Get The App

તિગ્માંશુ ધુલિયા : અત્યારની એક્શન ફિલ્મોમાં દેખાડાતી બિનજરૂરી હિંસા મને પસંદ નથી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
તિગ્માંશુ ધુલિયા : અત્યારની એક્શન ફિલ્મોમાં દેખાડાતી બિનજરૂરી હિંસા મને પસંદ નથી 1 - image

- 'હીરો અબ તો રાક્ષસ કી તરહ લગતે હૈ. લાંબા લાંબા વાળ અને દાઢી સાથે તેઓ રામાયણ અને મહાભારતમાં જોયેલા રાક્ષસો જેવા દેખાય છે. પતા નહીં, ક્યા હો રહા હૈ!' 

આજકાલ એક્શન-પેક્ડ ફિલ્મોમાં જે વ્યાપક હિંસા, રક્તપાત, અતિશય સ્નાયુબધ્ધતા (હાઈપર મસ્ક્યુલિનીટી) અને રફ એન્ટિ-હીરો લુકથી મોટી સમસ્યા ઉદ્ભવી રહી છે અને આ સમસ્યા અનુભવી રહ્યા છે, ફિલ્મનિર્માતા તિગ્માંશુ ધુલિયા! તેમની વાત કંઈક અંશે સાચી પણ છે. સુપરહિટ ફિલ્મોમાં સાવ રાક્ષસ જેવા દેખાતા હીરોને જે રીતે બોલાવવામાં આવે છે, તેનાથી પણ તેઓ આશ્ચર્યચકિત છે. 'બેશક આ હીરો બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કરી રહ્યા છે,' એમ પણ તિગ્માંશુ ધુલિયા કહે છે.

આ સંદર્ભે વધુ ખુલીને વાત કરતા આ ફિલ્મ-નિર્માતા એમ પણ કહે છે, 'આજની ફિલ્મો, જે વિપુલ પ્રમાણમાં બની રહી છે અને તેને દર્શકો દ્વારા પણ સારાએવા પ્રમાણમાં પસંદ કરવામાં આવી રહી છે. તેની સમસ્યા તો ગુસ્સો ધરાવતા પાત્રોની છે. આવી ફિલ્મોમાં 'કેજીએફ,' 'કાંતારા' અને અન્ય ફિલ્મો ખૂબ જ હિંસા અને રક્તપાત દર્શાવવામાં આવે છે. ફિલ્મોમાં આવી માર-કાટ તો 'બાહુબલી' (૨૦૨૫)થી શરૂ થઈ છે અને આવી મારામારી અન્ય ફિલ્મોમાં પણ વધી રહી છે,' એમ તિગ્માંશુ કહે છે. આ સાથે જ તેઓ વધુમાં જણાવે છે, 'તેઓ કોઈ કારણ વગર એકબીજાને મારી રહ્યા છે, લોહી વહેવડાવી રહ્યા છે! અને આ સીરિઝમાં આવી ફિલ્મો આવી રહી છે તથા દર્શકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.'

તેમની આવી અપીલને સમજાવવાનો પ્રયાસ કરતાં તેઓ ઉમેરે છે, 'બની શકે કદાચ સમાજમાં વ્યાપક ગુસ્સો પ્રવર્તતો હોય અને લોકો તેને બહાર કાઢી શકતાં નહીં હોય તેથી તેઓ કદાચ આ ફિલ્મો સાથે જોડાઈ-સંકળાઈ રહ્યા છે. મને આવી ફિલ્મોનો ડીએનએ સમજાતો નથી, પરંતુ વ્યક્તિગત રીતે તો મને તે બિલકુલ ગમતું નથી-સારું લાગતું નથી.'

આ સાથે જ તિગ્માંશુ ઉમેરે છે કે, 'હજુ વાત કરીએ તો એન્ટિ-હીરો ઠીક છે, પણ હીરો અબ તો રાક્ષસ કી તરહ લગતે હૈ. યુવાનો તેને પસંદ પણ કરે

 છે અને આ ટ્રેન્ડને અનુસરે પણ છે. લાંબા લાંબા વાળ અને દાઢી સાથે તેઓ રામાયણ અને મહાભારતમાં જોયેલા રાક્ષસો જેવા દેખાય છે. પતા નહીં, ક્યા હો રહા હૈ!'

બીજી બાજુ જ્યારે 'એનિમલ' (૨૦૨૩) જેવી ફિલ્મો છોડી દેવા વિશે પૂછવામાં આવતાં તેઓ કહે છે, 'એ ફિલ્મ તેની હિંસા અને અન્ય બાબતો માટે અલગ પાડવામાં આવી છે, તેના પરિબળો પણ અલગ છે.' આ સાથે તેઓ કહે છે, 'હા, તે પણ સાચું છે અને કેટલીક બાબતો સાથે સહમત નથી, પણ એકંદરે મને ફિલ્મ ગમી!'

આ સાથે ફિલ્મનિર્માતા સ્પષ્ટતા કરે છે કે તેમની ફિલ્મો પણ આલ્ફા-મેલ ફિલ્મો છે, પરંતુ નૈતિકતાના માળખામાં અસ્તિત્વ ધરાવે છે. 'હા, મારી ફિલ્મો સામાન્ય રીતે આલ્ફા-મેલ ફિલ્મો હોય છે અને હું સ્વીકારું છું કે હું (સંજય લીલા) ભણસાલી પ્રકારની ફિલ્મો બજાવી શકતો નથી! પણ તેઓ એક નૈતિક-રેખા દોરે છે-તેઓ કોઈ છોકરીને ચિડવશે નહીં અને જો તેઓ ખોટું કરશે તો તે વ્યાપકપણે હશે કારણ કે..'

આ સંદર્ભે તેઓ સમજાવ ે છે, 'મારા પાત્રો સ્વતંત્રતાની શોધમાં છે અને તેઓ અધિકારીઓને પ્રશ્ન કરે છે. કદાચ, તે એ હકીકતથી બહાર આવ્યું કે અલ્હાબાદીઓ (પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના લોકો) કોઈથી ડરતા હોતા નથી અને તે શહેરના લોકોનું એક અનોખું પાત્ર છે. 

હું નાનો હતો ત્યારથી મને એક્શન, કાઉબોય પ્રકારની ફિલ્મો ગમતી હતી અને તે મારા પાત્રોમાં પ્રતિબિંબિત થાય છે, પછી ભલે તે 'હાંસિલ' (૨૦૦૩), 'પાનસિંહ તોમર' (૨૦૧૨) અને અન્ય કોઈ ફિલ્મ હોય.'

આમ ફિલ્મસર્જક તિગ્માંશુ ધુલિયાએ તો વધુપડતી હિંસક-એક્શન ફિલ્મો પ્રત્યેનો પોતાનો બળાપો તો કાઢ્યો છે, હવે લોકોનાં રિએક્શન કેવા આવે છે, એ જોવા રહ્યા.