Get The App

સિડની સ્વિની જ્યારે હોલિવુડ લેજન્ડની બાયોપિકમાં કામ કરશે...

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
સિડની સ્વિની જ્યારે હોલિવુડ લેજન્ડની બાયોપિકમાં કામ કરશે... 1 - image

સિડની સ્વિની તેની કારકિર્દીની સૌથી બેબાક અને ભાવનાત્મક ભૂમિકા ભજવવાની તૈયારી કરી રહી છે. તે આગામી બાયોગ્રાફિકલ ડ્રામા 'સ્કેન્ડેલસ'માં હોલિવુડ લેજન્ડ કિમ નોવાકનું ચિત્રણ કરશે. કોલમેન ડોમિન્ગો ફિલ્મના ડિરેક્ટર છે. કિમ અને પ્રસિદ્ધ અભિનેતા સેમી ડેવિસ જુનિયરનો રોમાન્સ ૧૯૫૦ના દાયકાના વિવાદાસ્પદ બન્યો હતો. 

એક મુલાકાતમાં સ્વિનીએ કિમ નોવાકની જીવનકથની વિશે પોતાની હૃદયસ્પર્શી લાગણી વ્યકત કરી. સ્વિનીને નોવાકનું મજબૂત મનોબળ અને અસહાયતા આકર્ષક લાગ્યાં.  નોવાક એવી મહિલા કલાકાર હતી જેને પારાવાર સફળતા મળવા છતાં પોતાની અંગત પસંદગી માટે સતત જાહેર ટીકાઓ અને સ્ટુડિયોની દખલગીરીનો સામનો કરવો પડયો હતો.

સ્વિનીએ કહ્યું નોંધ કરી કે પોતાની ઇમેજને હેન્ડલ કરવાનો સંઘર્ષ હિરોઈનો માટે આજે પણ એટલો જ અઘરો છે. બંને અભિનેત્રીઓ વચ્ચે પેઢીઓનું અંતર હોવા છતાં બન્નેએ મીડિયાની નિરંતર ટીકાનો સામનો કરવો પડયો છે. પ્રસિદ્ધિ, અંગત મૌલિકતા અને સર્જનાત્મક નિયંત્રણનો પ્રયાસ કરતી એક આધુનિક સેલિબ્રિટી તરીકે સ્વિનીને નોવાકમાં પોતાના જ અનુભવોનું પ્રતિબિંબ દેખાય છે. 

કિમ નોવાક અને સેમી ડેવિસ જુ. વચ્ચેનો પ્રેમ ખરો હોવા છતાં તેના પ્રત્યે હોલિવુડમાં જ નહીં, આખા અમેરિકામાં ભારે આક્રોશ ફેલાયો હતો. જાહેર ટીકાના ભયે સ્ટુડિયોએ નોવાક પર આ સંબંધ સમાપ્ત કરવા દબાણ કર્યું જેના કારણે ઉદ્યોગમાં પ્રચલિત વંશવાદ અને દંભ ઉઘાડા પડી ગયા.

'યુફોરિયા' અને 'એનીવન બટ યુ'માં કામ કર્યા પછી સ્વિની 'યુફોરિયા સીઝન ૩'નું શૂટ પૂર્ણ કરશે અને ત્યાર બાદ 'સ્કેન્ડેલસ'ના શૂટ માટે તૈયારી કરશે.