રિયલ લાઈફની જેમ રીલ લાઈફમાં પણ આજે માનુનીઓ માટે કોઈ રોલ અશક્ય નથી રહ્યો. એકટ્રેસો હવે સિનેમામાં કોરપોરેટ એક્ઝિક્યુટીવ, અન્ડરકવર એજન્ટ, સીરિયલ કિલર અને જટિલમાં જટિલ અપરાધ ઉકેલતી મહિલા કોપ (પોલીસ ઓફિસર)ની ભૂમિકાઓને ન્યાય આપતી થઈ છે. શેફાલી શાહ જેવી વેટરન એકટર્સ ખાસ કરીને 'દેલ્હી ક્રાઈમ' જેવા વેબ શોઝમાં મહિલા કોપ તરીકે સારી જમાવટ કરી રહી છે.
હકીકતમાં યુવા દર્શકોમાં વાસ્તવિક લાગે એવી ક્રાઈમ થ્રિલર્સની ડિમાંડ વધી છે. જ્યાં ક્રાઈમ હોય ત્યાં પોલીસ હોવાની. એટલે વાર્તાના નિરૂપણમાં ડ્રામા અને ઉત્તેજના લાવવા ફિમેલ કોપના સ્ટ્રોંગ રોલ્સ લખાતા થયા છે. અને માનવું પડે કે અભિનેત્રીઓ પોતાના કાયદાના રક્ષક તરીકેના પાત્રો ભરપુર આત્મવિશ્વાસ અને પૂરેપૂરી પ્રામાણિકતાથી ભજવી રહી છે. ૨૦૨૬ ભારતીય સિનેમામાં વિવિધ દ્રષ્ટિએ સીમાચિહ્નરુપ વર્ષ બની રહેવાનું છે. જાણકારોના મતે આ વરસે સિલ્વર સ્ક્રીન પર અપરાધ જગત અને પોલીસે દળ વચ્ચેની ટક્કર મુખ્ય આકર્ષણ બની રહેશે. એમાં ડ્રામાનું તત્વ ઉમેરવા મહિલા પોલીસ ઓફિસર્સને ક્રાઈમ ઇન્વેસ્ટિગેશનની ફરજ બજાવતી દર્શાવશે. એટલે એવા અમુક પ્રોજેક્ટ વિશે જાણીએ જેમાં આપણને સશક્ત અભિનેત્રીઓ કોપના પાવરફુલ રોલ્સ કરતી જોવા મળશે :
રાની મુખરજી 'મર્દાની-3'
કદ-કાઠીથી નાની અને દુબળી-પાતળી રાની 'મર્દાની' ફ્રેન્ચાઈસની ફિલ્મોમાં સીનિયર ઇન્સ્પેક્ટર શિવાની શિવાજી રોય તરીકે દર્શકોની તાળીઓ મેળવતી આવી છે. એ એના સશક્ત અભિનયને આભારી છે. ર પરફોર્મન્સ આપવા આવી રહી છે. કેટલાક ફિલ્મ સમીક્ષકોના મતે મર્દાની ફ્રેન્ચાઈસની સફળતાને પગલે એકટ્રેસોને મેનસ્ટ્રીમ સિનેમામાં કોપના પાવરફુલ પાત્રો સોંપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ જોનરમાં રાનીની હાજરી એક બેન્ચમાર્ક (માનક) બની ગઈ છે. આ ઝડપથી ઊભરતી સ્પેસમાં મુખરજીનો સાથ પુરાવવા બીજી પણ કેટલીક ટેલેન્ટેડ એકટર્સ આવી રહી છે.
હુમા કુરેશી 'બયાન'
એમાં સૌથી પહેલું નામ હુમા કુરેશીનું આવે છે. હુમા 'બયાન' નામની મૂવીમાં એક પોલાદી મનોબળની ફિમેલ પોલીસ ઇન્વેસ્ટિગેટરના રોલમાં આવી રહી છે. સ્ક્રીન પર પોતાની પ્રભાવી હાજરી અને વાસ્તવિક લાગે એવા પરફોર્મન્સથી હુમા આપણને પોલિશીંગની દુનિયામાં લઈ જશે. અભિનેત્રીની પર્સનાલિટી જોતા એના માટે કોપનું કેરેક્ટર એકદમ ફિટ બની રહેશે.
શીના ચૌહાન 'જાતસ્ય મરણમ્ ધ્રુવમ '
શીના ચૌહાણ પોતાની આગામી પેન-ઇન્ડિયા ફિલ્મ 'જાતસ્ય મરણમ્ ધ્રુવમ'માં આ વરસે મહિલા પોલીસના અવતારમાં કોપ યુનિવર્સમાં પ્રવેશ કરશે. હિન્દી સિનેમાના દર્શકોમાં ઓછી જાણીતી આ એકટ્રેસ થિયેટરમાં ઘડાયેલી આર્ટિસ્ટ છે. એ ઘણાં ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટસ કરી ચુકી છે. શીનાને પોતાના કરિઅરમાં સ્ટ્રોંગ કેરેકટર્સ તરફ વિશેષ આકર્ષણ રહ્યું છે. એ જોતા એક્ટર પોતાના કોપના રોલને ઓથોન્ટિસિટી સાથે ભજવી શકશે. એનો લુક પણ સ્ક્રીન પર પ્રભાવ પાડવામાં એને મદદરૂપ થશે. ટૂંકમાં ૨૦૨૬માં મહિલા કોપના વિસ્તરતા જતા જગતમાં આ પેન-ઇન્ડિયા ટેલેન્ટનો પરચો જોવાનું સૌને ગમશે એવી આશા રાખી શકાય.
શોભિતા ધુલીપાલા 'ચીકાટિલો'
વેબ સીરિઝ 'ધ નાઇટ મેનેજર'માં અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂરની વજનદાર હાજરી વચ્ચે પોતાની ટેલેન્ટની નોંધ લેવડાવનાર શોભિતા દુલીપાલા એક તેલુગુ ક્રાઈમ થ્રિલર 'ચીકાટિલો'થી ઇન્વેસ્ટિગેટીવ ફોર્મેટમાં આ વરસે એન્ટ્રી લેશે. આ પ્રોજેક્ટ સાઇકોલોજિકલ ક્રાઈમની દુનિયાના અપરાધો ઉકેલવા કેટલા લેયર્ડ પોલિસીંગની જરૂર પડે છે એનો ચિતાર આવશે. એ દ્રષ્ટિએ પોતાના ધીરગંભીર પરફોર્મન્સ માટે જાણીતી ધુલીપાલાનો રોલ તપાસકાર્યમાં આવતા નાટયાત્મક વળાંકો વખતે ઇન્ટરેસ્ટિંગ બની રહેશે.


