Get The App

ટેલર સ્વિફ્ટની મ્યુઝિકલ ટૂર પરથી ફિલ્મ અને સિરીઝ બન્યાં

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ટેલર સ્વિફ્ટની મ્યુઝિકલ ટૂર પરથી ફિલ્મ અને સિરીઝ બન્યાં 1 - image

ટેલર સ્વિફ્ટ તેની કારકિર્દીના સૌથી ઉત્કૃષ્ટ અધ્યાયની સમાપ્તિ એક ભવ્ય વિદાય 'ટેલર સ્વિફ્ટ, ધી એરાઝ ટૂર, ધી ફાઈનલ શો' નામની કોન્સર્ટ ફિલ્મ સાથે કરી રહી છે. 

સ્વિફ્ટના મતે એરાઝ ટૂર માત્ર એક કોન્સર્ટ સિરીઝ નહોતી, પણ તે એવી મ્યુઝિકલ ઘટના હતી જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, અમુક દેશના અર્થતંત્રને નવો આકાર આપ્યો અને લાખો લોકોને એક છત હેઠળ એકત્ર  કર્યા. આ કોન્સર્ટ હવે છ એપિસોડની ડોક્યુ-સિરીઝના સ્વરૂપમાં સામે આવવાની છે. 

'ધી એન્ડ ઓફ એન એરા' શોમાં સ્વિફ્ટ, તેની ટીમ અને તેના પ્રિયજનો વચ્ચે શેર કરાયેલી અંગત ક્ષણો સુધીના પ્રવાસને આવરી લેવાયો છે. સ્વિફ્ટે ઓક્ટોબરમાં શો અને કોન્સર્ટ ફિલ્મ બંનેની જાહેરાત એક ભાવનાત્મક સોશિયલ મીડિયા પોસ્ટ સાથે કરી હતી. તેણે લખ્યું હતું કે તે અને તેની ટીમ કોન્સર્ટ ટૂરની દરેક ક્ષણને યાદ રાખવા માગતી હતી, જેના કારણે તેઓ સમગ્ર પ્રવાસનું દસ્તાવેજીકરણ કરી શક્યા. 

ડોક્યુ-સિરીઝમાં ગ્રેસી એબ્રમ્સ, સેબરીના કારપેન્ટર, એડ શીરન જેવા સેલિબ્રિટી મહેમાનોની હાજરી પર આવરી લેવામાં આવી છે.  બંને પ્રોજેક્ટ્સની અલાયદી ક્રિયેટિવ ટીમો છે. 'ધી ફાઈનલ શો'નું દિગ્દર્શન પ્રખ્યાત લાઈવ-ઈવેન્ટ ડાયરેક્ટર ગ્લેન વેઈસ દ્વારા કરવામાં આવ્યું છે. 'ધી એન્ડ ઓફ એન એરા'નું દિગ્દર્શન ડોન આર્ગોટ દ્વારા કરવામાં આવ્યું છે. 

ડોક્યુ-સિરીઝના બે એપિસોડ ૧૨ ડિસેમ્બરના પ્રીમિયર પછીના પ્રત્યેક સપ્તાહે રજૂ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. ચાહકો વિશ્વની સૌથી મોટી મ્યુઝિકલ ટૂરના જાદૂને ફરી ફરીને માણી શકે છે. કોન્સર્ટ ફિલ્મ અને ડોક્યુ-સિરીઝે સાથે મળીને સંગીતના ઈતિહાસમાં સૌથી પ્રભાવશાળી આર્કાઈવ ઊભી કરી છે. 'ધી એરાઝ ટૂર' અને 'ધી ફાઈનલ શો' સાથે ટેલર સ્વિફ્ટ જાણે કે એક યુગનું સમાપન કરવા જઈ રહી છે...