આવરસે ટોચના કલાકારોની ફિલ્મોએ આશા પર પાણી ફેરવીને કરોડો રૂપિયા ડુબાડયા છે.જેમાં ઋતિક રોશનથી લઇને રાજકુમાર રાવ તેમજ સાઉથની ફિલ્મોના સ્ટાર્સનો પણ સમાવેશ છે.
વોર
આ યશરાજ ફિલ્મની સ્પાઇ યૂનિવર્સની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી. ઋતિક રોશનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ ખરાબ રીતે ઊંધા માથે પછડાઇ છે. આ ફિલ્મમાં સાઉથના અભિનેતા જુનિયર એનટીઆરે પણ મુખ્ય અને મહત્વનો રોલ ભજવ્યો હતો.પરંતુ દર્શકોને આ ટોચના કલાકારોએ નિરાશ કર્યા હતા. ૪૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતમાંથી ફક્ત ૨૩૭ કરોડ રૂપિયા અને વિશ્વભરમાંથી ૩૬૫ કરોડ નોજ વ્યવસાય કરી શકી.
સન ઓફ સરદાર-ટુ
અજય દેવગણની આ ફિલ્મના પહેલા ભાગને જબરદસ્ત રિસપોન્સ મળ્યો હતો. પરંતુ તેની સિકવલ સન ઓફ સરદાર ટુએ દર્શકોને નિરાશ કર્યા હતા. ૧૦૦ થી ૧૫૦ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે ફક્ત ૪૬ કરોડ રૂપિયાનો જ કારોબાર કરીને નિષ્ફળ પુરવાર થઇ હતી.
સિકંદર
સલમાન ખાની આ ફિલ્મની રિલીઝની તેના ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. પરંતુ રૂપેરી પડદે આ ફિલ્મે ધબડકો કરીને દર્શકોને નારાજ કરી દીધા હતા. ૨૦૦ થી ૨૫૦ કરોડ રૂપિયામાં તૈયાર થયેલી આ ફિલ્મે ફક્ત ૧૦૦ કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેકશન કર્યું હતું.
ઇમરજન્સી
કંગના રનૌતની ઇમરજન્સી ફિલ્મ ઘણા વિવાદ અને બબાલ બાદ થિયેટરમાં રિલીઝ થઇ શકી હતીં. પરંતુ આ ફિલ્મ ક્યારે રિલીઝ થઇ અને ક્યારે થિયેટરમાંથી ઊડી ગઇ તેની લોકોને જાણ જ ન થઇ. ૬૦ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું કલેકશન ભારતમાં ફક્ત ૧૮ કરોડ અને દુનિયાભરનું ૨૩.૮૧ કરોડ રૂપિયા જ હતું. કંગનાના અભિનયની આ ફિલ્મમાં સખત ટીકા થઇ હતી.
ધ ભૂતની
સંજય દત્ત આ ફિલ્મમાં ભૂતનીની વિરુદ્ધ રોલ કર્યો હતો. પરંતુ આ ફિલ્મ દર્શકોને આકર્ષી શકી નહીં. ફક્ત ૩૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ફક્ત ૧૨ કરોડ રૂપિયાની આસપાસ જ વ્યવસાય કર્યો હતો.
ગેમ ચેન્જર
ગેમ ચેન્જર સાઉથની મોંઘી ફિલ્મોમાંની એક હતી. જેમાં રામ ચરણે મુખ્ય રોલ કર્યો હતો. પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ગરબડ કરી નાખી હતી. ૪૦૦ થી ૪૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ભારતમાં ૧૩૧ કરોડ રૂપિયા અનેદુનિયાભરમાંથી ફક્ત ૧૮૦ કરોડ રૂપિયાનું જ કલેકશન કરી શકી હતી.
દેવા
શાહિદ કપૂરે આ ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવી હતી. અભિનેતાએ ફિલ્મ માટે સખત મહેનત કરી હતી પરંતુ દર્શકોએ તેને નાપાસ કર્યો હતો. શાહિદ કપૂરે આ ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે લગભગ ૬૦ કરોડ રૂપિયાની આસપાસ કલેકશન કર્યું હતું.
માલિક
રાજકુમાર રાવે પ્રથમ વખત રૂપેરી પડદે એકશન કરી હતી. પરંતુ દર્શકો તેના આ રોલને સ્વીકારી શક્યા નહીં. ફિલ્મનું ટ્રેલર અને લુક લોકોને પસંદ પણ પડયું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઇ હતી. ૫૦ કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે ફક્ત ૨૪ કરોડ રૂપિયાની જ કમાણી કરી હતી.
માં
કાજોલે કારકિર્દીમાં પ્રથમ વખત એક હોરર ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એકશન દ્રશ્યો પણ ભજવ્યા હતા. તેમ છતાં તે દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગઇ હતી. ૬૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં ફક્ત ૩૬ કરોડ રૂપિયાનો જ વ્યવસાય કર્યો હતો.
કન્નપ્પા
વિષ્ણુ માંચૂની કન્નપ્પાથી પણ દર્શકોને ઘણી આશા હતી જે અંતે ઠગારી નીવડી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પ્રભાસે પણ કેમિયો કર્યો હતો છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી પુરવાર થઇ હતી. ૨૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ દુનિયાભરમાંથી ફક્ત ૪૩ કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી હતી.


