Get The App

તાપસી પન્નુએ ડેનિશ સાસુ-સસરાને સાથે રહેવા મનાવ્યાં

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
તાપસી પન્નુએ ડેનિશ સાસુ-સસરાને સાથે રહેવા મનાવ્યાં 1 - image

- તાપસી ભારત અને ડેન્માર્ક એમ બે  દેશોમાં વસે છે .તાપસીના પતિ મૈથિયાસે બેડમિન્ટનમાંથી નિવૃત્તિ લઈ લીધી છે 

શોબિઝનેસમાં પોતાની પ્રતિભાની જોરે ધાર્યુ કરનારી તાપસી પન્નુ  હવે ડેન્માર્કમાં સુખી ઘરસંસાર માણી રહી છે. જોકે તેણે પોતાની ફિલ્મી કરીઅર પર પૂર્ણવિરામ મુક્યું નથી. તાજેતરમાં એવી વાત આવી કે તાપસી પણ ભારત છોડીને જતી રહેવાની છે અને વિદેશમાં હંમેશ માટે સેટલ થઈ જવાની છે. તાપસીએ ઇન્સ્ટા પર પોતાની ભડાશ ઠાલવતાં જણાવ્યું હતું કે, 'આનાથી ખોટી અને સનસનાટીભરી હેડલાઇન હોઇ શકે ખરી? હેડલાઇન સાચી હોય કે ખોટી પણ તે સૌથી તેજ પોર્ટલ સુધી પહોંચશે. થોડા ધીમા પડો અને થોડું રિસર્ચ પણ કરી લો...' 

તાપસીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે હાલ તે મુંબઇમાં તેના ઘરે છે. એણે લખેલું, 'મુંબઇના ગરમ અને ધુમ્મસભર્યા વાતાવરણમાં સવારે ડોસા ખાતાં ખાતાં હું વિચારી રહી છું  કે, યે ક્યા હો રહા હૈ?' ૨૦૨૩ના ડિસેમ્બરમાં ચૂપચાપ તેના બોયફ્રેન્ડ મૈથિયાસ બો સાથે લગ્ન કરી લેનારી તાપસી પનુએ બાદમાં ૨૩ માર્ચ ૨૦૨૪માં ઉદયપુરમાં પરંપરાગત ઢબે પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં તેના લગ્ન પ્રસંગની ઉજવણી કરી હતી. તેના લગ્ન પ્રસંગમાં અનુરાગ કશ્યપ સહિત ઘણી ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. હવે ડેન્માર્કમાં પણ ઘર ધરાવતી તાપસી તેનો સમય બંને દેશ વચ્ચે વહેંચીને કામ કરે છે. 

ભારત અને ડેન્માર્ક વચ્ચે તું સમય કેવી રીતે ફાળવે છે તેવા સવાલના જવાબમાં તાપસીએ જણાવે છે, 'બધું કામ પર નિર્ભર કરે છે. મારું મોટાભાગનું શૂટિંંગ શિયાળામાં હોય છે. ગરમી અને ચોમાસામાં બહું ઓછાં શૂટિંગ થાય છે. ભારતમાં જ્યારે ગરમી અને ચોમાસાની મોસમ હોય ત્યારે ડેન્માર્કમાં ગરમીની મોસમ હોય છે. ભારતમાં ગરમી અને ચોમાસા દરમિયાન અમે ડેન્માર્કમાં રહીએ છીએ. ભારતમાં વરસાદની મોસમ પુરી થતાં જ અમે ભારત પાછાં આવી જઇએ છીએ.' 

તાપસી  લગ્ન બાદ ડેન્માર્કમાં રહેવા માંડી છે પણ તેણે ભારત સાથેનો તેનો નાતો તોડયો નથી. ડેન્માર્કમાં પોતાના ગોરાં સાસુ-સસરા સાથે રહેવાનું તેના માટે સરળ નહોતું. સામાન્ય રીતે ડેન્માર્કમાં બાળકો પુખ્ત વયના થાય તે પછી માતાપિતા તેમની સાથે રહેતાં નથી. તેમાંય સંતાનો લગ્ન કરી તેમનો અલગ સંસાર વસાવે ત્યારે માબાપ સાથે રહેવાનો કોઇ સવાલ જ પેદાં થતો નથી. પરંતુ તાપસીએ  ભારતીય પરંપરા અનુસાર તેના સાસુ-સસરા પણ પોતાની સાથે જ રહે તવી જીદ પકડી હતી. તાપસી છેવટે તેના સાસુ-સસરાને તેમની સાથે રહેવા મનાવવામાં સફળ થઇ છે. તાપસી કહે છે, 'મારાં સાસુ-સસરાંને મનાવવાનું કામ જરાય સરળ નહોતું!' 

તાપસીની આગામી ફિલ્મ દેવાશિષ મખિજા નિર્દેશિત 'ગાંધારી' છે. આ એકશન થ્રીલરમાં એ બદલો લેવા નીકળેલી માતાની ભૂમિકા ભજવી છે. ઓટીટી પર આ ફિલ્મને કેવી સફળતા મળે છે તેના પર તેના હવે પછીના કામનો ઘણો મદાર છે.