Get The App

3ડી ફોર્મેટમાં બોક્સ-ઓફિસને મળ્યો મોટો તારણહાર

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
3ડી ફોર્મેટમાં બોક્સ-ઓફિસને મળ્યો મોટો તારણહાર 1 - image

- 'લોકોને સિનેમાઘરોમાં  પાછા લાવવા હોય તો થ્રીડી ફોર્મેટમાં વધુ  ફિલ્મો બનાવો. દર્શકો  ઘરે જે ન માણી  શકે  એવો આકર્ષક  બિગ- સ્ક્રીન એક્સપિરીયન્સ થિયેટરોમાં કરાવો': જેમ્સ કેમરોન

ઓટીટી   પ્લેટફોર્મના પાર્દુભાવ  બાદ સિનેમાઘરોમાં દર્શકોની  સંખ્યા  સતત ઘટતી જાય છે.  નવી  ફિલ્મ થિયેટરોમાં  રિલીઝ થયા બાદ ગણતરીના સપ્તાહમાં  ઓટીટી પર જોવા મળતી હોય તો કોઈ મલ્ટીપ્લેક્સમાં મોંઘીદાટ ટિકિટ ખરીદીને  મૂવી જોવા  શા માટે  જાય? બોલીવૂડને આજે એ ચિંતા સતાવી રહી છે  કે  પ્રેક્ષકોને થિયેટરોમાં  પાછા લાવવા કઈ રીતે? હોલીવૂડના ટોપના ફિલ્મમેકર જેમ્સ  કેમરોન પાસે એનો ઉપાય છે.  એમના  મતે લોકોને સિનેમાઘરોમાં  પાછા લાવવા હોય તો ૩ડી (થ્રીડી)  ફોર્મેટમાં વધુ ફિલ્મો બનાવો.  કેમરોન કહે છે કે  દર્શકો  ઘરે જે ન માણી  શકે  એવો આકર્ષક  બિગ- સ્ક્રીન એક્સપિરીયન્સ થિયેટરોમાં કરાવોતો તેઓ આપોઆપ  પાછા ફરશે. શરત એટલી  જ કે  ફિલ્મ ૨ડી માંથી ૩ ડી માં કન્વર્ટ થયેલી નહિ પણ ઓરિજિનલી ૩-ડી માં ડિઝાઈન  અને શૂટ  થયેલી હોવી જોઈએ.  ૨૦૨૫માં   થિયટ્રીકલ રિલીઝમાં સુપર હિટ તયેલી હોલીવૂડની 'સુપર મેન' અને  'ડેન્ટાસ્ટિક ફોર'  જેવી મૂવીઝ  કેમેરોનના મતનું સમર્થન કરે છે. એક્ઝિબિટર્સના  જણાવવા મુજબ ગ્લોબલ  ટ્રેન્ડથી વિપરીત ભારતમાં  ૩ ડી  સિનેમા  મહત્ત્વનું  સ્થાન ધરાવે  છે. આજના  પ્રેક્ષકો કોઈ બીજા  વિકલ્પના અભાવે  ૩ ડી  ફિલ્મ  જોવા નથી જતા પણ ૩ ડી ફોર્મેટમાં   મૂવી જોવાનું તેઓ પ્રિફર  કરે છે.

