બોલિવુડનાં આ સ્ટાર કપલ્સ ચુપકે- ચુપકે કરી રહ્યાં છે એકબીજાને ડેટ
શિખર પહરિયા અને જાહ્નવી કપૂર
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીનો પૌત્ર શિખર પહરિયા અને જાહ્નવી કપૂરના રિલેશનની વાત ટોક ઓફ ધ ટાઉન બની હતી. પણ આ વિશે બંને દ્વારા તેમના રિલેશન વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. શિખર અને જાહ્નવીએ એકબીજાને જન્મદિવસની શુભેચ્છાઓ આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને બંને એપ્રિલમાં આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજીના મંદિરમાં પણ સાથે જોવા મળ્યા હતા, જેથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાને ફરી વેગ મળ્યો હતો.
અનન્યા પાન્ડે આદિત્ય રોય કપૂર
થોડા સમય પહેલા અનન્યા પાન્ડે અને આદિત્ય રોય કપૂરની યુરોપ ટ્રીપના ફોટા અને વિડિયો વાયરલ થયા હતા જેમાં આદિત્ય રોય કપૂર અનન્યા પાન્ડેને હગ કરતો જોવા મળ્યો હતો અને બંને સ્પેનની એક હોટલમાં રોમેન્ટીક ડિનર ડેટ પર જોવા મળ્યા હતા પણ બંને દ્વારા તેમના આ રિલેશનની વાતને સ્વીકારવામાં કે નકારવામાં આવી નથી. ગયા મહિને અનન્યા પાન્ડે અને આદિત્ય રોય કપૂર મૂંબઈમાં મૂવી ડેટ પર જોવા મળ્યા હતા.
સિદ્ધાર્થ ચાતુર્વેદી અને નવ્યા નવેલી
ગલી બોયમાં એમસી શેરના રોલમાં જોવા મળેલા સિદ્ધાર્થ ચાતુર્વેદી અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા ૨૦૨૨માં શરૂ થઈ હતી. બંને મુંબઈ એરપોર્ટ પર ટ્વીનિંગ કરતાં જોવા મળ્યા હતા અને મૂંબઈમાં અનેક જગ્યાએ સાથે જોવા મળ્યા હતા.
સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી
અનેક સાઉથ ઇંડિયન અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલો સિદ્ધાર્થ અદિતિ રાવ હૈદરી સાથે રિલેશનમાં હોવાના અનેક સંકેતો આપ્યા છે પણ બંને અભિનેતાઓએ ક્યારે આ વિશે વાત કરી નથી. સિદ્ધાર્થ અને અદિતિએ અનેક વખત એક બીજા સાથે હોવાના ફોટા, રીલ્સ ઇનસ્ટાગ્રામ પર શેર કર્યા છે. સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી ૨૦૨૧ની તેલુગુ ફિલ્મ મહા સમુદ્રમથી નજીક આવ્યા હોવાની ચર્ચા છે.
ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિંહા
'મે યૂ ઓલ્વેઝ લીવ મેર્મેડ લાઇફ, આઇ લવ યૂ' આવું કેપશન આપી ઝહીરે સોનાક્ષીના ૩૬માં જન્મદિવસ પર તેને શુભેચ્છા પાઠવી હતી. ઝહીર ઇકબાલે સોનાક્ષી સિંહા સાથે ડબલ ઠન્માં સ્ક્રીન શેર કરી હતી. અને બંને એકબીજા માટે આવા પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરતાં હોવાથી તેમના ચાહકોમાં બંનેના રિલેશનની ચર્ચાઓ શરૂ થઈ છે.
અગ્તસ્ય નંદા અને સુહાના ખાન
અમિતાભ બચ્ચનનો પૌત્ર અગ્તસ્ય નંદા અને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન વેબ સિરીઝ 'ધ અચસદ ના શૂટિંગ દરમ્યાન બંને નજીક આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તાનિયા શ્રોફની બર્થ-ડે પાર્ટી માથી બહાર આવતા અગતસ્ય સુહાનાને તેની કાર સુધી મૂકવા ગયો અને ત્યારબાદ સુહાનાને ફ્લાઇંગ કિસ આપતો એક વિડિયોમાં જોવા મળ્યો હતો.
ઇબ્રાહિમ અલી ખાન અને
પલક તિવારી
સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો દીકરો ઇબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી છેલ્લા એક વર્ષથી રિલેશનમાં હોવાની ચર્ચા છે અને ઇબ્રાહિમ અને પલકના માતા પિતાની આ વિશે હા છે એવું જાણવા મળ્યું હતું.
ગયા અઠવાડિયે ઇબ્રાહિમ અને પલકે અનુરાગ કશ્યપની દીકરી અલિયાની સગાઈમાં હાજરી આપી હતી.
શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી
ફિલ્મ 'તું જૂઠી મે મક્કાર'ની શૂટિંગ દરમિયાન શ્રદ્ધા કપૂર અને ફિલ્મના લેખક રાહુલ મોદી પ્રેમમાં પડયા હોવાની વાત ચાહકો અને મીડિયામાં સાંભળવા મળી હતી. શ્રદ્ધા અને રાહુલ અનેક વખત મૂંબઈમાં ડેટ પર જતાં મીડિયાના કેમેરામાં કેદ થયા હતા.
યશ કટારીયા અને ભૂમિ પેડનેકર
કિયારા અડવાણી અને સિધ્ધાર્થ મલ્હોત્રાના રિસેપશનમાથી બહાર આવતા યશ કટારીયા અને ભૂમિ પેડનેકર એકબીજાને કિસ કરતાં જોવા મળ્યા હતા તેવા વિડિયો વાયરલ થયા હતા અને ભૂમિએ યશને 'ઓજી કિંગદ કહી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.