું નિવેદન કર્યું હતું. આ પછી હવે તેઓ તેમના મગજની બીમારીમાંથી સ્વસ્થ થયા છે અને તેમણે સલાહ સુધ્ધાં આપી છે કે મારું સ્વાસ્થ્ય સુધર્યું તેનું કારણ મેં મારી જીવનશૈલીમાં જે પરિવર્તન આણ્યું તે છે. ટીકુ તલસાણિયા કહે છે, 'મને એન્યુરિઝમ (હેમોરહેજિક સ્ટ્રોક જે મગજને નુકસાન પહોંચાડે છે)થી પીડિત હતો. એ વેળા મારે હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. પ્રભુની કૃપાથી, હું હવે સ્વસ્થ થઈ ગયો છું. હકીકતમાં મેં લગભગ એક અઠવાડિયું પછી શુટિંગ શરૂ કર્યું છે.' 'ટીકુ તલસાણિયાને સ્વાસ્થ્ય સંબંધી ચિંતા હતી, પરંતુ મને ભૂતકાળમાં રહેવાનું પસંદ નથી. મેં મારી જીવનશૈલીમાં પરિવર્તન આણ્યું છે. આટલું જ નહીં હું ખુશ રહેવા પર ધ્યાન કેન્દ્રત કરી રહ્યો છું,' એમ તેણે જણાવ્યું હતું. 'શાંત રહેવા માટે પીસફૂલ અને આનંદિત રહેવાની તબીબની સલાહ મેં સ્વીકારી છે. તેમણે મને શાંત રહેવા માટે કહ્યું છે,' એમ તલસાણિયાએ જણાવ્યું હતું. છેલ્લે ટીકુ તલસાણિયા ફિલ્મ 'વિકી કા વો વાલા વીડિયો'માં જોવા મળ્યો હતો. આ સાથે જ તેઓ વધુમાં જણાવે છે, મારા માટે પ્રાર્થના કરનારા દરેકનો હું ઋણી છું અને તેને કારણે જ હું ફરી સ્વસ્થ્ય થયો છું. તેમને ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને ચાર દાયકા થઈ ગયા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કોઈના પ્રેમ અને સંભાળ વિના આ શક્ય નહોતું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ જીવનનિર્વાહ માટે ખૂબ મહેનત કરે છે. હું પણ અન્ય કલાકારોની જેમ ફિલ્મોમાં કામ કરતા જીવનનિર્વાહ માટે ખૂબ જ પરિશ્રમ કર્યો છે. આગામી ગુજરાતી ફિલ્મ 'જય માતાજી લેટ્સ રોક'માં ટીકુ તલસાણિયા જોવા મળશે. આ સાથે તેમને વિવિધ માધ્યમોમાં કામ કરવાનો અનેરો અનુભવ છે. બોલીવૂડની અનિશ્ચિતતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 'વિવિધ સ્ત્રોતોમાંથી સામગ્રીનો મોટો પ્રવાહ આવી રહ્યો છે અને તેથી જ્યારે ફિલ્મોની વાત આવે છે ત્યારે લોકો તેને પસંદ કરતા મન બગાડે છે. ફિલ્મોદ્યોગમાં દરેક વ્યક્તિ જીવન નિર્વાહ માટે સખત પરિશ્રમ કરે છે. આથી, એ મહત્વનું છે કે લોકોએ ફોન પર થોડી પળો વિતાવી ફિલ્મોને ખરાબ ગણવી ન જોઈએ,' એમણ તેમણે જણાવ્યું હતું.