Get The App

સિડની સ્વીની: નિષ્ફળતા તો આવે ને જાય

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
સિડની સ્વીની: નિષ્ફળતા તો આવે ને જાય 1 - image

હોલિવુડની સૌથી વધુ માગ ધરાવતી કલાકારો પૈકી એક સીડની સ્વીનીએ બોક્સ ઓફિસ નિરાશા, રાજકીય પ્રતિક્રિયાઓ અને મીડિયા ચકાસણીથી ચિહ્નિત ઉથલપાથલથી ભરેલા ઉનાળાનો અનુભવ કર્યો.

સીડનીને પ્રથમ બ્રેક ૨૦૧૯માં 'યુફોરિયા'થી મળ્યો જેમાં તેના બહુસ્તરીય પરફોર્મન્સની ભારે પ્રશંસા થઈ. એ જ વર્ષે તે ક્વીનટિન ટેરેન્ટિનોની 'વન્સ અપોન એ ટાઈમ ઈન હોલીવૂડ'માં દેખાઈ અને મુખ્ય વર્ગમાં પોતાના પદાર્પણનો સંકેત આપ્યો.

૨૦૨૧માં તેણે 'ધી વ્હાઈટ લોટસ'માં પોતાની પ્રતિભાની વધુ સાબિતી આપી જેમાં તેણે એક અમીર ટેક ઉદ્યોગપતિની બેબાક પુત્રીની ભૂમિકા નિભાવી હતી, જે પરફોર્મન્સએ તેને એમ્મી નામાંકન પણ અપાવ્યું. મુખ્ય પ્રવાહમાં તેને ૨૦૨૩માં 'એનીવન બટ યુ' સાથે પ્રથમ બ્રેક મળ્યો. ક્રિસમસ દરમ્યાન રજૂ થયેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. આ અનપેક્ષિત બોક્સ ઓફિસ હિટએ સીડનીને આલોચનાત્મક અને કમર્શિયલ અપીલ ધરાવતી વિશ્વસનીય સ્ટાર તરીકે સ્થાપિત કરી. જો કે ૨૦૨૪મું વર્ષ થોડુ અલગ રહ્યું. સ્વીનીની બે નાના બજેટની ફિલ્મોએ નિરાશાજનક દેખાવ કર્યો જેના કારણે તેની અનિચ્છનીય ચર્ચા થઈ. એમાં પ્રથમ હતી 'અમેરિકાના', ટોની પોસ્ટ દિગ્દર્શિત આધુનિક યુગની પશ્ચિમી શૈલીની ફિલ્મ. તેનું પ્રીમીયર ૨૦૨૩માં થયું હોવા છતાં ફિલ્મને ઓગસ્ટ ૨૦૨૪ સુધી કોઈ વિતરક પણ ન મળ્યો. પોલ વોલ્ટર અને હેલસી સહિતની કાસ્ટ સાથે ફિલ્મ પાસેથી કોઈ બહુ મોટી અપેક્ષા નહોતી, પણ પ્રથમ વીકએન્ડમાં ૧,૧૦૦ થિયેટરમાં પાંચ લાખ ડોલર સાથેના ઓપનિંગથી આટલી વ્યાપક રજૂઆત સાથે સૌથી ઓછુ કલેક્શન કરનારી ફિલ્મ સાબિત થઈ.

બીજી ફિલ્મ હતી રોન હોવાર્ડની 'ઈડન' જેમાં સ્વીની સાથે જુડ લો, વાનેસા કર્બી, એના ડી અરમાસ, ડેનિયલ બુ્રલ હતા. આટલા પ્રતિષ્ઠત સ્ટાર્સ હોવા છતાં ફિલ્મ આલોચકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગઈ અને એક વર્ષ પછી બોક્સ ઓફિસ પર મુશ્કેલીથી દસ લાખ ડોલર એકત્રિત કરી શકી. જો કે ફિલ્મ ઉદ્યોગના નિષ્ણાંતો આ નિષ્ફળતા માટે સ્વીનીને જવાબદાર ઠેરવતા નથી.