પોપ સુપરસ્ટાર ટેલર સ્વિફ્ટ ફૂટબોલ સ્ટાર ટ્રેવિસ કેલ્સ આજકાલ નવું ઘર શો૦૦વામાં બિઝી બિઝી છે. અલબત્ત તેમની મુલાકાત ફક્ત તાજેતરમાં આ દંપતી જોવા મળ્યું હતું ત્યાંથી થોડા જ અંતરે કેલ્સ ક્લીવલેન્ડ હાઇટ્સમાં ઉછર્યો છે. હતા. તેથી એવી અફવા ફેલાઈ કે એ પોતાના પરિવાર અને મિત્રો નજીક એક ઘર વસાવવાનું વિચારતા હોવા જોઈએ.
ક્લીવલેન્ડના ઘરની સરેરાશ કિંમત ૧૩૯,૦૦૦ ડોલરની આસપાસ હોઈ શકે છે. ચેગ્રીન ફોલ્સ, જ્યાં આ દંપતીએ ભોજન કર્યું હતું, તે પણ એટલું જ વિશિષ્ટ છે, જ્યાં ઘણા ઘરોની કિંમત ૨.૫ મિલિયન ડોલરથી વધુ છે. સ્થાનિક રિયલ એસ્ટેટ એજન્ટો આ વિસ્તારને ગુપ્ત સંપત્તિ તરીકે વર્ણવે છે. એવી મિલકત જે નિરવતા અને ભવ્યતા માટે જાણીતી છે. સ્વિફ્ટ અને કેલ્સ જેવા હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ માટે આવી ગોપનીયતા જ મુખ્ય આકર્ષણ હોઈ શકે.
આ સમાચાર જાહેર થતા જ સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ ગઈ. કેટલાક ચાહકોએ અનુમાન લગાવ્યું કે કેલ્સ ફૂટબોલ પછીના જીવનની તૈયારી કરતો હોવો જોઈએ. કદાચિત વહેલી નિવૃત્તિ પણ લઈ લે. પોતાની સૌથી યાદગાર તાલીમી કેમ્પ વિશે પૂછવામાં આવતા કેલ્સએ હસતા હસતા જવાબ આપ્યો કે આવો સવાલ હું નિવૃત્ત થાઉ પછી પૂછજો.
હકીકતમાં કેલ્સ પોતાની રમત વિશે અગાઉ કરતા પણ વધુ કેન્દ્રિત છે. તેણે મોટાભાગનો ઉનાળો ફ્લોરિડામાં વિતાવ્યો હતો.
દરમ્યાન સ્વિફ્ટ ડિસેમ્બરમાં તેની રેકોર્ડ બ્રેકિંગ એરાઝ ટૂરની અતિશય વ્યસ્તતા પછી રજા માણી રહી છે. કેલ્સ સાથે વધુ સમય વીતાવવા સાથે તે તેના રોડ આઈલેન્ડ મેન્શનના રિનોવેશન પર પણ ધ્યાન આપી રહી છે, જે તેણે ૨૦૧૩માં ૧૭.૭૫ મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. અપગ્રેડમાં નવો બેડરૂમ, વિશાળ સ્યુટ અને વધારાની ચારસો ચોરસ ફીટની જગ્યા સામેલ છે.
તેમની આ ક્લીવલેન્ડ ટ્રિપ ગંભીર રિયલ એસ્ટેટ પગલાનો સંકેત છે કે પછી માત્ર સ્વાભાવિક પ્રવાસ હતો તે હજી અનિશ્ચિત છે. છતાં અટકળોથી એક નિર્વિવાદ સત્ય પર પ્રકાશ પડયો છે કે જ્યાં પણ સ્વિફ્ટ અને કેલ્સ જાય, ત્યાં તેમના ચાહકો ઉત્સક્તાથી પીછો કરે છે.
આ કપલ જો ખરેખર ક્લીવલેન્ડના ભદ્ર ઉપનગરમાં સ્થાયી થશે તો તેઓ આ પહેલેથી સમૃદ્ધ અને મજબૂત રીતે સંકળાયેલા સમુદાયમાં સેલિબ્રિટી ચમક ઉમેરાશે. ખરેખર, ક્યારેક સૌથી આશ્ચર્યજનક સ્થળો પણ સૌથી યોગ્ય ઘર બની શકે છે.


