Get The App

ઠાકુર અનુપ સિંઘને ધૃતરાષ્ટ્ર અને અભિમન્યુ બંને ફળ્યા

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
ઠાકુર અનુપ સિંઘને ધૃતરાષ્ટ્ર અને અભિમન્યુ બંને ફળ્યા 1 - image

સાઈબર  ક્રાઈમથી   દુનિયા આખી  ત્રસ્ત છે. અખબારોમાં ડિજીટલ  ફ્રોડના કિસ્સા ન છપાયા હોય  એવો એકેય દિવસ ઉગતો નથી. એટલે સ્વાભાવિક  છે કે ઓનલાઈન છેતરપિંડી પર  ફિલ્મમેકર્સ ફિલ્મ બનાવવા પ્રેરાય.  એક સમયના અબ્બાસ-મસ્તાનના અસોસિયેટ ડિરેક્ટર સફદર અબ્બાસે ઈન્ડિપેન્ડન્ટ  ડિરેક્ટર તરીકેની પોતાની પહેલી  ફિલ્મ 'કન્ટ્રોલ' માટે આ જ વિષય પસંદ કર્યો છે. ડિજીટલ  ફ્રોડ્સની સત્ય ઘટનાઓ પર આધારિત  આ સાઈબર ક્રાઈમ  થ્રિલરમાં એક્ટર ઠાકુર અનુપ સિંઘ લીડ રોલમાં  છે. ૩૬ વરસનો અનુપ ટીવી  સિરીયલો રોમિયો એસ ૩,  ધર્મરક્ષક મહાવીર છત્રપતિ સંભાજી મહારાજ અને  મહાભારત માટે જાણીતો છે. એણે સાઉથમાં  પણ કેટલીક ફિલ્મો કરી છે. એ ઉપરાંત ફિલ્મ 'કમાન્ડો-૨' માં ઠાકુર અનુપ સિંઘ વિદ્યુત જામવાલનો કો-સ્ટાર હતો. એક સમયે એ કમર્સિયલ પાઈલટ હતો અને આજે પણ  એની પાસે  કમર્સિયલ પાઈલટનું  લાઈસન્સ છે. શીખ પરિવારનો  આ નબીરાએ ૨૦૧૫માં   વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશીપમા ંગોલ્ડ મેડલ   જીત્યો હતો. એટલે સ્વાભાવિક  ચે કે એને એક્સન અને થ્રિલર જોનર વધુ પસંદ હોય.

'કન્ટ્રોલ'ની  રિલીજ પહેલા યોજાયેલી  એની  પ્રમોશનલ ઈવેન્ટસમાં મેકર્સે  મિડીયા સાથેના  ઈન્ટરએક્શનમાં અનુપને  આગળ કર્યો હતો.  મૂવીમાં  નાયક અભિમન્યુનો રોલ કરનાર એક્ટરને આવા જ એક ઈન્ટરએક્શનમાં સૌપ્રથમ  પૂછાયું કે 'તમે મહાભારતમાં ધૃતરાષ્ટ્રની  ભૂમિકા કરી સૌને પોતાની ટેલેન્ટની  ઝલક  દેખાડી હતી. શું તમે એવું માનો છો કો એ રોલે તમારા કરીઅરમાં મહત્ત્વનો  ભાગ ભજવ્યો  છે? પ્રશ્નકર્તાની વાત સાથે સંમત થતા ઠાકુર સિંઘ કહે છે, 'એબ્સોલ્યુટલી! મહાભારતમાં  ધૃતરાષ્ટ્રનું કેરેક્ટર ભજવીને મેં ઘણો અનુભવ  આત્મવિશ્વાસ મેળવ્યો. એને કારણે હું  ફિલ્મોમાં  આવવા પ્રેરાયો.  એમ કહી શકાય.  મહાભારતનું પ્રોડક્શન વિરાટ હતું. અને એનું ફલક વિશાળ હતું . એથી એમાં કામ કરીને મને  મારો કસબ વધુ સારી રીતે  જાણવા-સમજવામાં મદદ મળી.   બીજા શબ્દોમાં કહીએ તો એણે મને મોટા રોલ્સ માટે  તૈયાર કર્યો. પોતાની જાત પર મારો ભરોસો  વધ્યો એથી  હું ફિલ્મમેકર્સને મળી એમને  સહજતાથી કહી શક્યો કે હવે હું સિનેમા  માટે તૈયાર છું. ઈન શોર્ટ, મહાભારતે મારી જર્નીને શેપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. બીજા પ્રશ્નમાં  ફિલ્મના ડિજીટલ ફ્રોડ્સ અને સાઈબરક્રાઈમના જોનરને કેન્દ્રમાં  રાખી સિંઘને પૂછાયું, ' તમે સ્ક્રીપ્ટ  સાંભળી ત્યારે  તમારું પહેલું   રિએક્શન  શું હતું? એના  જવાબમાં  હેન્ડસમ એક્ટર કહે છે, ' સ્ક્રીપ્ટ સાંભળતાવેંત મને થયું કે એમાં રિલેટિબિલટી (પ્રાસંગિકતા)નું  ફેક્ટર છે. મેં મારા મિત્રોને  સ્કેમ્સનો ભોગ બનતા  જોયા છે અને એથી મને એ બહુ રિયલ સ્ટોરી લાગી. મનમાં વિચાર  આવ્યો કે મારા ઘણાં પરિચિતો  સાતે આવી છેતરપીંડી થઈ છે તો બીજા કેટલા બધા લોકો એનો શિકાર થયા હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. સ્ક્રીપ્ટ માહિતીપ્રદ  અને પ્રભાવી બંને હતી.  ફિલ્મની સ્ટોરી  મને ખાસ તો એટલા માટે વધુ ચેલેન્જિંગ લાગી કે એમાં મારે  ફ્રોડનો શિકાર બનેલા  એક ફેમિલીની  વ્યથાનું નિરુપણ કરવાનું હતું.  ત્રીજો  સવાલ  પૂરક સ્વરૂપનો છે, 'શું તમે  આ વિષયમાં  કોઈ રિસર્ચ  કર્યું  છે અથવા તો  રિયલ લાઈફમાં સાઈબર  ફ્રોડનો  શિકાર બનેલા લોકોને મળ્યાં છો ખરા?  

