Get The App

સિડની સ્વીની: ક્લાસિક વાર્તાના ભેદ-ભરમ .

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
સિડની સ્વીની: ક્લાસિક વાર્તાના ભેદ-ભરમ                           . 1 - image

સિડની સ્વીની ખૂબ ઝડપથી હોલિવુડની સૌથી લોકપ્રિય યુવા સ્ટાર તરીકે ઊભરી રહી છે. તેણે 'યુફોરિયા' તેમજ 'ધી વ્હાઈટ લોટસ' જેવી હિટ ટીવી સિરીઝ દ્વારા પોતાની વર્સેટિલિટી સાબિત કરી છે. તાજેતરના વર્ષોમાં તેણે રોમેન્ટિક કોમેડીથી લઈને સાયોકોલોજીકલ થ્રિલર્સ સુધીની જુદી જુદી ફિલ્મો કરી છે અને પોતાને એક પ્રોડયુસર તરીકે પણ સ્થાપિત કરી છે. 'હોલો'માં તેનું હોવું સાબિત કરે છે કે કેમેરાની પાછળ અને કેમેરાની આગળ એમ બંને જગ્યાએ  સિડની કુશળતાપૂર્વક કામ કરી શકે છે. 

સીડની સ્વીની  સાહિત્ય પર આધારિત એક નવા પ્રોજેક્ટમાં કામ કરી રહી છે જેમાં ક્લાસીક વાર્તા સાથે આધુનિક સસ્પેન્સ અને રોમાન્સનું મિશ્રણ કરાયું છે. સીડની સ્વીની લિન્ડસે એન્ડરસનની ડેબ્યુ નવલકથા 'હોલો'ના આ જ નામના ફિલ્મી રૂપાંતરણમાં જોડાઈ છે. નવલકથા તો આગામી વર્ષે રજૂ થશે પણ તેના પરથી બની રહેલી આ ફિલ્મે અત્યારથી જ મનોરંજન ઉદ્યોગમાં ઉત્સુકતા  જગાડી છે.

'હોલો' અમેરિકન લેખક વોશિંગ્ટન ઈરવિંગની આઈકોનિક ૧૮૨૦ની ટૂંકી વાર્તા 'ધી લેજન્ડ ઓફ સ્લીપી હોલો'નું રૂપાંતરણ છે. તેમાં સ્વીની એક મજબૂત અને જટિલ ખલનાયિકા તરીકે કામ કરશે તેવી સંભાવના છે. પ્રોજેક્ટ લિન્ડસે એન્ડરસન બીઅર દ્વારા બની રહ્યો છે જે ફિલ્મનું લેખન તેમજ દિગ્દર્શન બંને જવાબદારી સંભાળશે.  

પ્રોડક્શનની જવાબદારી સ્વીનીની કંપની પણ ઉપાડશે.  પ્રોડયુસર તરીકે સિડની સ્વીનીની તૈયારી દર્શાવે છે કે એને  માત્ર અભિનયમાં રસ નથી, એના રસના ક્ષેત્રો ઘણા વ્યાપક છે. કેરી ઓન, સિડની...