અભિનેત્રી સીડની સ્વીની ગત એક વર્ષ દરમ્યાન તેની કારકિર્દીના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. એની ટીકાઓ તીવ્ર વધુ ત્યારે બની જ્યારે તેની જાહેર છબીમાં રાજકીય રંગ દેખાવા લાગ્યો, ખાસ કરીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના સહયોગીઓ પાસેથી તેને સમર્થન મળ્યા પછી તેના પ્રત્યેની ટીકાઓ આકરી બની છે. આ અનપેક્ષિત જોડાણને કારણે તેને માગા બાર્બીનું ઉપનામ મળ્યું છે, જેનો સીડનીના ચાહક વર્ગે ઉગ્ર વિરોધ કર્યો. .
જોકે સીડનીની મોટાભાગની ટીકાઓ તેણે કરેલા સ્પષ્ટ રાજકીય નિવેદનોમાંથી નહિ, પણ તેની ચૂપકીદીના ધારી લીધેલા અર્થઘટનોમાંથી ઉદ્ભવી હતી. તેણે સ્પષ્ટતા કરી કે રાજકરણ માટે મને કદી આકર્ષણ થયું નથી. મેં ક્યારેય રાજકરણ વિશે ચર્ચા નથી કરી. હું અહીં માત્ર કલા માટે આવી છું. આવા વિવાદમાં કોઈનો વિજય નથી થતો, તેમજ પોતાની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરવાના તેના પ્રયાસ પ્રત્યે પણ શંકાની નજરે જોવામાં આવે છે.
પોતે આરોપોનો ઈન્કાર કરે અથવા કોઈ પ્રતિસાદ ન આપવાનું પસંદ કરે, સ્વીની સામેના પ્રત્યાઘાત સમાનપણે ઉગ્ર રહ્યા છે.
પોતાની વ્યક્તિગત ફિલોસોફી વિશે સ્પષ્ટતા કરતા સ્વીનીએ ક્વેન્ટીન ટેરેન્ટિનોની 'વન્સ અપોન એ ટાઈમ ઈન હોલિવુડ'ના સેટ પર તેનું ઘડતર કરતા અનુભવમાંથી પ્રેરણા લીધી. બ્રેડ પિટને ક્રુના તમામ સભ્યો સાથે ઉષ્માભરી રીતે અને આદરપૂર્વક વાત કરતો જોઈને તેના પર ગાઢ છાપ પડી. સ્વીનીને સમજાયું કે વંશવેલો અથવા અહંકાર કરતાં સહાનુભૂતિ જ મહત્વની છે.
સ્ક્રીનની બહાર પોતાના સાહસો ફરતી કાનૂની વિવાદો અને અરાજકતા છતાં સ્વીનીની વ્યાવસાયિક ગતિ ઘટી નથી. તેણે કામમાં સાતત્ય જાળવી રાખ્યું છે. તેના ચાહકો 'યુફોરિયા'ની ત્રીજી સીઝનમાં તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જ રોલ તેની કારકિર્દી અને જાહેર વ્યક્તિત્વને આકાર આપવા માટે કારણભૂત હતો. સ્વીની તાજેતરમાં 'હાઉસમેડ'માં દેખાઈ હતી જેમાં તેણે અમાન્ડા સેફ્રીડ અને બ્રેન્ડન સ્ક્લેનર સાથે સ્ક્રીન શેર કરી હતી.