ગ્લોબલી  હમણાંથી એવી ચર્ચા  છેડાઈ  છે કે ૩ ડી સિનેમા મૃતપ્રાય સ્થિતિમાં  છે.જો કે, એ હકીકત નથી.૨૦૦૯મ બાદ 'અવતાર' ફ્રેન્ચાઈસીને કારણે ૩ડી  ફિલ્મોજોવાનોજે  ઉન્માદ આપ્યો હતો એ સારો એવો ઠંડો પડી ગયો છે. પરંતુ એક્ઝિબિટર્સ માને  છે કે ૩ડી ફોર્મેટને કારણે સિનેઘરમાં ૧૫ ટકા ટિકિટો વેચાતી હોય તો  એ ઘણુંકહેવાય.  એક થિયેટર જેનના  એમડી દેવાંગ સંપટ  આ વાતને વિસ્તારથી  સમજાવતા કહે છે, 'અમારા  સિનમાઘરોમાં ૧૫  ટકા ટિકિટો આજે  પણ ૩ ડી  ફિલ્મોની જ વેચાય છે,  જે  ઘણું અહમ ગણાય.  અમે સરેરાશ  દર વરસે  ૨૮-૩૦ ફિલ્મોપ્રદર્શિત  કરીએ છીએ,  જે પૈકી ૮૦-૮૫ ટકા હોલીવૂડની  મૂવીઝ હોય છે. ૩ ડી  ફોર્મેટ એનિમેશન, સાયન્સ-ફિક્શન અને સુપર હિરો  ફિલ્મોને બહુ  ફળે છે.  'એવેન્જર્સ'  સાગા ', 'અવતાર' અને  'ગ્રેવિટી'  જેવી મૂવીઝ  અને 'ગોડઝીલા' તથા કોંગ યુનિવર્સ ઉપરંત 'કુંન્ગ ફૂ પાન્ડા, કે  'જુરાસિક વર્લ્ડ સિરીઝ'  જેવી હિટ એનિમેટેડ  ફિલ્મો ૩ ડીમાં જોવાનો આનંદ કંઈક ઓર જ છે.

અત્રે  નોંધવું ઘટે કે ૩ ડી  ફોર્મેટની  ફિલ્મોએ કોવિડ કાળ બ ાદ કમબેક  (પુનરાગમન) કર્યું છે.  કોવિડ મહામારી   અને લાંબા લોકડાઉનનેકારણે ખોરવાયેલા  થિયેટરોના બિઝનેસ ૨૦૨૨માં   હોલીવૂડ તેમ જ બોલીવૂડની ૩ ડી  ફિલ્મોને  કારણે ફરી સજીવન  થયો હતો. ભારતના  ફિલ્મમેકર્સે 'બ્રહ્માસ્ત્ર' અને 'આર આર આર ' જેવી મૂવીઝથી આ ફોર્મેટને  અપનાવવાનું શરૂ કર્યું હતું. અત્યારે સિનેમાપ્રેમીઓ માત્ર ૩ ડી નહિ પણ આઈમેક્સ  ૩ ડી  ફોર્મેટમાં   ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે. 

આજના   પ્રેક્ષકો અને એમાંય  ખાસ કરીને  યુવાનો પુરેપુરા  માહિતગાર  છે. તેઓ માત્ર ૩ ડી  ફોર્મેટથી દોરવાઈને  ફિલ્મો  જોવા નથી જતા.  ફિલ્મની  કન્ટેન્ટ  એમને પુરેપુરા  મગ્ન કરી દે એટલી સારી છે.  એવી ખાતરી  કર્યા બાદ જ તેઓ  ૩ ડી મૂવી  જોવા જાય છે. 

એટલે જ સ્ટુડિયોઝ હવે ૩ ડી  ફોર્મેટ  અપનાવવા  બાબતમાં  સાવધ થઈ  ગયા છે. 'દરેક  ફિલ્મને  ૩ ડીમાં  કન્વર્ટ  કરવાના   દિવસો ગયા. હવે કયા પ્રોજેક્ટસ  ૩ ડી રીટમેન્ટને   પાત્ર છે એવિશે ગંભીરપણે   વિચારણા થાય છે.  ફિલ્મને  ફક્ત પ્રિમીયમ પ્રાઈસ ટેગ  લગાડવા  વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવાવ પર ફોકસ  કરાય છે,  એમ પ્રોડયુસર અને સિનેમા બિઝનેસ  એનાલિસ્ટ  ગિરીશ જોહર  કહે છે.