અનુપનો  ઉત્તર  ટુ ધ પોઈન્ટ છે, 'મેં અગાઉ   કહ્યું એમ હું આવા સ્કેમ્સમાં  ફસાયેલા અમુક લોકોને  ઓળખું છું. મેં એમનું   નજીકથી  નિરીક્ષણ  કર્યું અને હેકર્સ  કઈ રીતે ફેક ઓટીપી કે લિન્ક બનાવે  છે એનો અભ્યાસ કર્યો.  આ બદમાસો લોકોને કઈ રીતે ડરાવી   એમને ભૂલ   કરવા મજબૂર કરે છે એ પણ જાણ્યું.  મારા એક ફ્રેન્ડની  વૃદ્ધ માતા સાથે આવું સ્કેમ થયું હતું. એમના પરિવારે  પોતાના પૈસા પાછા  મેળવવા  કેટલી સ્ટ્રગલ કરી એ મેં જાતે જોયું છે.  એમની વિનવણીઓની  ધુતારાઓ  પર કોઈ અસર નહોતી થઈ. એમણે  પૈસા પાછા ન આપ્યા તે ન જ આપ્યાં.   એમાં મને ગુનેગારોની ક્રૂર માનસિકતાનો પરચો થયો.  આ બધાને કારણે  હું કન્ટ્રોલમાં અભિનય તરીકેના મારા 'પર્ફોર્મન્સમાં એક પરિવારની  લાચારી અને એમના આક્રોશને વાચા આપી શક્યો.

સમાપનમાં પત્રકારો  દ્વારા  થયેલી  પૃચ્છા  થોડી ઔપચારિક લાગે એવી હતી,   ફિલ્મના  ડિરેક્ટર  સફદર અબ્બાસ સાથે કામ કરવાનો તમારો અનુભવ  કેવો રહ્યો?  ઠાકુર  સાહેબનો જવાબ પણ ડિપ્લોમેટિક  બની રહ્યો. બહુ સરસ અનુભવ રહ્યો.  સફદર અબ્બાસે  અબ્બાસ-મસ્તાનની  જોડી   સાથે કામ કરી ફિલ્મમેકિંગનો  ઘણો અનુભવ  મેળવ્યો  છે.  સ્વતંત્ર   ડિરેક્ટર  તરીકે  કન્ટ્રોલ એમની પહેલી  ફિલ્મ હતી અને મારી લીડ એક્ટર તરકી બીજી  મૂવી હ તી. શૂટ પહેલા જ અમારી વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ હતી. અમે બંનેએ  સાથે વર્કશોપ્સ પણ કર્યાં.  એકંદરે અમારી વચ્ચે  એક બોન્ડિંગ  થઈ ગયું હોવાથી   બંનેએ પોઝિટિવ માહોલમાં  કામ કરવાની મજા પડી.