Get The App

સોફી ટર્નર પહેલાં ફીની વાત કરો!

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
સોફી ટર્નર પહેલાં ફીની વાત કરો! 1 - image

'ગેમ ઓફ થ્રોન્સ'ની દુનિયા 'હાઉસ ઓફ ડ્રેગન' અને આગામી 'એ નાઈટ ઓફ ધી સેવન કિંગડમ્સ' જેવી પ્રીક્વલો દ્વારા આગળ વધી રહી છે ત્યારે ઘણા ચાહકોના મનમાં એક સવાલ અગાઉથી ધરબાયેલો પડયો છેઃ શું સ્ટાર્કનાં સંતાનો ફરી સ્ક્રીન પર પાછા આવશે? સોફી ટર્નરે આખરે સાન્સા સ્ટાર્કના રોલમાં પાછા ફરવા બાબતે ખુલાસો કર્યો છે.

છેલ્લે દર્શકોએ સાન્સાને જોઈ ત્યારે તેની સફર પૂર્ણ થઈ હતી. રાજકુમાર સાથે રોમાન્સની કલ્પના કરતી એક સમયની અબૂધ કન્યા આખરે પોતાની તકદીરનું નિયંત્રણ ધરાવતી રાણી તરીકે હાજર થઈ હતી. 

છતાં ગેમ ઓફ થ્રોન્સના સર્જક જ્યોર્જ આર.આર. માર્ટિનનાં તાજેતરનનાં નિવેદનોએ અટકળોના દરવાજા ખોલી નાખ્યા છે.  સંભવિત સિક્વલ વિશે સીધું પૂછવામાં આવતા સોફી ટર્નરે હસીને જવાબ આપ્યો કે મને ુપહેલાં કેટલી ફી મળશે તે કહો, પછી હું જવાબ આપું! સોફીના મતે આવા આઈકોનિક રોલમાં પાછા ફરવું લલચામણું છે, પણ સાથે તે પહેલેથી કંઈક દુર્લભ અને વિશેષ દર્શાવનાર વિશ્વમાં પાછા ફરવા બાબતે સાવચેત પણ છે. 

ટર્નરે નોંધ કરી કે પાછા ફરવું કો-એક્ટર્સ સાથે ખુશખુશાલ મિલન હોઈ શકે છે. તેના માટે આ નિર્ણય લખાણની ગુણવત્તા પર આધારીત રહેશે. રસપ્રદ અને અર્થસભર સ્ક્રિપ્ટ વિના તે પહેલેથી સંતોષકારક અંતમાં પરિણમી ચુકેલી વાર્તામાં ફરી દાખલ થવા વિશે ખચકાશે.

'ગેમ ઓફ થ્રોન્સ'ની કહાણી જો આગળ વધે  તો ચાહકોને તો જલસા જ પડે.