Get The App

તનિષા મુખર્જી : હું મારી જાતને અન્યોની નજરે નથી જોતી

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
તનિષા મુખર્જી : હું મારી જાતને અન્યોની નજરે નથી જોતી 1 - image


નેટિઝનો ક્યારેય કોઈના સગા થયા નથી અને થવાના પણ નથી. આમ કહેવા પાછળનું કારણ એ છે કે સોશ્યલ મીડિયા પર સક્રિય ચોક્કસ વર્ગના લોકો મોટાભાગે વગોવણી કરવા સિવાયનું કોઈ કામ કરતાં હોય એવું ભાગ્યે જ લાગે. તેમાંય ફિલ્મોદ્યોગ સાથે સંકળાયેલી સેલિબ્રિટીઓ તેમના આસાન શિકાર હોય છે. આવા લોકો આ પ્લેટફોર્મ પર નેગેટિવિટી ફેલાવવાનો ઇજારો લઈને બેઠાં હોય એવો સિનારિયો સર્જાયો છે.

તાજેતરમાં અભિનેત્રી તનિષા મુખર્જી તેમના સપાટામાં આવી ગઈ હતી. વાત જાણે એમ બની કે તનિષા થોડાં દિવસ પહેલા બ્લેક કલરનો એકદમ પારદર્શક મેક્સિ ડ્રેસ પહેરીને બહાર નીકળી હતી. તેના આ પોશાક પર ફેબ્રિકના બનાવેલા મોટા મોટા શ્વેત ફૂલ લગાવેલા હતાં. અદાકારાનો આ ડ્રેસ થોડાં નેટિઝનોએ વખાણ્યો. તો કેટલાંકને તેની આ સ્ટાઈલ દીઠી ન ગમી. એક નેટિઝને તેની ઠેકડી ઉડાડતાં લખ્યું કે લાગે છે દરજી આ પોશાકમાં અસ્તર નાખવાનું જ ભૂલી ગયો છે. જ્યારે કેટલાંક લોકોએ તનિશાના ડ્રેસને અત્યંત પારદર્શક અને અંગ પ્રદર્શન કરનારું ગણાવ્યું.

જોકે તનિશાને તેમની વાતથી કોઈ ફરક નહોતો પડયો. તેણે કહ્યું હતું કે હું મારી જાતને અન્યોની નજરે નથી જોતી. જો હું આવું કરવા બેસું તો ગાંડી થઈ જાઉં. લાખો લોકો તમારા વિશે શું વિચારે છે તેનો વિચાર કરવા બેસો તો થઈ રહ્યું. કેટલાંક લોકો સોશ્યલ મીડિયા પર માત્ર નેગેટિવિટી જ ફેલાવતાં હોય છે. મને લાગે છે કે આવા લોકોની ટિપ્પણીઓ તેમની જ માનસિકતા છત્તી કરે છે. હું માનું છું કે એ ડ્રેસમાં હું એકદમ સુંદર દેખાતી હતી. હું અજાણ્યા, અનામી લોકોની ટીકાની પરવા નથી કરતી. હું મારા ડ્રેસ સાથે, મારી કાયા સાથે એકદમ કમ્ફર્ટેબલ છું.

વાસ્તવમાં તનિશા ફેશનને સેલ્ફ-એક્સપ્રેશનનું માધ્યમ માને છે. તે કહે છે કે મારા માટે ફેશન હમેશાં ખુશ રહેવાનું કારણ છે. ફેશન અને સૌંદર્યમાં કેટલું કે વધારે પડતું જેવા માપદંડો ન ચાલે. માનુની જે પહેરે તેમાં તેને પોતાને એમ લાગવું જોઈએ કે હું સુંદર લાગું છું. તે પોતાના માટે તૈયાર થતી હોય છે, બીજા કોઈને દેખાડવા નહીં. તેથી જે તે મહિલાએ એ જ પહેરવું જોઈએ જે તેને ગમે. બીજા કોઈને તે ગમશે કે કેમ તેનો વિચાર કરવાનો શો અર્થ? અલબત્ત, આપણે જે સમાજમાં રહીએ છીએ તેમાં જે તે મહિલાએ પોતાની આસપાસના માહોલનું ધ્યાન પણ રાખવું જોઈએ. 

Tags :