Get The App

સીડની સ્વીની: જાહેર છબી પર ડાઘ કેમ પડયો?

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
સીડની સ્વીની: જાહેર છબી પર ડાઘ કેમ પડયો? 1 - image

એક સમયે હોલીવૂડની સૌથી તેજસ્વી યુવા કલાકાર તરીકે માનવામાં આવતી સીડની સ્વીની હાલ વ્યાવસાયિક અને અંગત ક્ષેત્રે તોફાની વાતાવરણમાં સપડાઈ ગઈ છે. 'યુફોરિયા' અને 'ધી વ્હાઈટ લોટસ'માં તેના બ્રેકઆઉટ રોલ પછી અજેય લાગી રહેલી તેની કારકિર્દી તેની જાહેર છબીને કલંકિત કરતા શ્રેણીબંધ વિવાદો પછી કઠિન તબક્કામાંથી પસાર થઈ રહી છે.

આ સમસ્યા એક કંપનીની જાહેરાતથી શરૂ થઈ જેની ઓનલાઈન ભારે ટીકા થતા સ્વીનીએ સોશિયલ મીડિયા પર ચૂપકીદી ધારણ કરવી પડી હતી. પછી જ્યારે આ ઘટના ફરતેનું તોફાન શાંત થવા લાગ્યું ત્યારે તે ટેલર સ્વિફ્ટનો પર્યાય મનાતા સંગીત એક્ઝેક્યુટીવ સ્કૂટર બ્રાઉન સાથેના કથિત રોમાન્સને કારણે વિવાદનું કેન્દ્ર બની. આ સમાચારને કારણે ઓનલાઈન ચર્ચા છેડાઈ અને સ્વીનીના જીવનમાં વિવાદનું નવું સ્તર ઉમેરાયું.

તેની પરેશાનીમાં ત્યારે વધારો થયો જ્યારે તાજેતરના એમી એવોર્ડ્સ ખાતે એક હોલીવૂડ કલાકારે તેની સાંજને વિચિત્ર ગણાવી. સ્ટારપાવર તરીકે તેની ગણના હોવાથી સ્વીનીને એવોર્ડ આપવા માટે પસંદ કરાઈ હોવા છતાં તેની હાજરીનો પહેલા જેવો સ્વાભાવિક પ્રભાવ ન પડયો.

સ્વીનીના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ તેની વિચારસરણી કરતા વધુ ડાબેરી ઝોક ધરાવતો હતો, જેના પરિણામે તે થોડી અસ્વસ્થ થઈ હતી. આમ તો સ્વીની રાજકીય ઝૂકાવ ધરાવે છે, પણ તે જાહેરમાં તેની ચર્ચા નથી કરતી. છતાં તેણે આ અસ્વસ્થતાને પોતાની અને અગ્રણીઓ વચ્ચે અંતર વધારનારા તરીકે ગણાવ્યો.

પડદા પાછળ એવો ગણગણાટ હતો કે સ્વીની થોડી ખોવાયેલી લાગતી હતી અને અગાઉ જેવી ઉષ્માનો તેનામાં સ્પષ્ટ અભાવ વર્તાતો હતો. હોલીવૂડ તેની પ્રતિભાની હજી કદર તો કરે છે, પણ એટલું તો સ્પષ્ટ છે કે તેની લોકપ્રિયતાની આભા થોડી ઝાંખી પડી છે. એવા નગરમાં જ્યાં પરફોર્મન્સ કરતા અભિગમને વધુ મહત્વ આપવામાં આવે છે, ત્યાં આ પરિવર્તન મહત્વનું છે. મનોરંજન ઉદ્યોગના કેટલાક તત્વોએ તો એવી વાતો પણ વહેતી કરી કે સ્વીનીના સહયોગીઓ પણ તેનાથી દૂર જઈ રહ્યા છે અને આવા રાજકીય રીતે ગંભીર સમય દરમ્યાન વિવાદમાં સપડાવવા નથી માગતા.

દરમ્યાન સ્વીનીની વ્યાવસાયિક નિષ્ફળતાઓ પણ આ પડકારોને વધુ જટિલ બનાવી રહી છે.