Get The App

સેલેના ગોમેઝ અને બેની બ્લેન્કોની પ્રેમકહાની

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
સેલેના ગોમેઝ અને બેની બ્લેન્કોની પ્રેમકહાની 1 - image

રેલેના ગોમેઝ અને બેની બ્લેન્કો સત્તાવાર રીતે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને તેમના લગ્નને વર્ષના સૌથી આકર્ષક સેલિબ્રિટી યુનિયન તરીકે ગણવામાં આવી રહ્યા છે. કપલે ૨૭ સપ્ટેમ્બરના રોજ કેલિફોર્નિયાની સેન્ટા બાર્બરા કાઉન્ટી ખાતે વિધિ પૂર્ણ કરી અને વિશ્વભરના ચાહકોને જેમાં ભારે રસ અને રોમાંચ હતો તેવી પ્રેમકહાનીને સુખદ અંજામ આપ્યો.

શુક્રવારે સાંજે કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરાના મનોહર હોપ રાંચ વિસ્તારમાં એક વિશાળ હવેલીમાં હૂંફાળા છતાં ભવ્ય રિહર્સલ ડિનર સાથે ઉજવણીની શરૂઆત થઈ. નજીકના પરિવાર અને મિત્રોથી ઘેરાયેલી આ સાંજે આગામી લગ્ન માટે અત્યંત યોગ્ય વાતાવરણ તૈયાર કર્યું. એવા લગ્નમાં જેમાં નિકટના ૧૭૦ મહેમાનો અને મિત્રો સાથે આત્મીયતા અને ભવ્યતાનું આદર્શ સંતુલન ગોઠવાયું હતું.

સ્ટાર્સથી છવાયેલી મહેફિલમાં મહેમાનોની યાદીમાં ગોમેઝના કેટલાક સૌથી નિકટના સહયોગીઓ તેમજ મનોરંજન ઉદ્યોગના સાથીઓ સામેલ હતા, જેમાં ટેલર સ્વિફ્ટ, એડ શિરન અને પેરિસ  હિલ્ટન મુખ્ય હતા. ઉપરાંત ઓનલી 'મર્ડર્સ ઈન ધી બિલ્ડિંગ'માં તેના સહ-કલાકારો સ્ટીવ માર્ટીન અને માર્ટિન શોર્ટ પણ તેમની ઓનસ્ક્રીન પુત્રીના લગ્નનો ઉત્સવ માણવા આવ્યા હતા.જો કે સીરીઝની એક  વધુ લોકપ્રિય કલાકાર મેરિલ સ્ટ્રીપની ગેરહાજરી આંખે વળગતી  હતી. હાલ મિલાનમાં અતિ અપેક્ષિત 'ડેવિલ વેર્સ પ્રાદા'ની સીક્વલની શૂટીંગમાં વ્યસ્ત સ્ટ્રીપ મિલાન ફેશન વીકમાં જોવા મળી હતી, જ્યાં તેણે પોતાના પાત્ર મિરાંડા પ્રીસ્ટલીનો કોસ્ચ્યુમ પહેર્યો હતો. સ્ટેનલી ટુકી અને સિમોન એશ્લે સાથે ફેશન ઈવેન્ટમાં તેની ઉપસ્થિતિએ ભારે ચર્ચા જગાવી, જો કે ગોમેઝના લગ્ન સમારંભમાં તેની ગેરહાજરીને કારણે અનેક ચાહકો નારાજ પણ થયા હતા. લગ્ન પહેલા ભારે ગોપનીયતા રાખવામાં આવી હોવા છતાં, નવદંપતીએ ખાતરી કરી કે તેમના ચાહકો બાકાત ન રહે. સમારંભ પછી તરત જ ગોમેઝે સોશિયલ મીડિયા પર તેના મોટા દિવસની ઝલક એક સરળ કેપ્શન સાથે શેર કરી: '૯.૨૭.૨૫' ઉજવણીના આકર્ષણને દર્શાવતી આ અલ્પોક્તિ પોસ્ટ ઘણું બધુ કહી ગઈ.